________________
-
૧ - આગમ જાણો !
-
પુરુષો મુખ્યત્વે સાધુ ભગવંતોની અને બહેનો મુખ્યત્વે સાધ્વીજી ભગવંતોની ભક્તિ કરે, પરિસ્થિતિ વિશેષમાં શાસ્ત્રીય મર્યાદાનુસાર બન્ને ય બન્નેયની ભક્તિ કરી શકે. ભક્તિના અનેક પ્રકાર છે, તે જાણીને સૌએ પોતપોતાની મર્યાદાનુસાર ભક્તિ કરવી જોઈએ.
એ પછી ત્રીજો ગુણ “અમુવી’ આવે છે. ૨-૩ – અમુવી : અમોચક : ગુરુને, ગુરુના કાર્યને નહિ છોડનાર. ‘અમુયી' પદની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે “મુ ત્તિ મો:' નહિ છોડવાવાળો.
એકવાર ગુરુના શરણનો કે ગુરુના કાર્યનો સ્વીકાર કર્યા પછી ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે તો પણ ગુરુનો કે ગુરુના કાર્યનો ત્યાગ કરવાનો વિચાર પણ ન આવે એવી ચિત્તવૃત્તિ જેની હોય તેને “અમુયી” ગુણવાળો કહેવાય.
જીવનમાં એવી પણ પળ આવે કે ગુરુ કોપાયમાન થાય, કડક અનુશાસન કરે, આગળ વધીને ગુરુ, શિષ્યને કે ભક્તને તરછોડી પણ દે, છતાં તે ગુરુને મનથી પણ ન છોડે, પણ અંતઃકરણપૂર્વક સમર્પિત થઈને જીવે. સ્તવનમાં પણ કહ્યું છે ને કે – “કબજે આવ્યા તે નહીં છોડું” અને “હું તો કેડ ન છોડું તારી રે.' તેમ અનંતકાળથી સંસારમાં રઝળપટ્ટી કરતાં કરતાં માંડ માંડ સદ્ગુરુનો ભેટો થયો છે. હવે તો બરાબર ગુરુને પકડીને ભવસાગર તરી જવો છે. વાનરનું બચ્યું જેમ વાનરીને વળગીને રહે તો સુખ પામે છે, તેમ ગુરુને વળગીને રહેનારો શિષ્ય પણ આગમના ભાવ પામે છે. એ જ રીતે ગુરુએ કોઈ કાર્યભાર, જવાબદારી સોંપી હોય કે પોતે સ્વીકારી હોય, તે પછી પોતાની ગમે તેવી પરિસ્થિતિ સર્જાય તે છતાં જે તે કાર્યને ન છોડે પણ જે રીતે પૂર્ણ કરવાનું હોય તે રીતે પૂર્ણ કરીને જ રહે તેને પણ અમુકી” કહેવાય. ગુરુએ જે આરાધનાસાધના કરવાની કહી હોય તેને ગમે તેવી વિષમ સ્થિતિમાં પણ પાર પાડે પણ અધૂરી ન મૂકે તેને “અમુકી' કહેવાય. આ ગુણ પણ તમારે સૌએ કેળવવાનો છે. સભાઃ એક આગમનું અધ્યયન કરવા માટે આટલી બધી લાયકાત કેળવવી પડે ?
આગમ એ કાચો પારો છે. ગમે તેવી વ્યક્તિ એ પચાવી ન શકે. એ માટે ઘણી ઘણી લાયકાત કેળવવી પડે. અહીં બતાવી ગયો તેટલી જ નહિ, આ સિવાય પણ બીજી ઘણી બધી લાયકાત કેળવવાની છે. માટે જ હવે ચોથા ગુણની વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org