________________
૪૧
―――
૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? – 4
સભા : પાપો ભગવાનને કહી દઈએ તો ન ચાલે ?
ના, એ ન ચાલે એ સૌથી છેલ્લો માર્ગ છે. જ્યારે એ પૂર્વેના ગીતાર્થ સદ્ગુરુની પ્રાપ્તિ વગેરે કોઈ સંયોગ ન હોય ત્યારે છેલ્લા વિકલ્પની એ વાત છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ અક્ષરોમાં ‘યમાવે તનમાવે તેના અભાવમાં, એમ લખેલ છે. એટલે પૂર્વ પૂર્વમાં બતાવેલા આચાર્યાદિ ગીતાર્થો ન મળે ત્યારે જ પછી પછીના વિકલ્પો અપનાવવાના હોય છે. આવા છેલ્લા વિકલ્પને તમે પહેલા જ વિકલ્પ તરીકે અપનાવવા માંગો એમાં તો તમારા માન-કષાયનું પોષણ છે, એનાથી આત્મા શુદ્ધ ન થાય.
41
‘જે વિધિપૂર્વક આલોચના કરે છે તે નિઃશલ્ય થાય છે. આવા શુદ્ધ આત્માના રાગ-દ્વેષ અનુબંધ વિનાના અને નિરવઘ બને છે. એને શુભકાર્યોથી તુષ્ટિ થાય છે, એના પુણ્યની પુષ્ટિ થાય છે અને એના પાપની સંશુદ્ધિ થાય છે.' એમ સૂરિપુરંદરશ્રીજી ભારપૂર્વક જણાવે છે.
આ રીતે આલોચના પછી બીજા નંબરમાં વિનય આવે છે.
૨ - વિનીત : બીજા નંબરે કહ્યું કે આગમ શાસ્ત્રનું અધ્યયન કરનાર વિનીત જોઈએ. જે વિનયવાળો હોય તેને વિનીત કહેવાય.
આલોચના લઈને શુદ્ધ થયેલો સાધક પણ જો વિનીત હોય તો જ તેને આગમ શાસ્ત્રનું અધ્યયન કરાવી શકાય. જો તે અવિનીત હોય તો તેને આગમ શાસ્ત્રોનું અધ્યયન ન કરાવી શકાય. આ વાતને સ્પષ્ટ કરતાં ‘શ્રી વિશેષાવશ્યક ભાષ્ય'ની ગાથા ટાંકતાં ચૂર્ણિકા૨ મહર્ષિ જણાવે છે કે -
Jain Education International
'आलोयण सुद्धस्स वि, देज्ज विणीयस्स णा विणीयस्स । ण हि दिज्जति आभरणं, पलियत्तियकण्णहत्थस्स ।। ३४०१ ।।' ‘આલોચના કરીને શુદ્ધ થયેલ પણ વિનીત હોય તો જ તેને (આગમનું) અધ્યયન કરાવવું, અવિનીતને નહિ. જેના હાથ અને કાન કપાઈ ગયા હોય તેને (પહેરવા માટે) આભરણ-અલંકાર અપાતા નથી.'
આલોચના કરીને શુદ્ધ થયા પછી પણ વિનીત બનવું બહુ જ જરૂરી છે, જે પોતાના માન-કષાયને જીતે તે જ વિનીત બની શકે છે. બાર પ્રકારના તપમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org