Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 187
________________ છે તેના પિંડ બનાવી તેમાં પિતૃઓનું આવાહન કરી તેમને સંતોષવાનું કાર્ય કરવામાં આવે છે. ફક્ત પશુઓજ આ કર્મોથી વંચિત છે. કારણ તેઓ ભોગ યોનિના વારસદાર છે. મનુષ્ય ભોગ અને મોક્ષ બંને સંપાદનનો અધિકારી છે. એકદ્વાર તીર્થના દૃષ્ટાંતમાં ધનવાન પણ વ્યવહારિક બુદ્ધિવાળા મનુષ્યો તેમાં અતિરેકના દર્શન થશે. પરંતુ દીર્ઘ દ્રષ્ટિથી સમીક્ષા કરતાં મનમાં સમાધાન થશે કે કોઈપણ વ્રત પાલન માટે નિયમના દૃઢ નિર્ધાર વિના તેનું માહાત્મ્ય અપૂર્ણ રહેશે. અપૂર્ણ કાર્ય કદી પૂર્ણ સફળતાને વરી શકે નહીં. મનુષ્યને તમામ પ્રકારની આસક્તિઓના બંધનમાંથી મુક્ત કરવા માટે દાનવ્રતનો મહિમા બતાવેલો છે. આસક્તિઓના બંધનથી આમૂળ મુક્ત બન્યા સિવાય દાનવ્રતનો યથેષ્ટ અધિકારી બની શકાતું નથી. દાન દેવામાં અડચણરૂપ જો કોઈ મુશ્કેલી હોય તો તે માયાજન્ય આસક્તિ ભાવ જ છે. ધનકેતુની પ્રબળ દાનવૃત્તિથી જ ખૂદ ઇન્દ્ર અને ધર્મરાજા દંગ થઈ ગયા હતા. દાનવ્રતની આવી અસાધારણ ટેકને નિહાળી તેઓ તેને સ્વર્ગમાં લઈ જવા તત્પર બન્યા હતા. આ પ્રસંગે ધનકેતુએ મુરબ્બીઓ પ્રત્યેની સભાન કર્તવ્યપરાયણતાનો આદર્શ જ્યારે રજુ કર્યો ત્યારે તો પ્રભાવિત ઇન્દ્ર અને ધર્મરાજા સર્વ મંડળી સાથે તેને સ્વર્ગમાં લઈ જવા આતુર બન્યા. બિન્દુ તીર્થમાં તો તપ એટલે પુરુષાર્થ બળનું દર્શન થાય છે. તપ એટલે લક્ષ્ય પ્રાપ્તિ માટે અચ્યુત ઝઝુમવું. કર્દમના અચ્યુત તપને લઈ સ્વયં અચ્યુત (વિષ્ણુ) તેની સન્મુખ ઉપસ્થિત થયા હતા અને સમવાયિત્વ સ્થાપ્યું હતું. અચ્યુત વિષ્ણુનું એક નામ છે. અચ્યુત બન્યા સિવાય વિષ્ણુપદ પ્રાપ્ત ન થઈ શકે. અચ્યુત બળને લઈને કર્દમના વીર્યથી અવતરવા વિષ્ણુએ પણ પ્રસન્નતા વ્યક્ત કરી વચન આપેલું હતું. અચ્યુત એટલે ચ્યુત (ચલિત) ન થવું. ૮૧. મહિના પ્રમાણે ઉત્સવો નોંધ : પ્રત્યેક મહિને શુક્લ પક્ષની બીજે ચન્દ્રદર્શન વ્રત આવે છે. ફ ભાદરવા સુદ ચોથનું ચન્દ્રદર્શન નિષેધ ગણાવેલું છે. પ્રત્યેક મહિને કૃષ્ણ પક્ષમાં ચન્દ્ર-દર્શન સંકષ્ટ ચતુર્થી વ્રત આવે છે. એવી જ રીતે પ્રત્યેક માસમાં બંને પક્ષમાં એકાદશી તેમજ તેના બાદ પ્રદોષ વ્રત આવે છે. શિવરાત્રી વ્રત કૃષ્ણપક્ષમાં જ આવે છે. પ્રત્યેક માસે સુદમા દુર્ગાષ્ટમી અને વદમાં કાલાષ્ટમીના વ્રત આવે છે. અષ્ટમી જો બુધવારે હોય તો સુદમાં બુધાષ્ટમી તરીકે ઓળખાય છે. સંકષ્ટ ચતુર્થી મંગળવારે હોય તો અંગારકી તરીકે ઓળખાય છે. કાર્તિક શુક્લપક્ષ : નૂતન વર્ષ અન્નકૂટ, ગોપાષ્ટમી, કુષ્પાન્ડનવમી, વિઠ્ઠલ નવરાત્ર, વિષ્ણુ પ્રબોધોત્સવ, તુલસીવિવાહ, વૈકુંઠ ચૌદશ, ત્રિપુરારી પુનમ, કાર્તિક ૧૩૦

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204