________________
શયનોત્સવ...બોલોત્સવ માહાયા શયન સમયે દેહ ભોગરહિત શાંત મુદ્રામાં જીવે છે. દક્ષિણાયનથી વિષ્ણુનો શયનકાળ શરૂ થાય છે. વિઠ્ઠલ નવરાત્રે પ્રબોધ્ધત્સવ આવે છે. સંપૂર્ણ ચૈતન્યને પ્રબોધ અવસ્થા કહે છે. આમળાં એ ઉત્તમ જીવનીય રસાયણ તત્ત્વ છે. પ્રબોધિની એકાદસીથી ધાત્રી- રસાયણ ભોજનવ્રત શરૂ થાય છે. શરીરને તેજ, કાંતિ, બળ અને રોગ પ્રતિકારક શક્તિ આપનાર આ વ્રત છે.
- मूलतो ब्रह्मरुपाय मध्यतो विष्णुरुपिणे ।
अम्रत: शिवरुपाय अश्वत्थाय नमो नमः ॥
૫. પીપળો (અશ્વત્થ વૃક્ષ) મહિમા હિન્દુસ્થાનમાં લોકો આ વૃક્ષને એક પવિત્ર વૃક્ષમાં ગણે છે. તેનું પુજન કરે છે. પ્રદક્ષિણાઓ ફરે છે. વૃક્ષના માહાસ્યની દૃષ્ટિએ તો આ કર્મ આવકારણીય તો છે જ પરંતુ આ વૃક્ષમાં વિષ્ણુનો વાસ રહેલો છે તે વાત સ્વીકારતા કોઈ કદાચ અસંમતિનો સુર પ્રકટ કરે.
પરન્તુ હિન્દુ જીવન-દર્શનમાં તો આ વાત ભારપૂર્વક પ્રતિપાદન કરવામાં આ વેલ છે. કોઈ શંકા કરે; કે બતાવો કે વિષ્ણુ પીંપળાની કઈ ડાળીએ બેઠેલા છે, જ્યાં પ્રત્યક્ષ અનુમોદન નથી ત્યાં આવી ટીકાઓ સ્વાભાવિક ઊઠે.
પરંતુ આ શંકાઓ અજ્ઞાનજન્ય માનસની છે. વિષ્ણુ- એશું છે તેની સમજના અભાવે મન અજ્ઞાનતાના આવરણથી દોરાઈ જાય છે. અજ્ઞાનતાના આવરણને હટાવવું અને જ્ઞાન મેળવવું એ મનુષ્યનું પરમ લક્ષ્ય હોવું જોઈએ.
આ દશ્ય જગતમાં જે કંઈ ચૈતન્ય તત્ત્વ છે તે સર્વ વિષ્ણુનું જ છે. વિષ્ણુ વિના ચૈતન્ય તત્ત્વનું અસ્તિત્વ ઉદ્ભવે એ ખ્યાલ અજ્ઞાન સૂચક છે. વેદમાં સૂર્યને વિષ્ણુ કહેલો છે. સૃષ્ટિના તમામ સજીવ કે નિર્જીવ દેખાતા પદાર્થો સૂર્યમાંથી જ ચૈતન્ય તત્ત્વ મેળવે છે. ગાયત્રી મંત્રમાં જે ચૈતન્ય પ્રાપ્તિ માટે ઉપદેશ કરાયેલો છે તે ભર્ગ (તજ) સૂર્યમાંથી પ્રાપ્ત કરવાની પ્રાર્થના છે. સમસ્ત બ્રહ્માન્ડનું ઉર્જા કેન્દ્ર સૂર્ય છે તે હકીકત તો વિજ્ઞાને પણ સ્વીકારેલી છે.
શાસ્ત્રોમાં એવું પણ કહેવું છે કે મનુષ્ય કે પ્રાણીઓ કરતાં ચૈતન્ય તત્ત્વ સૌથી પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ સૃષ્ટિમાં સંગ્રહાયેલું છે. મનુષ્ય કે પ્રાણીઓને પોતાનું ચૈતન્યતત્ત્વ વધારવા કે લાંબો સમય ટકાવવા જે જરૂરિયાતોની જરૂર રહે છે તેનાથી અનેકગણી ઓછી જરૂરિયાતો વનસ્પતિ સૃષ્ટિને જરૂર છે. લગભગ એવું મંતવ્ય સ્વીકારવામાં કશોજ વાંધો નથી કે મનુષ્ય પોતાના ચૈતન્યની અભિવૃદ્ધિ માટે વનસ્પતિ સૃષ્ટિ પર આધારિત છે. મનુષ્ય કે પ્રાણીઓ પોતાના ચૈતન્ય તત્ત્વને વિકસાવવા
()