Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 154
________________ શ્રીર વિજ્ઞાન ખુદ પ્રકાશ પાડે છે કે તેનું જમણું અંગ ઉત્પાદકશક્તિ અને ડાબું અંગ પોષણ શક્તિનાં કાર્યો સંભાળે છે. શરીરને પોષણ શક્તિ આપનાર ડાબા અંગમાં હૃદય આવેલું છે. અને આ હૃદયકમળમાં પોષણના નિયંતા દેવ વિષ્ણુ બિરાજમાન છે. શરીરના નિભાવ માટેની ઊર્જા-ઉષ્મા તેઓ ત્યાંથી નખથી ચોટી સુધી પ્રસારે છે. શરીરના જમણા અંગોના કાર્યો દ્વારા ઉત્પાદન થતી ઉત્પાદક શક્તિની છેલ્લામાં છેલ્લી ઉર્જાધાતુ વીર્ય છે. આ સર્જક શક્તિ છે. એક શ૨ી૨માંથી બીજું ઉત્પન્ન કરવાની સર્જકક્ષમતા આ ધાતુ ધરાવે છે અને શિવે તેને જમણા અંગમાંથી ઉત્પન્ન કરી ડાબા અંગમાંથી ઉત્પન્ન કરેલ વિષ્ણુની નાભિમાં સ્થાન આપ્યું છે. વીર્યનું સંચય સ્થાન નાભિપ્રદેશ છે. નાભિનું આ અમૃત સર્જન ક્ષમતા ધરાવે છે. શરીરની પોષણ અને ઉત્પાદક શક્તિઓ ભલે જમણા-ડાબા અંગોનું કાર્ય હોય પરંતુ સમગ્ર શરીરનું નિયંત્રણ તો અંતરિક્ષમાં રહેલા શિવ દ્વારા જ થાય છે. અંતરિક્ષ એટલે મસ્તક. સૌથી ઉપરનું સ્થાન. સૌથી ઉ૫૨ની શક્તિને જીવ કહેવામાં આવે છે. આ જીવ સમગ્ર શરીરનું નિયંત્રણ કરે છે. શરીરના વિભિન્ન અંગોને કાર્યો કરવા પ્રેરે છે. આ અંગે ઉપનિષદમાં મંત્ર આવે છે કે, " વેદો ફેવાલય પ્રો: સીવ: જેવત શિવ: ।'' त्यजेदअज्ञाननिर्माल्यं सोहमभावेन पूजयेत ॥ આનો અર્થ સ્પષ્ટ છે કે દેહ એ જ દેવાલય છે. તેમાં જીવ એજ શિવ કહેવાય છે. વ્યાપ્ત અજ્ઞાનને નિર્માલ્ય ગણી કાઢી નાંખી હું એ જ શિવ છું તેવા ભાવથી શિવની પૂજા કરવી. આ અજ્ઞાન એટલે મોહ-માયા અને મમતાના તામસગુણો ૨જો ગુણ અને તમોગુણ. ભેદદૃષ્ટિ. સૃષ્ટિ રચનાના સિદ્ધાંતની દૃષ્ટિએ ઉત્પન્ન અને પોષણ કરનાર શક્તિઓ મંગળ છે; અને સંહારક શક્તિ અમંગળ છે તેવો ખ્યાલ ખોટો છે. રચનાના આ રહસ્યને સમજવાથી સંહારનું પ્રયોજન વિનાશ માટે નહીં પણ વિકાસલક્ષી છે તે સુત્ર સમજાશે. શિવ તો કલ્યાણસૂચક છે. કલ્યાણ કરનાર શક્તિ કદી અમંગલ હોઈ શકે જ કેવી રીતે ? કેવળ સર્જન અને પોષણશક્તિ કલ્યાણકારી સિદ્ધ થઈ શકે નહીં જ્યાં સુધી તેમાં સંહારનું તત્ત્વ ભળે નહીં. સમગ્ર જીવસૃષ્ટિ જેમાં વૃક્ષ-વનસ્પતિ સૃષ્ટિનો પણ સમાવેશ છે; આ તર્કની પુષ્ટિ કરે છે. અરે, નિર્જીવ દેખતી જડસૃષ્ટિ પણ આ નિયમને જ અનુસરે છે. હિમાલયમાં જો બરફના થરો જામતા જ હોય. પીગળીને તેનો સંહાર જ ન થતો હોય તો પ્રતિવર્ષ હિમાલય અને તેના શિખરો માત્ર ઉંચાઈ જ વધારતા રહે.આ ઉંચાઈ ક્યાં જઈને અટકે તે ખ્યાલ કલ્પનાતીત બની રહેશે. વૃક્ષના નવયૌવન અને નવસર્જનની શક્તિ તેની સંહારક શક્તિની યોજના સાથે જ જોડાયેલ છે. એક વાર ઉત્પન્ન થયેલાં એના એજ પાંદડા, પુષ્પો અને ફળો co

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204