________________
સ્વ સમાજની દગાવૃત્તિ અને તિરસ્કારની ભાવનાઓને પણ તેમણે નજરે નિહાળેલી છે. સત્કાર કમ પણ તિરસ્કારના તણખા ખૂબ વેઠેલા છે. ગમે તેવા મજબૂત મનને પણ ડગમગાવી દે તેવા કઠોર દુઃખના દશ્યો પણ મહારાણાની દેશભક્તિને ચલાયમાન કરી શક્યાં નથી. મહારાણાની સ્વદેશભાવના પરાજિત થઈ નથી પણ તેમને પરાજિત કરવા મથતી પરિસ્થિતિ અને પરિબળો સ્વયં પરાજિત થયેલા છે. માટે જ પ્રતાપ અણનમ યોદ્ધો ગણાય છે. | દેશી-વિદેશી તમામ શક્તિઓ પણ જેના મનને હરાવવા કામયાબ થઈ શકી નથી; દુ:ખોના ડુંગરા પણ જે મનને ડોલાવી શક્યા નથી; તે મનનું સંકલ્પબળ અજેય છે. અવિરલ છે. અપૌરુષેય છે.
તેઓએ સ્વયં જ નહીં પણ આ કષ્ટો સપરિવાર વેઠેલાં છે. ધન્ય છે આ પરિવારને. વૈયક્તિક કે કૌટુમ્બિક સુખ એષણાઓમાં જો મહારાણાનું ચિત્ત ફસાયું હોત તો દેશભક્તિનો આ એક ઉજ્વળ ઇતિહાસ જોવા ન મળત. ધન્ય છે આ દેશભક્તિને ! ધન્ય છે તે મનોબળને ! ૦૪. શિખવાનું શું - શિખવવાનું શું ?
– વિવેકાનંદ ભારતીય આધ્યાત્મિક વિદ્યાના પ્રશિક્ષણનું પ્રસારણ વિશ્વમાં સૌપ્રથમ આ યુગમાં જો કોઈએ વિશ્વ- વ્યાપક સ્વરૂપમાં કર્યું હોય તો તેનું સર્વાધિક શ્રેય સ્વામી વિવેકાનંદને ફાળે જાય છે. વિશ્વમાં સૌથી વિશાળ જનસંખ્યા ધરાવતા ધર્મોની શિકાગો પરિષદમાં હાજર થઈ ડંકાની ચોટ સાથે વિવેકાનંદે સૌને મંત્રમુગ્ધ કરી દીધા.
જીવનદર્શનના ક્ષેત્રે હિન્દુ જીવનદર્શનની વિશિષ્ટ શૈલી સૌ પ્રથમવાર વિશ્વમંચ પર રજૂ કરનાર સ્વામી વિવેકાનંદને સાંભળવા વિવિધ દેશોના આમંત્રણો તેમને શિકાગોમાં જ મળી ગયાં. એક પછી એક એમ ઘણા દેશોમાં તેઓ ઘૂમ્યા. સર્વત્ર ભારતનું વિશિષ્ટ હિન્દુ જીવનદર્શન અને તેમાંય ખાસ કરી યોગેશ્વર કૃષ્ણની યોગવિદ્યાનો પ્રભાવ તદ્દન સરળ અને પ્રભાવપૂર્ણ શૈલીમાં જ્યારે તેમણે પરકીયો સમક્ષ રજૂ કર્યો, ત્યારે તેમના વિદેશી શિષ્યોની લંગાર લાગતી ગઈ.
હિન્દુ જીવનદર્શનની દૈનંદિન રહેણીકરણીથી આકર્ષાઈ અનેક વિદેશી બુદ્ધિજીવીઓ હિન્દુ જીવનદર્શન શિખવા હિન્દુ પણ બન્યા છે. હિન્દુ નામ પણ ધારણ કર્યા છે. અરે, તેમાંના અનેકોએ ભારતભૂમિને જ પોતાની માતૃભૂમિ બનાવી ભારતમાં રહી સેવાકાર્યના ભેખ ધરેલા છે. ભગિની નિવેદિતા તેઓમાંની એક શ્રેષ્ઠ પ્રેરણામૂર્તિ છે.
વિદેશોના પ્રવાસે સ્વામી વિવેકાનંદને ભારત સહિત સમગ્ર વિશ્વના સમાજોનું સ્પષ્ટ ચિત્ર સમજાવી દીધું છે.
૧00