________________ અબુલ ફઝલા આ ગ્રંથના પ્રારંભમાં અને દર 100 સૂર્યના નામ પછી શેખશ્રીઅબુલફઝલકારિતામાં એવો ઉલ્લેખ આવે છે. એટલે આ ગ્રંથની રચનામાં આ શેખનો પણ કંઇક સહયોગ અવશ્ય રહ્યો જણાય છે. આ ગ્રંથના પ્રારંભમાં ઉલ્લેખ છે એ જોતાં એમ લાગે છે કે સૂર્યના નામો અકબરની રુચિ મુજબના વર્ણાનુક્રમે ગોઠવવાનું કામ અબુલ ફઝલે કર્યું છે. , ‘આઇને અકબરી” અને “અકબરનામાં’ નો આ લેખક અકબરનો અંગત માણસ હતો અને ભાનચંદ્રજીનો પણ ઘણો નિકટ હતો. શ્રી ભાનુચંદ્રજીને ઉપાધ્યાય પદવી લાહોરમાં અપાઇ. ત્યારે આ શેખે 600 રુપૈયા અને 1008 ઘોડાનું દાન કરેલું. ભાનુચંદ્રજી પાસે ષડ્રદર્શન સમુચ્ચય’નું અધ્યયના પણ શેખે કર્યું છે અને એની નોંધ પણ એ કરતો. એવું “ભાનુચંદ્રચરિત’માં જણાવ્યું છે. " શ્વેતાંબર મુનિઓના નિકટના પરિચયના કારણે અબુલ ફઝલે શ્વેતાંબર સમુદાય વિષે લખ્યું છે, તે વાસ્તવિક છે. જયારે દિગંબર સંપ્રદાય વિષે એને ખાસ પરિચય ન હતો. અબુલ ફઝલે અકબરના રાજયવહીવટ અને એની રાજકીય ચર્ચા મંત્રણાઓની વિગત એના ઉક્ત ગ્રંથમાં આપી છે. એટલે એ વહીવટી અધિકારી હોય એમ લાગે છે. વળી એ યુદ્ધકલાનો પણ નિષ્ણાત જણાય છે. જયારે અકબરનો પુત્ર મુરાદ રણમેદાનમાં મુશ્કેલીમાં મુકાયો ત્યારે અકબરે એની મદદે અબુલફઝલને મોકલેલો. અને એને મુરાદના મૃત્યુથી સૈન્યને નષ્ટ-ભ્રષ્ટ થતું રોકેલું એટલે અકબરે એને ‘દલથંભન’ બિરુદ આપેલું. સહસ્ત્રનામ સંગ્રહાત્મક કૃતિઓ પૂજનીય તત્ત્વોના હજાર નામોના સંચય સ્વરૂપ કૃતિઓની 20