________________
તૂર્ત જ કહ્યું કે દુર્વાસાને જમાડવા. દુર્વાસા તો મથુરામાં હતા. વચ્ચે યમુના નદી. ગોપીએ કૃષ્ણને પૂછ્યું કે તે ઓળંગવી કેવી રીતે ?
શ્રીકૃષ્ણે કહ્યું કે નદી પાસે જઈ કહેવું કે જો શ્રીકૃષ્ણ બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપ. ગોપીએ તે પ્રમાણે કર્યું અને માર્ગ મળી ગયો. દુર્વાસાને જમાડી પાછા ફરતી વખતે પણ આ પ્રશ્ન જ નડ્યો. તેણે દુર્વાસાને કહ્યું કે મારે હવે નદી કેવી
રીતે પાર કરવી ?
દુર્વાસાએ ગોપીને કહ્યું કે યમુના પાસે જઈ કહેજે કે જો દુર્વાસા મુનિ ઉપવાસી હોય તો મને માર્ગ આપ. માર્ગ મળી ગયો. પણ ગોપીના મનમાં સંશય જાગ્યો કે આટલું બધુ ખાવા છતાંય દુર્વાસા ઉપવાસી કેમ, અને સતત ગોપિયોના સંગમાં રહેનાર શ્રીકૃષ્ણ બ્રહ્મચારી કેવી રીતે ?
ગોપીએ આ સંશય માટે શ્રીકૃષ્ણને પૂછ્યું. શ્રીકૃષ્ણે કહ્યું કે દુર્વાસા ખાય છે તો ખરા પણ ખાવાના તે પદાર્થોમાં તેમનું મન વાસ કરતું નથી માટે તેઓ સદાય ઉપવાસી છે. માટે જ દુર્વાસા કહેવાય છે. શ્રીકૃષ્ણ ગોપિયોના સંગે રહેવા છતાંય તેમનું મન કામભાવનું સંગી નથી તેથી તે પણ બ્રહ્મચારી છે અનેક ગૃહસ્થી સજ્જનોનાં ઉદાહરણ મળે છે કે સ્ત્રી પાસે હોવા છતાંય મનથી નિસંગીપણાને કારણે તેઓ તેમનું બ્રહ્મચર્ય અક્ષુણ રાખી શકે છે. બધાજ સિદ્ધાંતોનો આધાર મન પર છે. માટેજ શ્રીકૃષ્ણે ગીતામાં અર્જુનને કહ્યું છે કે મન મનુષ્યાળાં વારાં
बन्धमोक्षया
॥
5. એક નાના ગામમાં એક નાની શાળા હતી. માસ્તર ગણો કે હેડમાસ્તર એક જ શિક્ષક હતા. આ શાળામાં ગામના મુખી શંક૨ ૫ટેલનો દીકરો મગન ભણવા જતો હતો.
એક દિવસ શિક્ષક મગનને નિશાળના પગથિયે ઉભા ઉભા મુતરતો જોઈ ગયા. શિક્ષકે મગનને ધમકાવ્યો ને કહ્યું કે આજે તો તારા બાપાને આ કહેવા આવું છું. તારા બાપાએ આવું શીખવાડ્યું છે ?
નિશાળ છુટી એટલે પેલા શિક્ષક રસ્તામાં મુતરી મગનના ઘર તરફ વળ્યા. ! મગનનો બાપ ઘરના ઢાળિયે પૂળા ચઢાવવા ઉપર ચઢ્યો હતો. પૂળા ગોઠવતા ગોઠવતા એકદમ મુતર લાગવાથી શંક૨ પટેલ ઢાળિયા ઉપરથી જ ઉભા ઉભા મુતરતા હતા. માસ્તરે શંકર પટેલને દૂરથી ઢાળિયા પરથી ઊભા ઊભા મુતરતા જોયા. અને તરત પાછા વળી ગયા. કોને કહેવું ? કહેવાનો અર્થ જ ક્યાં છે ? છોકરો પગથિયે ઉભા ઉભા મુતર્યો, બાપ ઠેઠ ઢાળિયે ચઢી મુતર્યો ? અને માસ્તર રસ્તામાં મુતર્યા ! 6. એક સમયે એક વિજ્ઞાન શિક્ષક ઠંડી અને ગરમીની પદાર્થો પર થતી અસરોનો પાઠ શીખવી રહ્યા હતા. સુત્ર હતું. ઠંડીથી પદાર્થ સંકોચાય છે અને ગરમીથી ફૂલે છે. એક ઉદાહરણ આપી શિક્ષકે સમજાવ્યું કે રેલ્વેના બે પાટાઓ જ્યાં ભેગા થાય છે ત્યાં થોડું અંતર એટલા માટે રાખવામાં આવે છે કે ગરમીથી લોખંડ ફૂલે
૧૪૩