________________
આયુર્વેદના મત પ્રમાણે રોટલી-રોટલો, ભાખરી, લાડુ જેવા કોઈપણ કઠણ પદાર્થો એકલાં જ ખાવાં ખૂબ હિતાવહ છે. આ પદાર્થો એકલા જ ખાવાથી સારી રીતે ચવાઈ પછી ઉતારવાનું સરળ રહેશે. આ પદાર્થો સાથે દાળ-વિ. ખાવાથી સારી રીતે ચવાયા પહેલાં જ અંદર ઉતરી જવાનું જોખમ રહેલું છે. દાળ ભાતે સાથે ખવાય. સારી રીતે ચાવીને જ ઉતારવું શ્રેષ્ઠ છે. અંગ્રેજીમાં કહેવત છે કે ‘Eat milk and drink food." પીવાય એવો રસમય બનાવી ખોરાક ખાવો અને પેય પદાર્થો ઘૂંટડે ઘૂંટડે ધીરે-ધીરે ઉતારવા. આ તેનો સાર છે. દૂધ ને પાણી એકજ ધારે ગટગટાવી જવું હિતાવહ મનાયેલું નથી.
ભોજન સમયેનાં વસ્ત્રોનું પણ આગવું સ્થાન છે. આજકાલ એવી ફેશન થઈ પડી છે કે જે-તે પહેરેલાં વસ્ત્રોથી ભોજન તૈયા૨ ક૨વું અને જમવું. બહારના હવામાનમાં પહેરેલાં વસ્ત્રો પ્રદૂષણયુક્ત હોય છે. જ્યારે ભોજન તૈયાર કરવા અને જમતી વખતે પહેરવાનાં વસ્ત્રો પ્રદુષણ મુક્ત હોવા જોઈએ. અબોટીયું એક એવું પ્રદુષણમુક્ત વસ્ત્ર છે જે ઘરના કબાટમાંજ સંઘરાયેલું રહે છે. બહારના વાતાવરણથી મળતા પ્રદૂષણની તેના ૫૨ કોઈ અસર હોતી નથી. સુતરાઉ વસ્ત્રો પ્રદૂષણ જલદી ગ્રહણ કરે છે જ્યારે રેશમી વસ્ત્રમાં પ્રદૂષણથી બકાત રહેવાનો ગુણ સચવાયેલો છે. સંડાસ-બાથરૂમના ઉપયોગ સમયે પહેરેલાં વસ્ત્રો ભોજન તૈયાર કરવા કે જમવા નિષિદ્ધ મનાયેલાં છે.
ભોજનવ્રતમાં સંયમનું જે સ્થાન છે તે દ્રષ્ટિયે અબોટિયું પણ સંયમનું એક સાધન છે. મનને સંયમી બનાવવા તેના જેવું એક પણ સાધન નથી. સાધ્ય માટે યોગ્ય સાધનની પણ જરૂ૨ ૨હે છે. ભોજન માટે સંયમ એ જો સાધ્ય છે તો અબોટિયું એક સાધન છે.
અબોટિયું પહેર્યા વિના તૈયાર કરાયેલું, અબોટિયું પહેર્યા વિના પિરસાયેલું, તેમજ અબોટિયું પહેર્યા વિના ન જમવાનું જો વ્રત અપનાવવામાં આવે તો સંયમનો સંસ્કાર મન પર જાદુઈ અસર ઉપજાવશે. મન સંયમી બનશે.
અંતમાં ભોજન પર મંત્રના પ્રભાવની વાત છેડીયે. ભોજનસમય બોલવાના મંત્રો નીચે મુજબ છે.
1. જમતા પહેલાં અન્નને પ્રણામ કરી બોલવાનો મંત્ર. અન્ન બ્રહ્મા રસો વિષ્ણુર્ભોક્તા દેવો મહેશ્વર ! એવં ધ્યાત્વા તુ યો ભુક્ત સૌંડનદોર્ષેર્નલિખતે '’
ભોજનથી વાત-પિત્ત અને કફ સમપ્રમાણમાં બને તો તે નિર્દોષ છે. વધુ પ્રમાણમાં તે દોષ છે. આ દોષ આ મંત્રથી ન સર્જાય એવી પ્રાર્થના છે. પ્રાર્થના હંમેશ ફળે છે.
ભોજન બાદ બોલવાનો મંત્રો :
1. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતા ।
૮૪