________________
૧૦૩ – ૬ વ્યવહારમાં ધન-સંપત્તિ જરૂરી, ધર્મમાં ગુણસંપત્તિ જરૂરી – 6 – 103 ધર્મ શું ? અધર્મ શું ? ધર્મીને શું ગમે ? શું ન ગમે ? :
હવે ધર્મ શું છે ? ધર્મ કોને કહેવાય તે પણ સમજવું જરૂરી છે. આત્માનો સ્વભાવ તે ધર્મ, સ્વભાવમાં રહેવું તે ધર્મ. માત્ર ક્રિયાત્મક ધર્મની વાત હું નથી કરતો. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ધર્મની વાત કરું છું. આ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ આત્માનો સ્વભાવ એ જ ખરેખરો ધર્મ છે. જેને આ સ્વભાવરૂપ ધર્મ ગમે તેને વિભાવરૂપ અધર્મ ન જ ગમે.
જ્ઞાન સ્વભાવ છે તો અજ્ઞાન વિભાવ છે. દર્શન-શ્રદ્ધા સ્વભાવ છે તો અદર્શન–અશ્રદ્ધા વિભાવ છે. ચારિત્ર સ્વભાવ છે તો અચારિત્ર વિભાવ છે. એટલે જેને સ્વભાવરૂપ જ્ઞાન ગમે તેને વિભાવરૂપ અજ્ઞાન ન ગમે અને વિપરીત જ્ઞાન પણ ન ગમે. જેને સમ્યજ્ઞાન ગમે એને અજ્ઞાન ન ગમે.
પ્રમાણ મીમાંસા' નામના ગ્રંથમાં પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ અજ્ઞાનના ત્રણ પ્રકાર બતાવેલા છે, સંશય, અનધ્યવસાય અને વિપર્યય. સંશય એટલે શંકાવાળી અવસ્થા, અનધ્યવસાય એટલે વસ્તુના બોધજાણકારી વિનાની અવસ્થા અને વિપર્યય એટલે વિપરીત જ્ઞાન વિપરીત જ્ઞાનવાળી અવસ્થા. બીજી રીતે કહું તો – અનિશ્ચિત જ્ઞાન તે સંશય, વસ્તુના નિશ્ચિત અને વિશિષ્ટ સ્વરૂપની જાણકારીનો અભાવ તે અનધ્યવસાય અને જે વસ્તુ જેવી છે, તેવી ન જાણવી અગર જે વસ્તુ જેવી નથી તેવી તેને જાણવી તે વિપર્યય. જેને સ્વભાવરૂપ જ્ઞાન ગમે તેને આ ત્રણમાંથી એક પણ અવસ્થારૂપ અધર્મ ન ગમે, એ જ રીતે દર્શન માટે પણ સમજવાનું છે.
જેને સમ્યગ્દર્શન - સાચું દર્શન ગમે તેને મિથ્યાદર્શન, ખોટું દર્શન ન ગમે. જેને સમ્યકુશ્રદ્ધા ગમે તેને અશ્રદ્ધા કે મિથ્યાશ્રદ્ધા ન ગમે.
એ જ રીતે જેને સમ્મચારિત્ર ગમે તેને મિથ્યાચારિત્ર, કુચારિત્ર કે અચારિત્ર ક્યારેય ન ગમે.
જેને સમ્યગ્બોધ, સમ્યશ્રદ્ધા અને સમ્યક્યારિત્ર રૂપ સ્વભાવદશા ગમે, તેને મિથ્થાબોધ, વિપરીત શ્રદ્ધા કે મિથ્યાચારિત્રરૂપ વિભાવદશા ન ગમે. જ્યારે સમ્યગ્બોધ, સમ્યશ્રદ્ધા, સમ્યક્યારિત્ર રૂપ સ્વભાવદશા ગમે ત્યારે ધર્મ ગમ્યો કહેવાય.
સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર - આ ત્રણ આત્માનો સ્વભાવ છે, આત્માનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org