________________
૩ - આવાટાંગ આત્મસિદ્ધિનો મહાગ્રંથ છે ! 3 |
- વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૪, રવિવાર, તા. ૨૮-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા
• આચારાંગ અને સૂયગડાંગનો સંબંધ :
- સૂયગડાંગની રચના શા માટે ?
વિષયઃ આત્માની વિવિધતા શાથી? શ્રી સૂયગડાંગ સૂત્ર આગમનું વર્ણન કરતાં પહેલાં એનો પ્રથમ આગમ સૂત્ર શ્રી આચારાંગજી સાથેનો સંબંધ બતાવવો જરૂરી થઈ જાય છે. આ નાનકડા પ્રવચનમાં ખૂબ જ ટુંકાણમાં છતાંય સ્પષ્ટ શબ્દોમાં પ્રવચનકારશ્રીજીએ આ સંબંધ બતાવી આપ્યો છે. એમણે અહીં જણાવ્યું છે કે શ્રી આચારાંગજીમાં આત્માની સિદ્ધિ એટલે આત્મચેતવ્યનો ધબકાર સિદ્ધ કરી આપ્યો છે તો સૂયગડાંગજી સૂત્રમાં આત્મામાં દેખાતી વિવિધતા કયા કારણે છે? - તેનું મૂળ શોધી બતાવ્યું છે. એ મૂળ છે જીવોનાં પોતપોતાનાં વિધવિધ કર્યો. કર્મરૂપી બંધનને ઓળખીને તોડવા માટે જ શ્રી સૂયગડાંગજી સૂત્રની સંરચના થઈ છે.
પ્રવચનનું પ્રતિબિંબ * જૈનાગમોમાં પરસ્પરના સંબંધ વગરનું કશું જ હોતું નથી. જે પણ કહેવાયું છે
કે કહેવાય છે, તે બધું જ કોઈને કોઈ અપેક્ષાએ એક-બીજા સાથે સંબંધિત હોય છે. * જો આત્માને કર્મનાં બંધન વળગ્યાં ન હોત તો વિષમતાઓ ન હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org