Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha Author(s): Vallabhdas Tribhuvandas Gandhi Publisher: Jain Atmanand Sabha View full book textPage 6
________________ પુરૂષ ધર્મની અવગણના કરે છે તે અત્યંત દુઃખી થઈને કપિલની જેમ ભવસાગરમાં ચિરકાળ પરિભ્રમણ કરે છે. જે સિદ્ધદત અને કપીલની આ ગ્રંથમાં ત્રીજી કથા તરીકે શ્રીમાન મુનિ સુંદરસૂરિજીએ આપેલ છે. જેમાં અનેક ઉપદેશક હકીક્ત આપી આ કથાને ખરેખરી સુબેધક રીતે જણાવી છે. અદત્તાદાનના પરિહારાદિક શ્રાવકધર્મ—દેશ વિરતિથી સિહદતને મળેલ અતુલ સુખ અને છેવટે મેક્ષ તેમજ કપિલને ધર્મ વિરાધનાથી પ્રાપ્ત થયેલ અસહ્ય દુઃખ આ કથાથી જાણી, શુદ્ધ આહંત ધર્મ આરાધવાના પ્રયત્ન માટે ઉપદેશ આપી આ કથા ઉત આચાર્ય મહારાજે પૂર્ણ કરી છે. સુમુખ કૃપાદિ ચાર મિત્રની કથા–આ ગ્રંથના છેવટના ભાગમાં થી કથા તરીકે આપવામાં આવેલી છે. સુમુખ પાદિ ચાર મિત્રો કે જે પૂર્વભવમાં મણિમય દેશમાં મહુવતી નામની ગરીમાં એક સુસ્થિત નામનાયકહતે; તેના ચાર નોકર સુંદર, મદાર, મંગળ, અને સુભગ નામે હતાં તેમાં સુંદરે તે ભવમાં સુત્રતાચાર્ય નામના મુનિને અન્ય ગૃહસ્થને વંદન કરતા જોઈ, તેણે પણ વંદન કર્યું, જેથી તેના ઉપર દયા લાવી તે મહાત્માએ તેને ધર્મ સંભળાવ્યું અને ૧ જિનદેવને નિત્ય નમન કરવું, ૨ ચારિત્રધારી ધર્મગુરૂને વંદન કરવું, ૩ પંચ નમસ્કારનું ધ્યાન કરવું અને સ્વદાર સંતોષી થઈ શીલ પાળવું. આ ચાર નિયમે ગ્રહણ કરાવ્યા, જેથી તે સુંદરે તે ભવમાં તે ચાર નિયમાનુ અખંડિત રીતે બરાબર રક્ષણ કર્યું, જેથી તે બીજા ભવમાં સુમુખ નૃપતિ થયો અને તેનું અનુમોદન કરવાથી તથા ધર્મ સહાયથી તેના ત્રણ મિત્રો તેના તે ભાતમાં મિત્રો થયા. આ સુમુખ નૃપાદિ ચાર મિત્રોની કથા ઘણાજ વિસ્તારપૂર્વક, વિવિધ ભાવનાઓથી ભરપૂર આપવામાં આવેલ છે. સુમુખરાજા પિતાના અતુલ પરાક્રમથી જગતને યશમય બનાવી સુખે રાજ્ય કરે છે અને પોતાના પૂર્વભવના મિત્રોને પણ ગ્યપદપર સ્થાપન ક્ય છે; દરમ્યાન તે ત્રણ મિત્રોને અભિમાન થયું કે, આપણી સહાયથી આ સુમુખ રાજ સુખ ભોગવે છે, તે હકીક્ત રાજાને કાને પહોંચતાં પોતાના ભાગ્યની અને પુણ્યની પરિક્ષા કરવા, સ્વાવલંબીપણે તે મિત્રોની શુદ્ધ ઠેકાણે લાવવા દેશાંતરમાં ચારે મિત્રો જઈ પોતાના ભુજબળથી લક્ષ્મી ઉપાર્જન કરી પછી ભેગવવું, તે વિચાર કરી પ્રધાનજનોને રાજ્ય સોંપી સુમુખનુપ તે ત્રણે મિત્રો સાથે વસુધા૫ર વિહરવા લાગે. અનેક સ્થળે ફરતાં ફરતાં પૂર્વકૃત પુણ્ય યોગે-ગ્રહણ કરેલા ચાર નિયમ અબાધિત પાળવાથી ઉપાર્જન કરેલી સુત લક્ષ્મીવડે, ધર્મ આરાધનથી અતુલ લમી રાય વિભવ, સુંદર સ્ત્રીઓ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 110