Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 186
________________ સામાન્ય અનુભવ એવું કહે છે કે દૂધમાં ઘી રહેલું છે. પણ નજરે જેવાથી, સ્પર્શથી કે ચાખવાથી ઘીનું તત્ત્વ દૂધમાં છે તે સમજાય તેવું નથી. ફક્ત તે સંબંધેના જ્ઞાનથી જ મનુષ્યના મનમાં દઢ પણે અંકાયેલું છે કે તેમાં ઘી છે. અને આ ઘીને જો જુદું તારવી જોવું હોય તો દૂધમાંથી ઘી છુટું પાડવાના પુરુષાર્થયુક્ત જ્ઞાનની જરૂર પડે છે. યોગ્ય જ્ઞાન અને પ્રક્રિયા દ્વારા જ તે દૂધમાંથી મેળવી શકાય છે. બીજું ઉદાહરણ માને છે. બધા જ જાણે છે કે મઘમાખી વનસ્પતિના પુષ્પોમાંથી મઘ મેળવી મધપૂડામાં સંગ્રહ કરી શકે છે. મઘમાખીને આ શક્તિ કુદરતે બક્ષિસ આપેલી છે. પતંગિયા પણ કુલો પર બેસે છે. પણ તેઓ મઘ મેળવી શકતા નથી. તેઓને તો તેના રંગનું જ જ્ઞાન હોય છે. કુલોને રંગ હોય છે, સુગંધ પણ હોય છે, અને તેમાં રસ પણ હોય છે. મઘમાખીને કુલના રંગ કે સુગંધ સાથે વધુ નિસ્બત નથી પણ તે તો પોતાને પ્રાપ્ત શક્તિથી રસના સ્વાદને ચાખે છે. પોતાનામાં રસ એકઠો કરે છે અને મધપૂડામાં તેને ઠાલવે છે. આ રીતે મઘ સંગ્રહ થાય છે. મઘમાખી આ વિશિષ્ટ જ્ઞાનથી મેળવેલ શક્તિ દ્વારા જે મઘસંગ્રહ કરી શકે છે, તેવું જ્ઞાન અને શક્તિ મેળવી કમ સે કમ મનુષ્ય તો કુલમાંથી મઘ મેળવી શકે તેમ નથી. ત્રીજું વ્યવહારિક ઉદાહરણ ઘડિયાળનું છેપ્રત્યેક વ્યક્તિ કાંડા પર ઘડિયાળ બાંધતો હોય છે. તેમાં અનેક યંત્રો હોય છે. યંત્રોના નામ પણ હોય છે અને તેનાં નિશ્ચિત સ્થાન પણ હોય છે, આ ઘડિયાળ બંધ પડવાના પ્રસંગે કોઈપણ બુદ્ધિમાન ભલે તે ગમે તે ક્ષેત્રનો અજેય નિષ્ણાત હોય પણ આ જ્ઞાનથી બીનવાકેફ હોય તો તે તેને ચાલુ કરી શકશે નહીં. આ જ્ઞાન સમ્પન્ન એક સામાન્ય માણસ પણ તેને ચાલુ કરી શકશે. કેવળ બુદ્ધિમત્તાના અહંકારથી જ્ઞાનીપણાનું વ્યક્તિત્વ પૂરવાર કરી શકાતું નથી. પિંડતારક તીર્થમાં પિતામહ યજ્ઞ દ્વારા પિતામહોની સ્થાપના અને તે સ્થાનથી પિંડ ગ્રહણ કરવા બ્રહ્માએ પિતામહોને આપેલ આદેશનું વર્ણન છે. બ્રહ્મા આ પૃથ્વી ઉપરના સર્વપ્રથમ પિતામહ છે. સૃષ્ટિના સર્જનહાર પિતા છે. યજુર્વેદમાં આ સર્જન હાર પ્રજાપતિના વિધાનનું એક ઉદાહરણ આવે છે. તેમાં જે પાંચ પ્રજાઓનું તેમણે સર્જન કરેલું છે. તેમાં પિતૃ એક છે. અસુર, દેવ, મનુષ્ય, પિત, અને પશુ-આ પાંચ પ્રજાઓમાં દેવ-પિતૃ અને પશુ આ ત્રણેને પ્રસન્ન રાખવાનું દાયિત્વ મનુષ્યના કર્તવ્ય સાથે સાંકળવવામાં આવેલું છે. પિતૃઓને પ્રસન્ન રાખવાના પુરુષાર્થને પિંડ પ્રદાન કર્મ કહેવામાં આવે છે. હિન્દુ સિવાય દુનિયાની પ્રચંડ બહુમતિ ધરાવતી અન્ય કોમો જેવી ખ્રિસ્તી-મુસલમાન પણ પિતૃઓની પ્રસન્નતા માટેના વિધિ-વિધાનમાં વિશ્વાસ ધરાવે છે. તફાવત ફક્ત ક્રિયાકાંડોમાં છે. મૃતાત્માપિતૃઓની કબર પાસે બેસી તેમના ધર્મ દ્વારા સૂચવાયેલ દાન-ધર્મના વિધાનો તેઓ પણ આજે આચરે છે. હિન્દુઓમાં અગ્નિસંસાર પદ્ધતિ પ્રચલિત હોઈ કોઈ મુકરર સ્થાન ન હોવાને કારણે મનુષ્યનો પિંડ (દેહ) જેનો બને ૧૨૯

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204