________________
ઉર્વાંગ આશ્રમથી પ્રારંભ કરી પ્રભાસ સુધી સરસ્વતીના માર્ગ પર એકાવન તીર્થ આવેલાં છે. શ્રીસ્થલ, વાલ્યખિલ્યેશ્વર, બિન્દુતીર્થ, વટેશ્વર, લોહયાષ્ટિ, વગેરે મહત્વનાં છે.
આ સરસ્વતી સંબંધે ગહન મનન ચિંતન તેમજ નિદિધ્યાસનપૂર્વક અભ્યાસ કરી પુરાણોકત, વેદોકત અને શાસ્ત્રોકત પ્રમાણો દ્વારા સરસ્વતી ઉત્પત્તિ વહનમાર્ગ સાથે તીર્થોના ઇતિહાસની મહાનતાને સમજાવવા ખૂબ પરિશ્રમ લઈ ગહન વિષયને સરળ ભાષામાં વ્યક્ત કરવા ગજાનન ભાઈ દવેએ આ ગ્રંથ રચનાનો જે પુરૂષાર્થ કરેલો છે. તે આત્મીયતાપૂર્વક ધન્યવાદ અને આર્શીવાદ રૂપ છે.
આ પ્રકટ કરવાનો તેમનો પુરૂષાર્થ શુભગુણયુક્ત અને મુમુક્ષુ જનો માટે અણમોલ રત્ન સમાન છે.
માતા સરસ્વતી આ કાર્યને યશસ્વી બનાવે.
શુભેચ્છક
નરહરિ શાસ્ત્રી
સિદ્ધપુર.
1-10-94
નોંધ : લેખકના મૂળ હિન્દી લેખન કાર્યના સન્દર્ભે પ્રાપ્ત સંમતિ પત્રનો
ગુજરાતી અનુવાદ.