________________
૫૩. મહર્ષિ કર્દમ અને દેવહુતિ
એક ઐતિહાસિક દષ્ટિપાતા આ સચરાચર સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજી ગણાય છે. પૂર્વોક્ત એક સમયે જ્યારે આ સૃષ્ટિ જેવું કશુંજ અસ્તિત્વમાં નહોતું ત્યારે સમસ્ત બ્રહ્માંડના અધિપતિ દેવોના પણ મહાદેવ ગણાતા સામ્બ સદાશિવે સૃષ્ટિ રચનાના હેતુથી પોતાના નામ અંગમાંથી એક દિવ્ય પુરુષ-શક્તિ નિર્માણ કરી. આ પુરુષ-શક્તિ સર્વવ્યાપક બની તેથી “વેછી વિષ્ણ' એમ વિષ્ણુ નામે પ્રસિદ્ધ બન્યા. શિવના આદેશથી વિષ્ણુએ ઉગ્ર તપનો પ્રારમ્ભ કર્યો. તપથી પરિશ્રમીત વિષ્ણુના અંગમાંથી પ્રચંડ જળધારાઓ પ્રકટ થઈ. વિષ્ણુએ આ જળધારામાં અયન કર્યું. જળમાં અયનને કારણે તેઓ નારાયણ નામથી પણ ઓળખાયા. નાર એટલે પાણી અને અયન એટલે મૂકામ.
આ નારાયણ જ્યારે જળમાં શયન કરી રહ્યા હતા. ત્યારે શિવે પોતાના જમણા અંગમાં એક અન્ય પુરુષ નિર્માણ કરી નારાયણના નાભિ કમળમાં મૂકી દીધો. કમળમાંથી ઉત્પન્ન આ પુરુષ બ્રહ્મા નામથી ઓળખાયા. કમળમાંથી ઉત્પન્ન બ્રહ્માએ વિચાર કર્યો કે અરે, હું કોણ, હું ક્યાંથી ઉત્પન્ન થયો, કેમ ઉત્પન્ન થયો, શા માટે ઉત્પન્ન થયો ? બ્રહ્મા આવા વિચારોમાં અટવાઈ ઉત્પન્ન થવાનું મૂળ શોધવા મથતા હતા એટલામાં આકાશવાણી થઈ. “તપ કરો. ત૫ કરો. આ સૃષ્ટિની ઉત્પત્તિ માટે તમે ઉત્પન્ન થયા છો.”
આ આકાશવાણી સાંભળી સૃષ્ટિ ઉત્પન્ન માટે બ્રહ્મા તપમાં લાગી ગયા. તપ એટલે પુરુષાર્થયુક્ત ચિંતન. જ્યારે આ તપ આદરવામાં આવે છે ત્યારે તેના પરિણામરૂપ પ્રાપ્ત પણ થાય છે. આ બ્રહ્માજીએ તપના પ્રભાવથી અનેકવિધ સૃષ્ટિઓની રચના કરી છે. વૃક્ષ-વનસ્પતિ સર્ગ (કૃતિ)ના પ્રારમ્ભથી લઈ તિર્યકસ્રોતા (પશુપક્ષી) દેવસર્ગ, કૌમાર સર્ગ, પંચમહાભૂત, પર્વતો તેમજ વિભીન્ન શરીરો ધરાવતા અસુરોની સાત્ત્વિક - રજોગુણી - તમોગુણી સૃષ્ટિઓ બ્રહ્મા દ્વારા રચાયેલી છે. પરંતુ પુરુષાર્થ રહિત આ વિભીન્ન સૃષ્ટિઓને જોઈ બ્રહ્માને સંતોષ ન થયો. તેમણે વધુ તપશ્ચર્યા કરી સાધન પરાયણ રૂષિ-મુનિઓની સૃષ્ટિ પણ પોતાના અંગમાંથી નિર્માણ કરી.
આ રૂષિઓમાં મરિચી, ભૃગુ, અંગિરા, પુલહ, પૌલત્સ્ય, વસિષ્ઠ, ક્રતુ, અત્રિ, દક્ષ, નારદ અને કર્દમ જેવા સમર્થ પુરુષો પણ નિર્માણ થયા. બ્રહ્માએ પોતાના અંગમાંથી રતિ અને કામદેવને જન્મ આપી સૃષ્ટિ-નિર્માણના કાર્યમાં પ્રવૃત્ત થવા આદેશ આપ્યો. પરંતુ સૃષ્ટિ રચનાનું કામ આગળ ન વધી શક્યું. આ કાર્ય સ્વયં સંચાલિત રીતે આગળ ધપે એવું લક્ષ્ય હજુ સિદ્ધ ન થઈ શક્યું ત્યારે બ્રહ્માએ પ્રેરણા માટે પુન: સદાશિવનું ધ્યાન ધર્યું. સદાશિવ બ્રહ્મા સમક્ષ અર્ધનારીશ્વરના સ્વરૂપે પ્રકટ