Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna
View full book text
________________
આષાઢમાસ કૃષ્ણપક્ષ : અશૂન્યશયનવ્રત, લો. તિલક જયંતિ, કામિકા એકાદશી, દીપપુજા (દિવાસો).
શ્રાવણમાસ શુક્લપક્ષ : નક્તવ્રત પ્રારંભ, બૃહસ્પતિ પુજન, સંપત શુક્રવાર - જીવન્તિકા પુજન વ્રત, અશ્વત્થ - મારુતિ શનિપુજન પ્રત્યેક શનિવારે, વિનાયકવરદ - નાગ ચોથ, પ્રત્યેક રવિવારે આદિત્ય પુજનયોગ, સોમવાર વ્રત, મંગલાગૌરીવ્રત, પ્રત્યેક શુક્રવારે વરદમહાલક્ષ્મી પુજનવ્રત, પુત્રદા એકાદશી, શિવમૂઠ, મગ તલનો પ્રયોગ, શાકવ્રત સમાપ્તિ, દીર્ઘવ્રતારંભ, રક્ષાબંધન, યજ્ઞોપવિત શ્રાવણી, વેદમૂર્તિ ભગવાન જિલ્લેશ્વર જયંતિ, હયગ્રીવોત્પતિ દિન, બુધ-પુજનયોગ- પ્રત્યેક બુધવારે, પ્રત્યેક ગુરુવારે બૃહસ્પતિ યોગ,
શ્રાવણમાસ કૃષ્ણપક્ષ : કૃષ્ણ નવરાત્ર, શિવમૂઠ, મગ, (મગપ્રયોગ,) જન્માષ્ટમી, જ્ઞાનેશ્વર જયંતિ, વાસુદેવાનંદ સરસ્વતી જયંતિ, શિવમૂઠ-જવપ્રયોગ, અજા-એકાદશી, (બુધ- ગુરુ, આદિત્ય, જીવંતિકા, મંગલગૌરી, આખો મહિનો પુજા ક્રમ છે) શિવમૂઠ-પુજા પ્રયોગ સોમવાર અને પ્રદોષ શિવરાત્રીનો છે. નાગપાંચમ, શિયાળસાતમ,
ભાદ્રપદમાસ શુક્લપક્ષ : નક્તવ્રત સમાપ્ત, શ્રીગણેશનવરાત્ર, સામશ્રાવણી, વરાહજયંતિ, હરિતાલિકા ત્રીજ, વિનાયક ચતુર્થી (પાર્થિવ ગણેશ પૂજા) ચન્દ્ર દર્શનનિષેધ, રૂષીપાંચમ, વેદદિન, જૈનસંવત્સરી, સૂર્યષષ્ઠી, સ્કંદદર્શન, મુક્તાભરણવ્રત, પરિવર્તીની એકાદશી, વામન દ્વાદશી, પયોવ્રત આરંભ, દધિવ્રત સમાપ્તિ, અનંત ચૌદશ, ભાગવત સપ્તાહ સમાપ્તિ, સુદર્શનોત્પત્તિ - પુજા દિન ફલ્યુસ્નાન આરંભ, ઉમામહેશ્વર-મગ પૂજા.
ભાદ્રપદમાસ કૃષ્ણપક્ષ : મહાલય આરંભ (શ્રાદ્ધ પક્ષ) જ્ઞાનેશ્વરી-જયંતિ, ગાંધીજયંતિ, માધ્યાવર્ષ શ્રાદ્ધ, અવિધવાનવમી, ઇન્દિરા, એકાદશી, - મધાશ્રાદ્ધ, સન્યાસિ શ્રાદ્ધ બારસ, શસ્ત્રહિત શ્રાદ્ધ ચૌદશ, ભરણી શ્રાદ્ધ-ચોથ, સર્વયિત્રી અમાસ, ફાલ્યુસ્નાન પૂર્ણ.
આશ્વિન માસ શુક્લ પક્ષ : શારદીય નવરાત્ર, માતામહ શ્રાદ્ધ, મહાકાલીચંડિકા દેવી પુજન, લલિતપંચમી, તુલા સંક્રાતિ, સરસ્વતી પાર્થિવપુજન પ્રારંભવિસર્જન (છઠથી આઠમ) મહાલક્ષ્મીવ્રત, મહાલક્ષ્મી, ખંડે નવમી (મહાનવમી) વિજયાદશમી, શમીપુજનમહત્ત્વ, અપરાજિતા-શક્તિપુજન, બૌદ્ધ જયંતિ, મધ્વજયંતિ, પાશાંકુશા- એકાદશી, પ્રયોવ્રત સમાપ્ત, દ્વિદલવ્રત આરંભ,કોજાગરી પુજા-ચન્દ્રની, લક્ષ્મીઇન્દ્ર પૂજન, કાર્તિક સ્નાન આરંભ, વાલ્મિકી જયંતિ,
આશ્વિનદાસ કૃષ્ણપક્ષ: કરક ચતુર્થી, લક્ષ્મી નિસારણ નિમિત્તે લક્ષ્મીનારાયણ પૂજન પૂજા-પાઠ વિધિ, નક્તભોજન, રમા એકાદશી, ગોવત્સ બારસ, ધનતેરસ, યમદીપદાન, ધન્વતી પૂજન, બ્રહ્મપૂજા (પીંપળા) નરક ચૌદશ, અત્યંગસ્નાનદીપાવલી, યમતર્પણ, ગોવર્ધન પૂજા.
૧૩૨

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204