________________
૯૬
૧ – આગમ જાણો !
સુધી બંધનો તૂટતાં નથી. જ્યાં સુધી એ બંધનો તૂટે નહિ, ત્યાં સુધી સહજ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી અને જ્યાં સુધી સહજ સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી આપણે દુ:ખમુક્ત અને સંપૂર્ણ સુખના સ્વામી ક્યારે ય બની શકતા નથી. આવી અદ્ભુત આત્મસાધનાની વાતો, અધ્યાત્મની ઉપાસનાની વાતો જેમાં કરવામાં આવી છે, તે મહાન આગમનું અધ્યયન કરવા માટે પણ ચોક્કસ લાયકાત જોઈએ, વિશેષ પ્રકારની આંતરિક ભૂમિકા જોઈએ. તે માટે ચોક્કસ પ્રકારનાં અનુકૂળ એવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈએ. આથી જ આ મહાન આગમનું અધ્યયન કરાવતાં પહેલાં આઠ બાબતની વિચારણા કરવાનું કહ્યું છે. તેમાંથી આપણે છ બાબતો ગઈકાલે જોઈ ગયા.
પહેલા નંબરે શ્રોતા આલોચના કરીને વિશુદ્ધ બનેલો જોઈએ; બીજા નંબરે તે વિનીત જોઈએ.
વિનીત શ્રોતા” તે કહેવાય કે જેમાં નીચેની સાત યોગ્યતા હોય. ગુરુ પ્રત્યે અનુરાગી જોઈએ-૧, ગુરુ પ્રત્યે ભક્તિવાળો જોઈએ-૨, ગુરુનો ક્યારેય ત્યાગ ન કરે તેવો જોઈએ-૩, ગુરુને અનુસરનારો જોઈએ-૪, વિશેષજ્ઞ જોઈએ-૫, ઉદ્યમશીલ જોઈએ-૬ અને
ક્યારેય ન કંટાળે તેવો જોઈએ-૭ - આ સાત ગુણો જેનામાં હોય તે વિનીત કહેવાય. તે પછી ત્રીજા નંબરે વાચના માટે ક્ષેત્ર અનુકૂળ જોઈએ.
ચોથા નંબરે દિશા અનુકૂળ જોઈએ. એટલે પૂર્વ, ઉત્તર વગેરે અનુકૂળ દિશા હોવી જોઈએ.
પાંચમા નંબરે કાળ અનુકૂળ જોઈએ. તેમાં સ્વાધ્યાય માટે રાત્રિ-દિવસનો પહેલો અને છેલ્લો પ્રહર જોઈએ અને તેના પ્રારંભ માટે તિથિઓમાં ૪, ૭, ૮, ૯, ૧૪, ૧૫, ૦)) સિવાયની તિથિઓ જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org