________________
હિન્દુ જીવનદર્શનમાં સ્નાનના પણ પ્રકારો બતાવેલા છે. જેમાં ડૂબકી મારીને સર્વાંગ શરીરથી સ્નાન થઈ શકે તે ઉત્તમ સ્નાન કહેવાય છે. નદી અને સરોવરના સ્નાન આ કક્ષામાં ગણવામાં આવે છે. અનેક પદાર્થોના ઉપયોગ વડે પણ સ્નાનનું મહત્ત્વ વર્ણવેલું છે. આ સ્નાનને અમ્પંગ સ્નાન કહે છે. ખાસ કરીને ચૈત્ર માસમાં ગૂડી પડવે તેમજ કાર્તિક માસમાં નૂતન વર્ષારંભ પ્રસંગે અલ્ટંગ સ્નાન સવિશેષ બતાવેલું છે. આમળાંનો પાવડર, હળદર, કપૂસાચલીનો પાવડર, તલનો પાવડર અને ચણાનો લોટ મેળવી ભીંજવી એક કલાક સુધી પલાળી રાખી, વાટવામાં આવે તો ઉત્તમ. તેનું શરીરે મર્દન કરી અર્ધા કલાક બાદ સ્નાન કરવું તેને અત્યંગ સ્નાન કહે છે. આ સ્નાનથી શરીરના આંતરિક અવયવોનું બળ તેમજ બહારની કાંતિ તેમજ મનની પ્રસન્નતાનો અલભ્ય લાભ મળે છે.
આજકાલ વિવિધ સાબુની બનાવટો (ન્હાવાના)ની જે આકર્ષક જાહેરાતો છપાય છે તેનાથી આપણો યુવાન વર્ગ આકર્ષાઈ તેનો ઉપયોગ કરવા લાગે છે. આ ઉપયોગથી શરીરની ત્વચા અને છિદ્રો પર જે ઘાતક અસરો થાય છે તે અજ્ઞાન અને આકર્ષક વિજ્ઞાપનોના ઓઠા નીચે વિસરી જવાય છે. ન્હાવાનો હોય કે ધોવાનો કોઈ પણ પ્રકારના સાબુમાં કોસ્ટીક સોડા હોય છે. તેના વિના સાબુ બને જ નહીં. તદુપરાંત તેમાં પ્રાણિજ ચરબીનો છૂટથી ઉપયોગ થાય છે. તેલ મોંઘા પડે છે. જ્યારે પ્રાણીજ ચરબી સસ્તી પડતી હોય ત્યારે તેનો ઉપયોગ કરી, કમાણી, (નફો) વધુ મેળવવાના ઉદ્યોગનો લાભ કોણ જતો કરે ? પ્રાણીજ ચરબી તેમજ કોસ્ટીક સોડા બન્ને ચામડી અને છિદ્રો માટે ખૂબ જ જોખમકારક ગણાય છે.
જો આપણા તરુણો આપણા ઘરગથ્થુ પ્રયોગોથી શરીરને શુદ્ઘ તેમજ તંદુરસ્ત રાખવા પ્રયત્ન કરે તો માત્ર નજીવા ખર્ચથી પણ કામ ચાલે તેમ છે. માથું ધોવા માટે આંબળા અને શિકાકઈનો પાવડર કેશવર્ધક અને કેશને કાળા બનાવી ખરતા અટકાવામાં નોંધપાત્ર કામગીરી બજાવે છે.
ચામડીને સુંદ૨, કાંતિમાન, તેમજ ચામડીના વાર્ધક્ય (વૃદ્ધપણું)ને અટકાવી તેજસ્વી બનાવનાર પ્રયોગ આયુર્વેદમાં જે બતાવેલો છે તે આમળાં-તલના મર્દન કરાયેલા રસની માલિસ પછી થોડી વારે ઠંડા જળથી સ્નાન કરવાનો છે. પ્રસંગોપાત તેમજ ખાસ કરીને શિયાળામાં તલના તેલની માલિસ પછી સ્નાન પણ ફાયદાકરક
છે.
ધાર્મિક વિધિ તરીકે અભંગ સ્નાન બતાવેલું છે. તેમ પોષ વદ અગિયારસને ષટતિલા એકાદશી બનાવી તલ વડેના સ્નાનનો મહિમા સૂચવાયેલો છે. એ જ રીતે ફાગણ સુદ એકાદશી આમલકી એકાદશી છે. તેમાં આમળા વડેનો સ્નાનનો મહિમા છે. આ રીતે સ્નાનના કાર્યક્રમમાં આમળાં અને તલના ગુણોને ધ્યાનમાં લઈ તેને ધાર્મિક વિધિ- વિધાન બનાવેલાં છે.
સાબુના ઉપયોગથી સુંદરતા વધારવાના વિજ્ઞાપનોથી આકર્ષાઈ નાણાંનો
૪