Book Title: Shatak Pancham Karmgranth
Author(s): Ramyarenu
Publisher: Junadiya S M P Sangh
View full book text
________________
૧૨ વાગે સાધર્મિક ભક્તિનું, તપસ્વીઓનાં તપના પારણાનું પુણ્યમય પાથેય.. બપોરે પૂ. ભાગ્યેશવિજય મ.સા.દ્વારા થતું ષોડશક ગ્રન્થનું તાત્ત્વિક અમૃતપાન અને પૂ. ધુરંધરવિજયજી મ. સા. દ્વારા થતી “શત્રુંજય માહાભ્ય”ની રસભરી વાતોથી ભાવવિભોર હૈયે ઉછળતાં ગિરિરાજ પ્રત્યેની ભક્તિનાં ફુવારા. દર રવિવારે દરેક પૂજ્ય આચાર્ય ભગવંતનું સામૂહિક પ્રવચન..તેમાં ચતુર્વિધ સંઘ-આરાધકોની એક જ સ્થળે ઉપસ્થિતિ...એના દર્શનનો પણ અણમોલ લ્હાવો. સાંજે સંધ્યાભક્તિમાં સહુ તલ્લીન.. તપાયાત્રા...સાંકળી અટ્ટમ, સાંકળી અઠ્ઠાઇ, સાંકળી માસક્ષમણ, ભદ્રતપાદિ અનેકવિધ તપશ્ચર્યા. પૂ. ભાગ્યશવિજયજી મ.સા., ૬ સાધ્વીજી મ, ૪ આરાધકો, લ ૧૧ માસખમણ.. પૂ. ભાગ્યેશવિજયજી મ. સા.ના માસખમણના પારણા દિને પધારેલ ૧૭ આચાર્ય ભગવંત સહ અનેક સાધુ-સાધ્વીજી ભગવંતો દ્વારા અમારું આંગણું ધન્ય બન્યું. અલૌકિક એ પળો દુર્લભ ઘટના બની. વહી જતી ભાવધારામાં વૃદ્ધિ સાથે ઉપધાન તપનાં આયોજનનો લાભ મળ્યો. પૂ. ભાગ્યશવિજયજી મ. સાહેબ વગેરે સાધુ-સાધ્વીજી ભગવંતો અને આરાધકોની તપશ્ચર્યા નિમિત્તે ૬૭ છોડના ઉદ્યાપન સહ પંચાહ્નિકા મહોત્સવ..ચાતુર્માસિક આરાધનાની સમાપ્તિ પ્રસંગે આયોજક પરિવાર તથા આરાધકો તરફથી ૬૮ છોડના ઉજમણા સહ મહોત્સવ તથા ઉપધાનતપની સમાપ્તિ પ્રસંગે માળારોપણ મહોત્સવનો પણ અનોખો લાભ. દિવાળીના છઠ્ઠનું મહત્ત્વ સમજાવતાં પ૧૫ છઠ્ઠ તપનાં આરાધકો...
કા. સુદ ૧૩ની સાંજે આરાધકો તરફથી ભવ્ય સન્માન સમારોહ. 1 કા.વ.૬ના દિને વાવપથક ધર્મશાળા તરફથી વાવમથક સંઘની ઉપસ્થિતિમાં ભવ્ય
સન્માન... કા. સુદ ૧૫ સમૂહ યાત્રા.. ભાવભરી વિદાય... સોનાના શિખર પર રત્નના કળશની જેમ આયોજક પરિવારને સિદ્ધગિરિ ઉપર ઘેટીપાગે દરવાજો અને એક કુંડના ચઢાવાનો લાભ મળ્યો.
ચાતુર્માસમાં આરાધકોની સતત ભક્તિ કરનાર ચાતુર્માસના આયોજક શ્રી સુમતિભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી કમલેશભાઈ, અ. સૌ. મંજુલાબેન, અ. સૌ. હંસાબેન, અ.સૌ. મીનાબેન આદિ પરિવાર.
લિ. ભૂરિબેન ધુડાલાલ પુનમચંદ હક્કડ પરિવાર
આયોજીત ચાતુર્માસ આરાધના સમિતિ

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 488