Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 197
________________ વધે છે. આ બાલ્યાવસ્થા અને યુવાની કહેવાય છે. જરાવસ્થાનું સર્જન પ્રદાન ક્રિયાની અધિક્તાને આભારી છે. જેમ આવક વધે અને ખર્ચ ઘટે તેમ પેઢી તરે છે અને આવક ઘટે અને ખર્ચ ન વધે તો પેઢી ડૂબે છે. આ પ્રકૃતિનો સનાતન નિયમ છે. આ નિયમ મુજબ શરીરમાં વિષ્ણુની વૈષ્ણવી શક્તિ સર્જા 13. વેદોચ્ચાર સમયે, પૂજા સમયે, દેવકાર્ય પ્રસંગે, માધુકરી સમયે, દોડતી વખતે, મૈથુન સમયે, મળમુત્ર વિસર્જન સમયે, સ્નાન વખતે, કથા-શ્રવણ સમયે, કોઈને સાંભળવાના સમયે, પ્રશંસા શ્રવણે અને શ્રાદ્ધક્રિયા વખતે મૌનનું વાતાવરણ સર્જે. 14. અનાયાસ પ્રાપ્ત ભોગમાં સંતોષ અને અપ્રાપ્ય પદાર્થોની લાલસાઓના ત્યાગમાંથી જ વૈરાગ્યરૂપી વૃક્ષ જન્મે છે. વિકસે છે. 15. શાસ્ત્રોક્ત લક્ષ્મણ રેખાઓ અનુસાર વર્તવાથી મોક્ષનો માર્ગ પકડાય છે. વિષયોના યથેચ્છ ઉપયોગથી જીવ વાસનાઓના બંધનમાં જકડાય છે. વાસનાઓનું બંધન જીવને જન્મ-જન્માંતરના ચક્રવ્યુહમાં ખેંચી જાય છે, નિર્વિષય મન જ મુક્તિદાયક છે. 16. પ્રશંસાથી જે કાતો નથી. નિદાથી અકળાતો નથી. હર્ષના પ્રસંગે જે ઉન્મત્ત બનતો નથી . એમાં જે સુધબુધ ખોતો નથી એજ સાચો જ્ઞાની છે. પાણીનો આડંબર એ જ્ઞાન નથી. ઉત્તમ આચરણનું પ્રદર્શન એજ જ્ઞાન છે. , 17. જીવનું ઉત્તમ ઘડતર થાય છે : સંયમ અને સદ્ભાવના વ્યવહારથી, દેવદર્શનથી, પ્રાકૃતિક સૌન્દર્યપાનની ટેવથી. વાણીની પવિત્રતાથી. સુખ-દુ:ખ, હર્ષશોક, માન-અપમાન, કામ, ક્રોધ, લોભ, મોહના આવરણ સમયે વિવેકબુદ્ધિ કેળવવાથી. 18. પ્રમાદ, આળસ, રોગ, સંશય, અસ્વસ્થ ચિત્ત, અશ્રદ્ધા, ભ્રાંતિ, દુ:ખ, દર્મનસ્ય અને વિષય લોલુપતા – આ યોગ સાધનાનાં દસ વિદ્ગો છે. 19. લાંબુ જીવવું એ મહત્ત્વનું નથી. પણ કેવું જીવાય છે એ જ મહત્ત્વપૂર્ણ તથ્ય છે. આદ્ય શંકરાચાર્યે કહ્યું છે કે ““સો વર્ષ જીવનાર જે કામો ન કરી શકે તે કામો મેં મારી બત્રીસ વર્ષની ઉંમરમાં પૂર્ણ કર્યા છે. માટે હું પૂર્ણ જીવન જીવ્યો છું.” લક્ષ્યપૂર્તિની પૂર્ણતા એજ પૂર્ણ જીવન છે. સમય તો સૌ કોઈ વિતાવતા હોય છે. 20. કાગડા અને કોયલ વચ્ચેનો ફેર તે તેની જીભના કારણે છે. કાગડો કર્કશ વાણી બોલે છે અને વિષ્ટા પણ પ્રેમપૂર્વક ખાય છે. કોયલ મધુર વાણી બોલે છે અને આંબાના મહોર અને ફળ જ ખાય છે. 21. ઉત્તમ પ્રદાન અને પરોપકારી વ્યવહાર એ સફળ જન્મ અવતારનું લક્ષણ છે. આદર્શગૃહસ્થાશ્રમી છે” આ સંતો અને વૃક્ષો તેના ઉદાહરણ છે. 2. પશુઓના પ્રારબ્ધમાં વેઠ, ખૂબ કામ કરે છે, મેળવે છે ઓછું. પરિશ્રમના હિસાબે સુખો નહીં પણ દુખો જ વધુ ભોગવે છે. પ્રારબ્ધ કર્મની ગતિના વિષમ ફળોનું આ જ્વલંત ઉદાહરણ છે: ૧૪૦

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204