________________ ગ્રંથનું અવલોકન કરતાં સ્પષ્ટ જણાય છે કે- ગ્રંથકાર વ્યાકરણ, ધાતું-પાઠ, નામમાલા વગેરેના પ્રકાંડ પંડિત છે. અન્ય દર્શનોના ગ્રંથનું પણ વિશાળ જ્ઞાન ધરાવે છે. ગ્રંથકારે ગ્રંથના નામોલ્લેખ પૂર્વક અને કયારેક ઉલ્લેખ કર્યા વિના ઘણાં અવતરણો પોતાની વાતના સમર્થનમાં રજૂ કર્યા છે. મેદિની વગેરે શબ્દકોશોના અવતરણો (પૃo 2 વગેરે) તો આપ્યા જ છે પરંતુ કૃષ્ણના ઉપાસકોના મતે અમુક શબ્દનો અર્થ આવો છે અને સૂર્યના ઉપાસકોના મતે આવો છે આવી ઝીણવટ ભરી રજૂઆત કરી છે! (પૃ૦ 2) એક શબ્દની વ્યુત્પત્તિ કોઇ એક પ્રકારે કરીને ગ્રંથકારે સંતોષ લીધો નથી પરંતું યતા કરી જુદી જુદી અનેક રીતે તે તે શબ્દની વ્યુત્પત્તિ કરી બતાવી છે. એવું જણાય છે કે ગ્રંથકારે રચેલા અને અબુલ ફઝલે ગોઠવેલા સૂર્યના નામોને ભાનુચન્દ્રગણિએ લખવાનું કાર્ય ચાલુ કર્યું હોય એ દરમિયાન નવા નવા સૂર્યનામોનું સંકલન પણ ચાલુ હોય. એટલે પાછલ થી આવેલા નામોને તે-તે સ્થલે સમાવવામાં આવ્યા હોય, આ કારણે નામની સંખ્યામાં પણ વધારો થયો હોય અને કેટલાક નિયમોમાં અપવાદ લેવો પડયો હોય. .. * દાખલા તરીકે 398મું નામ ભવદ્યોત અને 399મું ભૂષ્ય આ. પછી આવેલું ભૂપતિ ને આ બે વચ્ચે ગોઠવવામાં આવ્યું છે પરંતુ આના કારણે સંખ્યામાં એકનો વધારો થયો. 197 પછી પણ આવું એક ઉમેરણ છે. લાદિ 11 ના બદલે 12 છે. દરસો. નામે પ્રશસ્યાત્મક લખાણ જે આવે છે તે લખાણ અને આગળનું લખાણ આ પૂર્વે નિશ્ચિત થયું હશે એવું અનુમાન થાય છે. આવા ઉમેરા સિદ્ધિચંદ્રજીના સંપાદકીય જેવા પ્રારંભિક લખાણ થયા પછી પણ થતાં રહ્યા હશે જેથી બન્ને વચ્ચે 27