________________
શુષ્ક અરણ્યો ઊભા કર્યા છે, પરિણામે તે વિસ્તારોમાં ધરતી લુખી અને રસહીન બની છે. સૂર્યના કિરણોથી ગરમીનો પારો ઊંચા તાપમાને પહોંચ્યો છે. વૃષ્ટિનું પ્રમાણ ઓછું તેમજ અસંતુલિત બનેલું છે. ધરતીના ભૂગર્ભ જલસ્તરો નિરંતર નીચે ને નીચે ઉતરતાં જાય છે.
ગ્રામ્ય વિસ્તારો કે વનવિસ્તારોમાં જ્યાં આ વનસૃષ્ટિ પૂરબહાર ખિલેલી હોય છે ત્યાંનું તાપમાન ગરમીના દિવસોમાં પણ મન બહેલાવનારું રહેતું હોય છે. ગ્રીષ્મની પ્રચંડ ગરમીમાં પણ ઠંડા હવામાનનો અનુભવ કરાવવામાં જો કોઈ સૃષ્ટિ સમર્થ હોય તો તે વૃક્ષોની છે. આ સૃષ્ટિ આંખને આનદ અને ઠંડક આપે એવી મનોહર હરિયાળી ચાદર ધરતી પર બિછાવી ધરતીના પ્રાકૃતિક સૌન્દર્યની સજાવટ કરે છે. વૈજ્ઞાનિક વિશ્લેષકોનું મંતવ્ય છે કે એક લીમડાનું વૃક્ષ ગ્રીષ્મઋતુમાં બે એરકન્ડીશન બોક્સ જેટલી શીતળતા વાતાવરણમાં પ્રસરાવે છે.
આ સૃષ્ટિના કારણે વાયુમંડળમાં પ્રાણશક્તિ વિકસે છે. પ્રાણઘાતક વાયુ તત્ત્વોનો સંહાર થાય છે. ભગવાન શિવના સંબંધમાં એક એવું દષ્ટાંત આવે છે કે જ્યારે સમુદ્રમંથનમાંથી હલાહલ વિષ બહાર નીકળ્યું ત્યારે દેવોની પ્રાર્થનાથી મહાદેવે આ વિષને પોતાનામાં ધારણ કરી સમગ્ર અન્ય સૃષ્ટિઓને ઉગારી લીધી છે. સ્વયં વિષપાન કરી સમગ્ર સૃષ્ટિને અમૃત પ્રદાન કર્યું છે.
આ વૃક્ષોને સ્વયંભૂ શિવલિંગ એટલા માટે કહેવામાં આવ્યાં છે કે તેઓ વાતાવરણમાં ઉત્પન્ન વિષ તત્ત્વને પોતાનામાં ધારણ કરી અમૃત સમાન પ્રાણવાયુ તેમજ અમૃત ઉત્પન્ન કરનારા ખાદ્ય પદાર્થોને સર્જી વિશ્વને ભેટ ધરે છે. આ પદાર્થોથી વિશ્વના તમામ જીવો અને સૃષ્ટિ સંચાલનમાં દૈવી પરિબળોને પોષણ મળે છે. આ સૃષ્ટિ સંચાલનના વિવિધ દૈવી પરિબળોનું સંચાલન શક્તિસ્રોત એકમાત્ર શિવશક્તિ છે. માટે શિવના સ્તુતિ-સ્તોત્રોમાં ગાવામાં આવ્યું છે કે “સર્વ મંત્ર માંજો शिवे सवार्थसाधिके'
વૃક્ષોના આ અમુલ્ય માહાભ્યને અનુલક્ષીને હિન્દુ જીવનદર્શનમાં કોઈને કોઈ વૃક્ષને, વૃક્ષના પાંદડાઓને, તેના પુષ્પોને, તેમજ ફળોને ધાર્મિક દૃષ્ટિકોણનો ઓપ આપી બિરદાવવામાં આવેલ છે. પવિત્રતાના અમીરસનું તેમાં સંપુટ પ્રદાન કરી વૃક્ષને પણ વંદન કરવાનો વિધિ દર્શાવેલો છે. માટે જ કહેવાયું છે કે, “ગરવત્થાય નમોનમ:'
બ્રહ્મા-વિષ્ણુ-મહેશની આ ત્રણ અલગ-અલગ શક્તિઓના સ્વરૂપ દ્વારા એક માત્ર શિવ સમગ્ર સૃષ્ટિઓનું સંચાલન કાર્ય જે રીતે બજાવે છે તે કાર્યોના અનુસંધાનમાં તાત્વિક વિવેચના પણ પ્રાસંગિક છે. સામાન્ય નજરે ઘણાને ગપગોળા જેવું લાગે કે શિવે પોતાના જમણા અંગમાંથી બ્રહ્માને પ્રકટ કરી વિષ્ણુની નાભિમાં સ્થાપિત કર્યા. પણ આ તો તત્ત્વ વિવેચનાનો એક સાહિત્યિક પ્રકાર છે. મૂળ ગહન મુદ્દાઓને જન- સામાન્ય માનસ સુધી સ્પર્શાવવા સાહિત્યક્ષેત્રે આવા ઉદાહરણોનો કોઈ તોટો નથી.