________________
આચાર-વિચાર અને વાણીની એકરૂપતાના વ્યવહાર વાળા વ્યક્તિને અહીં સત્યવાદી ગણવામાં આવેલ છે. સત્યને જીવનદર્શનનો એક મહત્ત્વપૂર્ણ ધર્મ માનવામાં આવે છે. આચાર-વિચારમાં એકરૂપતાના વ્યવહારહીન લોકોને અહીં પાખંડી અને ઢોંગી હોવાનું બિરૂદ મળે છે.
કેવળ વિચાર અને વાણીના વિલાસી પુરુષોને નહીં પણ અહીં સત્યના પારખાથી સન્માનિત કરવામાં આવે છે. સત્ય વ્યવહારને દૈવી અને દંભ-પાખંડને આસુરિક લક્ષણ ગણનારી આ સંસ્કૃતિ છે.
આદર્શ ગૃહસ્થાશ્રમની રચના કરી તેના આધાર પર સંચાલિત યૌન સુખોને પણ બ્રહ્મચર્ય પાલનની ભાવના તરીકે અહીં આદર બળેલો છે. ગૃહસ્થાશ્રમના આધાર ૫૨ સ્વીકારાયેલ યૌનસુખને ભોગવવા અહીં ‘‘વય स्थिरत्वं ललना સુમોશ'' ના પ્રાર્થનામંત્રો પણ અહીં રચાયા છે, લલના એટલે સ્વપત્ની અને સુભોગનો અર્થ સુખી દાંપત્ય જીવન એવો કરાયેલો છે. સંયમિત ઉપભોગ એ આ સંસ્કૃતિનું લક્ષણ છે.
સુખી દાંપત્યજીવનનો ગૃહસ્થાશ્રમ આ સંસ્કૃતિનો પ્રાણસ્તંભ છે. આ આશ્રમ બાકીના તમામ આશ્રમ જીવન માટે એક વટવૃક્ષ સમાન છે. આ આશ્રમ શ્રીકૃષ્ણ જેવા સમર્થ પુરુષો અને સીતા-મંદોદરી- અહલ્યા જેવા નારીરત્નો તેમજ ધ્રુવ-પ્રલ્હાદ અને શુકદેવ જેવા સમર્થ બાળકો સમાજને ચ૨ણે ઘરવા શક્તિમાન છે. આ આશ્રમ માટેના આચાર- વિચારો વાળા જીવદર્શનમાં યૌનસુખનું ઉજ્જવલિત સ્વરૂપ આકલિત છે.
પશુપક્ષીઓની યોનિઓ જેવા યૌનસુખ માણવા મનુષ્ય દેહ નથી એવો દૃઢ નિર્ધાર અહીં ધર્મને નામે પ્રસ્થાપિત થયેલો છે. વ્યક્તિ અને સમાજ બંનેના સમુત્કર્ષમાં આદર્શ ગૃહસ્થાશ્રમ યુક્ત બ્રહ્મચર્યને અહીં પ્રાધાન્ય અપાયેલું છે.
આ પ્રકારની બ્રહ્મચર્ય ઉપાસના વિના કોઈપણ સમાજ પશુ જેવો અને નિષ્પ્રાણ બની શકે છે તેનાં ઐતિહાસિક દૃષ્ટાંત મૌજુદ છે. તેના વિનાનું વ્યક્તિ જીવન પણ તેજહીન નિષ્પ્રાણ અવસ્થાને વરે છે. આ જીવનદર્શનને આત્મસાત્ કરનાર ગાંધીજી જેવા ચિંતનકારોએ આ મુદ્દાઓને જ લક્ષ્યમાં રાખી પોતાની જાતને સનાતની હિન્દુ કહેવરાવવામાં ગૌરવ અનુભવેલું છે. ગાંધીજીએ તો ત્યાં સુધી કહેલું છે કે હિન્દુજીવનદર્શન દ્વારા જ મારો મોક્ષ છે એમ હું ચોક્કસપણે માનું છું.
૭૧. રાષ્ટ્રીય કર્તવ્ય - પૂ. શ્રી ગુરુજી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલેક શ્રીગુરુજીએ કહેલું છે કે રાષ્ટ્ર પ્રત્યેની ઉદાસીનતાને હું અધર્મ સમજું છું. પૂ. શ્રીગુરુજીએ રાષ્ટ્રીયતાના નિર્વાહ માટે એક આદર્શ કેડી પ્રસ્થાપિત કરેલી છે. મુળથી જ આધ્યાત્મવિદ્યાના ઉપાસક એવા
૧૦૩