Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 178
________________ પણ વૈભવ ઠાઠમાઠ અને સુવિધાઓ તેના અંત:કરણને ઝાઝો સંતોષ અને આનંદ આપી શક્યાં નહીં. અક્ષય આનંદ અને સંતોષ મેળવવા તેનું મનોમંથન ચાલુ હતું તે સત્સંગથી જ્ઞાની બન્યો હતો પણ જ્ઞાનના વિષયને આત્મસાક્ષાત્કારથી ચરિતાર્થ કરી શક્યો નહતો. તેણે વૈરાગ્યનો મહિમા જાણ્યો હતો પણ રાગથી મુક્ત બનવાની ક્રિયાનો અભ્યાસ કેળવ્યો ન હતો. જેમ અભ્યાસ વડે જ ભોગ ભોગવાય છે. રાગ કેળવાય છે. તેમ અભ્યાસ વડે જ રાગથી મુક્ત થવાય છે. રાગથી મુક્તિના સ્વરૂપને વૈરાગ્ય કહેવાય છે. કોઈપણ પરિણામોનો સાક્ષાત્કાર અભ્યાસ વડે જ થાય છે. અભ્યાસ એક સાધન છે. સતત એક ક્રિયામાં મનને, શરીરને પ્રવૃત્તિશીલ રાખવું તેનું નામ અભ્યાસ છે. મનુષ્ય સુખો મેળવવા પાછળ જેટલો પ્રવૃત્તિશીલ રહે છે તેનાથી ન્યુનતમ પ્રવૃત્તિ (અભ્યાસ) જો વૈરાગ્યના વિષયમાં કેળવે તો પણ તે પરમેશ્વરની નજીક તો અવશ્ય પહોંચે છે. જે પરમેશ્વરની નિકટ સુધી પહોંચે છે; તેનાં અરિષ્ટો તો ઘટી જ જાય છે. પૂર્ણ વૈરાગ્યની પ્રાપ્તિથી તો જીવ સ્વયં શિવ બની જાય છે. - જરૂર ફક્ત અભ્યાસની છે. વૈરાગી થવું એટલે ઘરબાર છોડી બાવા બની નાસી જવું એવો અર્થ નથી. જટા કે મુંડન કરાવવું તેમ પણ નથી. તિલક કે માળાઓનો બાહ્યાડંબર કરવો તેમ પણ નથી. દેવ મંદિરોમાં પગ ઘસવાનો પણ તે વિષય નથી. નદી કે સરોવરોના જળમાં માત્ર બકિયો મારવાનો પણ તે વિષય નથી. વનવગડાઓમાં વિચરવું કે વસવાટ કરવાથી વૈરાગ્યનો અધિકાર પ્રાપ્ત થતો નથી. તેમજ જ્ઞાનનાં આકર્ષક પ્રવર્ચનો હોવાથી પણ વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. વાદવિવાદોમાં વિજયી થનાર પણ વૈરાગી હોઈ શકે એવો સરળ આ વિષય નથી. વિષયનો અધિકાર પ્રાપ્ત કરવો સરળ નથી પરંતુ પ્રાપ્તિ માટેનો માર્ગ તો સાવ સરળ છે. તેના અભ્યાસથી અંત:કરણમાં જે દીપ પ્રકટે છે તે દીપ માર્ગને પ્રકાશિત કરતો જાય છે. દઢ અભ્યાસથી આત્મસાક્ષાત્કાર હાથવેંત રહે છે. શરીરના બાહ્ય અંગો માટે તેની તાલીમ ઓછી છે; પરંતુ શરીરની અંદર વ્યાપ્ત મન કહો કે જીવ તેને વારંવારના દઢ અભ્યાસ વડે તાલીમ આપતા રહેવું પડે છે. વૈરાગી બનનારે કશું જ છોડવાનું હોતુ નથી; તેમજ મેળવવાનું મન પણ બનાવાનું હોતું નથી. વૈરાગી બધું જ ખાય છે. પીએ છે. સુંધે છે. બધા જ વિષયોમાં આનંદ માણે છે. વસ્ત્રો પણ પહેરે છે. ઘરમાં પણ રહે છે. સમાજમાં પણ હરેફરે છે. બધુંજ જુએ છે. સાંભળે છે. અને સંસારનો આનંદ લૂંટે છે. આ બધું હોવા છતાંય એક જ નિયમ પાલનથી વૈરાગ્યનો અભ્યાસ દઢ બને છે. મન વૈરાગ્યભાવથી પરિપૂર્ણ બનતું જાય છે. મનુષ્યના આચરણમાંથી વૈરાગ્યભાવ પ્રકટ થાય છે. આ નિયમના અભ્યાસથી મન પર છવાયે જતી વૈરાગ્યની છાયા સદા-સર્વદા સર્વ કોઈ હાલતમાં જીવને પ્રસન્નતામાં જ મગ્ન રાખે છે. પ્રસન્નતાના ઝરણામાં તેનું મન ડૂબેલું જ રહે છે. ૧૨૧

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204