Book Title: Sarasvatini Garima
Author(s): Gajanan Dave
Publisher: Rashtriya Itihas Ujagar Yojna

View full book text
Previous | Next

Page 136
________________ ૬૨. પ્રદોષ વ્રત માહાત્મ્ય વિશેષ કરીને બ્રાહ્મણો માટે પ્રદોષ વ્રતનું માહાત્મ્ય બહુ જ વર્ણવાયેલું છે. દાન વિ.ના પ્રતિગ્રહથી પ્રાપ્ત દોષો નિવારવા અને મહાદેવની પ્રસન્નતા માટે આ વ્રતપાલનનો મહિમા છે. પરંતુ કોઈ પણ દ્વિજ આ વ્રતપાલનથી આંતરિક શુદ્ધિ પ્રાપ્ત કરી-શકે છે. પરાન્ત ભોજનનો દોષ આ વ્રત પાલનથી દૂર થાય છે. પાસે આવેલ પરદ્રવ્યના દોષો હરનાર છે. આ વ્રત સંધ્યા સમયે સાયંકાલ મહાદેવની પુજા-અર્ચના કરી ત્યારબાદ પ્રસાદ નિમિત્તે ભોજન ગ્રહણ કરવાનો મહિમા સુચવે છે. સંપૂર્ણ દિવસ ઉપવાસ રાખી સાંજે યજન- પુજન કે દર્શનનો ક્રમ રાખી ચિત્તને મહાદેવના ચરણોમાં સમર્પિત કરવાનું હોય છે. એવું કહેવાય છે કે પ્રદોષના દિવસે સંધ્યા સમયે પ્રદોષ કાળે આકાશમાં શિવપાર્વતી મનોરમ નૃત્ય કરે છે. આ સમયે આકાશ ભણી દૃષ્ટિ રાખી પ્રદોષ સમય સુધી શુદ્ધચિત્તે શિવ સ્તવન તેમજ નૃત્યનો યોગ કરવામાં આવે તો આ વ્રત શીઘ્ર ફલદાયક બને છે. શિવપાર્વતી પ્રસન્ન થઈ યથાકાળે દર્શન પણ દે છે. કાળના પણ મહાકાળ શિવના પ્રદોપ નૃત્યનો આ દિવસ છે. દિવસની વિદાય અને રાત્રીના પ્રારંભ વચ્ચેના સમયને પ્રક્રોપ સમય કહે છે. વ્રત કરનારે દર્શનયજન- પુજન નૈવેદ્ય સમર્પણ કરી પ્રસાદ લેવાનો હોય છે. જન્મ-જન્માંતરના અઇચ્છનીય પ્રતિગ્રહના દોષનું નિવારણ કરવા મનુષ્ય દેહ જ સમર્થ છે. મનુષ્ય દેહમાં આ પ્રદોષવ્રત પાલનથી સામ્બ સદાશિવની પ્રસન્નતા સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. પ્રદોષ સમયે સ્તવન સ્તોત્ર श्री गणेशाय नमः । सत्यं ब्रवीमी परलोकहितं ब्रवीमि सारं बवीम्युपपनिषद्धघृदयं ब्रवीमि । संसार मुल्वणमसारमवाप्य जंतोः सारोऽयलीश्वर पदांषुरुहस्य सेवा ॥१॥ ये नार्चयंति गिरिशं समये प्रदोषे येतार्चितं शिवमपि प्रणमंति व्याज्ये । एतत्कथां श्रपतिपुटेन विषांते मूढास्ते जन्म जन्मसु भपंति नरा दरिद्राः ॥२॥ येवै प्रदोष समये परमेश्वरस्य कुर्वंत्यनन्य मनसों ऽघ्रिसरोजपूनाम् । नित्य प्रवृद्ध धनधान्यकलप्रपुत्र सौभाग्य संपदधिनमस्त हहैव लोके ॥३॥ कैलासशैलभुपने त्रिनगज्जनित्री गौरीं निणेस्य कनकक्षितराजपीठे नृत्यं विद्यातुमभिवाछंति शूलपाणौ देवाः प्रदोष समये नु भजंति सर्वे ॥४॥ पाग्देवी घृतवल्लकी शतमत्वो वेणु दधत्पअजस्तालो निजप्रकरो रमा 1 ૭૯

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204