Book Title: Sursundari Charitra Part 02 Author(s): Ajitsagarsuri Publisher: Mahudi Swetambar Murtipujak Trust View full book textPage 8
________________ પ્રકાશકીય શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટને સ્વપરમ પૂજ્ય, શાસન પ્રભાવક પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. વિરચિત સંસ્કૃત ચરિત્ર ગ્રન્થ તથા ગુજરાતી ચરિત્ર ગ્રન્થને પુનઃ પ્રકાશિત કરવાનું પુણ્યમયી કાર્ય કરવાને મહાન અનુપમ લાભ મળે તે માટે આજે અવર્ણનીય આનંદ અનુભવે છે. “ભીમસેન-ચરિત્ર'ની ત્રીજી આવૃત્તિનું પ્રકાશન કર્યા પછી ટુંક સમયમાં જ “સુર-સુંદરી ચરિત્ર” ગ્રન્થને સાહિત્ય રસીક જનતા સમક્ષ રજૂ કરી “એક કદમ આગે બઢાવતા સવિશેષ આનંદ થાય, તે સ્વાભાવિક જ છે. તદુપરાંત હવે પછી “અજિતસેન–શીલવતી' સંસ્કૃત–પ્રન્ય ટુંક સમયમાં જ પ્રકાશીત કરીશું. તેમજ “શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર' ભા. ૧-૨ ગુજરાતી પુસ્તકનું મુદ્રણ કાર્ય ચાલુ છે, જે થોડા સમય પછી પ્રકાશીત થશે. શ્રી કુમારપાલ ભૂપાલ-ચરિત્ર' ગુજરાતી ગ્રન્થ તથા “શ્રી ચંદ્રરાજ-ચરિત્ર' સંસ્કૃત પ્રતનું પ્રકાશન કરવા અમો કૃતનિશ્ચયી છીએ......... અનન્તાન્ત પરમ તારક, પરમ ઉપકારક શ્રી તીર્થકર જિનેશ્વર પરમાત્માના પરમ કલ્યાણકારો શાસનમાં જિનાજ્ઞાસાર ગર્ભિત, વૈરાગ્યરસ વહેતી ધર્મકથાઓમાં આત્માને રસ તરબોળ બનાવી જિનવાણીમાં પરમ શ્રદ્ધાનું ઉભાવન કરી, સમ્યગ-જ્ઞાન યુક્ત શુદ્ધ ચારિત્રનું આલંબન પ્રાપ્ત કરી સંસારવતી દરેકે દરેક છ સત્ય સુખના સ્વામી બને,Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 436