________________
૭૭ – ૫: આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 તીર્થકરોના અનુયાયી માટે શોભાસ્પદ પણ શી રીતે ગણાય?
રવિવારે તમારે ઓફિસ ખુલ્લી રાખવી હોય તો તે તમારા હાથની વાત છે, પણ રવિવારે ઓફિસ ખુલ્લી રાખવા રવિવારને સોમવાર કહો તો તેને કોણ સ્વીકારે ? એ જ રીતે સોમવારે તમારે ઓફિસ બંધ રાખવી હોય તો કોઈ ના નથી પાડતું, પણ સોમવારને તમે રવિવાર કહો તો તમારા માટે કોઈ કેવો અભિપ્રાય બાંધે ? – તે તમે જ વિચારો !
જે દિવસે જે તિથિ હોય તેને ન માનવી, ન બોલવી અને જે દિવસે જે તિથિ ન હોય તેને માનવી, બોલવી તે સત્યનો અપલાપ અને અસત્યનો ઉચ્ચાર છે, જે જૈનશાસનમાં ક્યારેય ન નભી શકે. તે જ રીતે જે તિથિની ક્ષયવૃદ્ધિ હોય તે તિથિની ક્ષયવૃદ્ધિ ન માનવી, ન લખવી, ન પ્રરૂપવી અને જે તિથિની ક્ષયવૃદ્ધિ ન હોય તે તિથિની વૃદ્ધિ માનવી, લખવી, પ્રરૂપવી તે પણ સત્યનો અપલોપ અને અસત્યનો ઉચ્ચાર છે. આવું કરવું તે જૈનશાસનનો અપરાધ છે. યથાર્થવાદી સસૂત્રભાષીને માટે આમ કરવું એ તે જરાય ઉચિત નથી. આમ કરવું એ એક આત્મઘાતક પગલું છે. કઈ પરંપરા પ્રમાણ અને આદરવા લાયક ? સભા: સાહેબ, ફરી એક પ્રશ્ન પૂછી લઉં ? જૈનશાસનમાં પરંપરાને કોઈ મહત્ત્વ
ખરું કે નહિ ? જૈનશાસનમાં જીતવ્યવહાર રૂપ પરંપરાનું ઘણું જ મહત્ત્વ છે, પણ જે પરંપરા જીતવ્યવહાર રૂપ ન હોય તેની જૈનશાસનમાં ફુટી કોડીની કિંમત નથી. સભાઃ પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ બાબતમાં તે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન કરતાં
અપવતિથિની ક્ષયવૃદ્ધિ કરવી એવી કોઈ પરંપરાનું અસ્તિત્વ હતું કે- એવું
કાંઈ ખરું ? શાસ્ત્રકાર ભગવંતોએ જેને જીતવ્યવહાર કહ્યો છે, એવી એક પણ પરંપરા પર્વતિથિની ક્ષય-વૃદ્ધિની બાબતમાં નથી. “પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન જ કરાય અને જ્યારે જ્યારે પંચાંગમાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ત્યારે અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી' - એવી કોઈ જીતવ્યવહાર રૂપ પરંપરા જૈન સંઘમાં ક્યાંય નથી.
સભા : જી વ્યવહાર રૂપ પરંપરા કોને કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org