Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 177
________________ ૦૮. સ્વર્ગના રાજા ઇન્દ્રને જઈ કહેજે અરિષ્ટનેમિને સ્વર્ગનાં સુખો નહીં, મોક્ષ પ્રાપ્તિની મહેચ્છા છે (અરિષ્ટનેમિ) (૧) રાષ્ટ્રની પ્રાચીનતમ સંસ્કૃતિ, તેના સંસ્કાર, તત્ત્વજ્ઞાન તેમજ સંબંધિત ઇતિહાસનું સંકલિત ચિત્ર યોગ વશિષ્ઠમાં અંકિત છે. તેમાં તત્ત્વજ્ઞાન ને ઇતિહાસના માધ્યમથી રસપ્રદ રીતે રજુ કરાયું છે. તેના વૈરાગ્ય પ્રકરણમાં અરિષ્ટનેમિ રાજાનો ઇતિહાસ ઉપલબ્ધ છે. ઇતિહાસ અરિષ્ટનેમિ રાજાનો છે; પણ તેમાં કેવળ અરિષ્ટનેમિનું અંત:કરણ ખુલ્લું કરાયું છે. હિન્દુ જીવનદર્શનમાં મનુષ્ય જીવનનું આખરી સર્વોત્તમ લક્ષ્ય શું છે તેનો યથોચિત ઉત્તર અરષ્ટનેમિના દૃષ્ટાંતથી મળે છે. ભારતીય ઇતિહાસ થાની એ વિશિષ્ટતા છે કે તેમાં તેના દૃષ્ટાઓએ ઇતિહાસને માત્ર મહિતિયોનો સંગ્રહ બનાવ્યો નથી પણ તેમાં પાત્રોના ચરિત્રકથન સાથે પાત્રોના અંત:કરણની છબીઓને ઉતારી તત્ત્વજ્ઞાનને પ્રકટ કરવાનું લક્ષ્ય પણ અપનાવેલું છે. ઇતિહાસ કથનની આ ખૂબીને કા૨ણે પ્રાચીન ઇતિહાસ; ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, સંસ્કાર અને શિક્ષણ એમ ચતુષ્કોણ જ્ઞાન સ્તંભોના સાક્ષાત્કારનું એક સાધન બનેલ છે. એક રાજા તરીકે સર્વ સુખો તો તેના પગમાં આળોટતાં હતાં. સુખો તેને શોધવા જવા પડતાં નહોતાં. પણ સુખોના દૈનિક ઉપભોગ છતાંય તે સુખો તેને અક્ષય આનંદ કે સંતોષ આપતા નહોતાં. સુખોનો ભોગ પણ નવાં-નવાં દુ:ખો ઉત્પન્ન કરતાં હતાં. અરિષ્ટનેમિ ઘણીવાર વિચારતો કે જે સાધનો અક્ષય આનંદ અને સંતોષ ન સર્જવી શકે તે સાધનોને સાચા સુખના સાધનો કેવી રીતે કહી શકાય ? સંસારના સુખો માટે એવું કહેવાયું છે કે જ્યારે તેઓ દૂર હોય છે; ત્યારે તેને ભોગવવાની તૃષ્ણાઓ જન્મે છે. જ્યારે તેને માણવાનો મોકો મળે છે; ત્યારે તેના અંદર છુપાયેલી વિષાક્ત અસરો તેનાં પરિણામોથી મનમાં વિષાદ જન્માવે છે. આવા તો ઘણા અનુભવો હોય છે કે માણસ માણે છે સુખ, પણ તે સુખ કેવળ ક્ષણિક આનંદ આપી ચિરકાલીન દુ:ખની છાયા પણ છોડતું જાય છે. અરિષ્ટનેમિએ સમજી લીધું કે સુખો જેમ શરીરથી ભોગવાય છે તેમ દુ:ખો પણ તેનાથી જ ભોગવાય છે. સુખ અને દુ:ખ બંનેના ભોગ માટે દેહ છે. સંસારના તમામ દેહધારીઓમાં મનુષ્ય દેહ એક સર્વોત્તમ રચના છે. આ રચનાથી સર્વોત્તમ સુખો પણ ભોગવવા મળે છે; તેમ નિમ્નતમ દુ:ખો પણ ભોગવાય છે, સાથોસાથ સુખદુ:ખ ઉત્પન્ન કરનાર ભવબંધનથી પણ મુક્તિ મેળવવાનો પુરુષાર્થ પણ સાધી શકાય છે. સુખોથી જ જો અંત:કરણ ઠરતું હોય તો તે અશિષ્ટનેમિને સાવ સુલભ હતું. ૧૨૦

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204