________________
ઉતરે છે. વ્યક્તિ અને સમાજ બંનેની સુખની આકાંક્ષાઓ દુ:ખમાં પરિણમે છે.
દા. ત. કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. સંયમ તેમજ સમજપૂર્વકના ઉપભોગ વિના, ઉપભોગ માટે પણ સમજપૂર્વકના ત્યાગ વિના, તંદુરસ્તીની પ્રાપ્તિ અસંભવિત બને છે. ડૉક્ટરો પાસે ઔષધોનો વિપુલ ખજાનો હોવા છતાંય ડૉક્ટર દરદીને આ ખાવ-આ ન ખાવ એવા આહાર-વિહારનાં સુચનો કરે છે. આ સુચનોનું ઉલ્લંઘન હિતાવહ તો ન જ બની શકે. હિતકર પરિણામ લાવવા માટે તો બતાવેલા સંયમ સાથેના ઉપભોગનું અનુસરણ કરવું પડે.
અન્ય સુખોમાં મહત્વનું સુખ યૌનસુખ પણ છે. આ સુખ આપણને પતિપત્નીના લગ્ન સંબંધથી ભોગવવા મળે છે. આ સુખ સંસાર યાત્રાને સફળતાપૂર્વક પાર કરવાનું એક મહત્વનું સાધન છે. બધા સુખોમાં તેને સર્વોત્તમ પણ કહેવાયેલું છે. આદર્શ ગૃહસ્થાશ્રમના સંસારથી જ આ સુખ આપણને ઉપયોગી બને છે. સ્ત્રી કે પુરુષ બંનેમાંથી જો કોઈપણ લગામ વિનાનું લખાડી પ્રાણી બને તો આ સુખની મજા પ્રાણઘાતક અને કુટુંબ નાશક પણ બની શકે. જીવન અને સંસાર ઘુળઘાણી જેવો જોવા મળે.
લબાડી પણાની મનોવૃત્તિથી લચપચ વ્યક્તિને આધિ વ્યાધિ અને ઉપાધિયોના દુ:સાધ્ય દુ:ખોના દિવસો દેખવાનો વારો પણ આવે. સદ્નસીબ કમનસીબમાં પણ પલટાઈ શકે. આ સઘળા ભયસ્થાનોથી દૂર રહેવા આદર્શ ગૃહસ્થાશ્રમના પાલનની અનિવાર્ય જરૂર છે.
આજનો યુગ ઉપરોક્ત મર્યાદાઓ ઓળંગી એઈડઝ જેવા ઘાતક રોગને ઉંબરે આવી ઊભો છે. આ એઇડઝ રોગ શું છે? તેનું મૂળ તો લગામ વિનાના યૌનસુખો ભોગવવાની લબાડી મનોવૃત્તિમાં છુપાયેલું છે.
આ રોગથી દૂર રહેવા આજનું ચિકિત્સા જગત પણ પતિ-પત્નીના મર્યાદિત સંબંધોવાળું યૌન-સુખ ભોગવવાની જ આજ્ઞા ફરમાવે છે. શાસ્ત્ર આજ્ઞા પણ એ જ છે. આ એક માત્ર ઉદાહરણ આપણને સમજાવે છે કે શાસ્ત્રની આજ્ઞાઓ કાળ અબાધિત અને સર્વોત્તમ જીવનદર્શનની સૂચનાઓનો ભંડાર છે.
આ રોગ એટલો તો ભયંકર છે કે આજે પણ તેનું ઔષધ આવિષ્કત નથી. નિષ્ણાતોનું મંતવ્ય છે કે અસંયમિત ઉપભોગ અને અનિયંત્રીત યૌન દુરાચારથી શરીરની રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે. રોગપ્રતિકારક શક્તિના ક્ષયથી આ રોગ શરીર પર સવાર થઈ જાય છે.
કહેવત છે કે સમજે તેને શિખામણ સમજવા તૈયાર જ નથી એવા લોકોને બુદ્ધ ગણવામાં આવે છે. આ બુદ્ધઓને તો બુધાના પ્રહાર જ ખમવાના હોય છે.
મહર્ષિ વ્યાસે મહાભારતના એક ઐતિહાસિક પાત્ર દુર્યોધનના મુખેથી ટપકેલા શબ્દો શક્યા છે. ___ "जानामि धर्म न च मे प्रवृत्ति, जानामि अधर्म न च मे निवृत्ति ॥