________________
ધમધમતું હતું. એક ગોળ વર્તુલમાં પાણી છાંટી ભગવો ધ્વજ ફરકાવાયો હતો. સંઘના પ્રચારક શ્રી અનંતરાવ કાળે પણ આજે સાથે હતા. સંઘની પદ્ધતિ મુજબ ધ્વજપ્રણામ થયા બાદ વિવિધ રમતો રમાઈ હતી. રમતો પણ બળ, સ્ફૂર્તિ અને સંસ્કાર સર્જનમાં અગત્યનો ભાગ ભજવે છે. બ્રિટનના એક સમયના પ્રધાનમંત્રી ચર્ચીલે એક સમય જાહે૨ કર્યું હતું કે યુદ્ધના મેદાન પર થયેલ બ્રિટનની જીત બ્રિટનના રમતોના મેદાનોને આભારી છે. શૌર્ય અને પરાક્રમની પ્રેરણા ઉત્પન્ન કરે તેવી મતો જે દેશના બાળકો કાયમ રમતા હોય છે તે દેશની પ્રજા ખમીરવંતી નિર્માણ થતી હોય છે. રમતોથી શક્તિ, સ્ફૂર્તિ અને ખેલદિલીના ભાવો સર્જાય છે. રોગમુક્ત અને આરોગ્યવર્ધક શારીરિક સંપત્તિ સર્જાય છે.
રમતોનો કાર્યક્રમ પૂરો થઈ સામૂહિક સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ચાલતો હતો. સૂર્ય નમસ્કારમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ હોય છે. પૂ. ગુરુ મહારાજને નદીમાંથી પરવારી મહાદેવમાં આવવાનો આ સમય હતો. મંદિરના પગથિયે ચઢતાં જ મિત્રાય નમ’' ના સામૂહિક સ્વરો તેમના કાને અથડાયા. આ સ્થાનમાં સામૂહિક શિસ્તબદ્ધ સૂર્યનમસ્કારના મંત્રો સાથેનો આ કાર્યક્રમ પહેલી જ વાર નજરે પડે તેવો હતો.
એક બાજુ ઊભા-ઊભા સસ્વર સૂર્ય નમસ્કારનો આ કાર્યક્રમ તેમણે નિહાળયો ત્યારબાદ તૂર્તજ દક્ષ આહર્મ અને પ્રાર્થનાની આજ્ઞાના સ્વરો વચ્ચે પ્રાર્થના શરૂ થઈ. શુદ્ધ સંસ્કૃતમાં રાષ્ટ્રવંદનાની ભાવવાહી સામૂહિક પ્રાર્થના સાંભળી પૂ. ગુરુ મહારાજની અંતરચેતના તેમના રોમ રોમમાં ખિલી ઊઠી.
પ્રાર્થના પૂરી થયા બાદ સીધા જ સ્વયંસેવકો વચ્ચે આવ્યા. સ્વયંસેવકો અને અધિકારીઓએ આવકાર સૂચક વંદન કર્યાં. બધા જ તેમની સામે વંદન મુદ્રામાં ગોઠવાઈ ગયા.
આ શું છે, શાની પ્રવૃત્તિ છે, તેવી પુછપરછના પ્રત્યુત્તરમાં મા-અનંતરાવ કાળેએ સંઘની દૈનંદિન શાખાના કાર્યક્રમોનો સુંદર ચિતાર રજુ કર્યો. સંપૂર્ણ દેશભરના હિન્દુ સમાજના આબાલવૃદ્ધ સૌને આ કાર્યક્રમમાં સાંકળવાનો સંઘનો પ્રયાસ જાણી તેઓ આનંદથી પુલક્તિ થઈ ઊઠ્યા. તેઓએ અનહદ આનંદ સાથે કાર્યની અભિવૃદ્ધિના આશીર્વાદ પાઠવ્યા.
મા-અનંતરાય કાળેએ સ્વયંસેવકોના અંત:કરણને સ્પષ્ટ વ્યક્ત કરતું એક ભાવવાહી ગીત ગાઈ સાંભળાવ્યું.
ગીતના સ્વરો હતા.
નિજ રૂદયકા સ્નેહ કણ કણ, દેવ પ્રતિમા પર ચઢા કર રાષ્ટ્ર મંદિર કા પુન: નિર્માણ કરના હૈ હમેં તો ॥1॥ કાટ કણ કણ દેહ જિસકી, દુર્ગકા નિર્માણ હોતા, એક તિલ હટને ન પાતા, ભૂમિ મેં હી પ્રાણ ખોતા.
૧૧૮