________________
છે. ભૂતીશ્વરમાં પણ શંકરની ભસ્મનું માહાત્મ છે. ત્રિજુગીનાથ પણ ભસ્મની મહિમા માટે સુપ્રસિદ્ધ છે.
5. રૂદ્રકોટિ :- આ સ્થાનને શ્રીકંઠ દેશ પણ કહે છે. પુરાણ નિર્દેષ મુજબ ભૂતીશ્વરથી દક્ષિણ-પશ્ચિમમાં આ સ્થાન છે. દક્ષ પ્રજાપતિ અહીં યજ્ઞ કરેલાનો ઇતિહાસ આ સ્થાન સાથે સંકળાયેલ હોઈ યજ્ઞ-ધ્વંશ માટે અહીં આવેલ રૂદ્રોની કોટિ અહીં વસેલી હોઈ તે રૂદ્રકોટિ તરીકે ઓળખાય છે. હાલના નકશામાં દિશા નિર્દેષને જો પ્રમાણભૂત ગણવામાં આવે તો અહીં રૂદ્રપ્રયાગ આવેલ છે.
6. કુરુક્ષેત્ર :- આ સ્થાન હાલના હરિયાણા રાજ્યમાં આવેલ છે. ત્યાં જવા માટે દિલ્હીથી અંબાલા જતી રેલ્વે લાઈન છે. દિલ્હીથી સડક માર્ગ પણ છે. અહીં સ્થાણેશ્વર, કરુક્ષેત્ર વગેરે આવે છે. સ્થાણેશ્વર નગરના પ્રાચીન અવશેષો અહીં જોવા મળે છે. અહીં સરસ્વતી સરોવરમાં ઝૂરે છે. સ્થાણુ એટલે મહાદેવ. મહાદેવના નામ ઉપરથી સ્થાણેશ્વર નામ પડેલું છે. ચીની મુસાફર હ્યુએન સંગ, અબુબ ફઝળ, અને અલ્બરૂની જેવા ઇતિહાસકારોએ કુરુક્ષેત્રની સરસ્વતી પ્રત્યે લોકભાવના અને સ્થાણેશ્વરની યશોગાથાના વર્ણન નોંધેલા છે. સૂર્યગ્રહણ જેવા વિશેષ પર્વોએ તો અહીં પ્રાચીન કાળથી સરસ્વતી સ્નાન માટે લાખો લોકો એકત્ર થતા હોવાના વર્ણનો મળે છે. હાલ થાય પણ છે.
7. વિરાટનગર :- કુરુક્ષેત્રમાંથી સરસ્વતી ઘાઘરા (ઘરઘરા) નદીને મળી સમુદ્ર જેવું વિશાળરૂપ ધારણ કરી પતિયાળાના રણમાં લુપ્ત થાય છે એવાં અનેક વર્ણનો છે. પતિયાળાના રણમાં લુપ્ત થયેલ અલ્વરને માર્ગે વિરાટનગરમાં પુન: દેખા દે છે. વિરાટનગર દિલ્હીથી દક્ષિણે લગભગ એકસો માઈલ તેમજ જયપુરથી ઉત્તરમાં ચાલીશ માઈલ દૂર આવેલું છે. આ પ્રાચીન નગરના ઉલ્લેખો મહાભારતમાં ખૂબ છે. વિરાટનગર પાસે ગોપાયન પર્વત ગોપાયન દેવીના નામથી ઓળખાય છે. હકીક્તમાં તો હરિયાણા સુધી વિસ્તરેલ અરવલ્લીનો જ એક ભાગ છે. આ પર્વત ઉપર 60 ફુટ સમચોરસ અને પંદર ફૂટ ઊંચી એક ગુફા ભીમગુફાના નામે ઓળખાય છે. આ વિસ્તાર તાંબાની ખાણો માટે સુપ્રસિદ્ધ છે. ઇતિહાસ નોંધે છે કે આ બધાં નગરો મહમદ ગઝનીના હાથે નાશ થયેલાં છે. જયંતિસરોવર વિ. અહીં આવેલાં
8. પુષ્કરજી :- આ સ્થાન રાજસ્થાનમાં અજમેરથી દસ કિ.મી. જેવું દૂર આવેલ છે. આ સમસ્ત વિસ્તારને પુષ્કરારણ્ય કહે છે. પ્રસિદ્ધ પ્રાચીન તીર્થક્ષેત્ર છે.
9. નન્દા-સરસ્વતી :- પુષ્કરારશ્યમાંથી ખજુરિયનમાં સરસ્વતી વહે છે. અહીં નન્દાસરસ્વતી તરીકે સુપ્રસિદ્ધ છે.
10. મેરુપાદ ક્ષેત્ર :- રાજપૂતાનામાંથી સરસ્વતી મેરૂપાદ ક્ષેત્રમાં આવે છે. આ ક્ષેત્રમાં આરિપેણ, માતુકાતીર્થ, મર્કટતીર્થ, અનટક તીર્થ વિ. ઘણાં નાના-મોટાં તીર્થોનું વર્ણન છે.
11. મોક્ષેશ્વર :- અનરકતીર્થ પછી સંગમેશ્વર થઈ સરસ્વતી મોક્ષેચર આવે છે. સંગમેશ્વરમાં યોજની નદીનો સંગમ થાય છે. મોક્ષેશ્વર ગુજરાત રાજ્યમાં આવેલું
પ૪