________________
પરિશ્રમના કાર્યો કરનાર કોઈ ન હોય તો તે ઓફિસનું સંચાલન અશક્ય બની જશે. પટાવાળો આવાં કાર્યો કરે તેનાથી તેને નિકૃષ્ટ કોટિનો ગણવાનું માનસ જ નિકૃષ્ટ કોટિનું ગણાયેલું છે. નિકૃષ્ટ માનસવાળા વ્યક્તિત્વને ઉત્તમ ગણાય જ કેવી રીતે ?
વર્જ્ય પદાર્થો ખાવા એ ઇષ્ટ છે પરંતુ સંયમની લગામ વિના મનને તે ચોંટી પડે તેવી રીતે તેનો ઉપયોગ નિષિદ્ધ છે. શાસ્ત્રમાં જે વ્યસન શબ્દની વ્યાખ્યા છે તે પ્રાણઘાતક પદાર્થો માટે જ છે એવું નથી. ઇન્દ્રિયોના જે વિષયો છે તે વિષયોમાં સંયમ વિના મન આસક્ત બની વર્તે છે તે બધું જ આચરણ વ્યસનમાં લેખાયું છે. દા. ત. કોઈ વિશિષ્ટ ઇષ્ટ ખાદ્યપદાર્થોની આસક્તિથી મન બંધાઈ ગયું હોય. મનને તેના સેવન વિના બેચેની અનુભવાતી હોય તો તે પદાર્થનું વ્યસન મનને વળગેલું છે તે નિશ્ચિત જાણજો. મનને વ્યસ્ત રાખતા પદાર્થો પણ વ્યસનની વ્યાખ્યામાં આવે
છે.
જ્યાં, કોઈ પદાર્થે પણ મન પર વિજય સ્થાપેલો નથી; એવા મનને જ અજેય તેમજ અપૌરુષેય મનની સંજ્ઞા આપવામાં આવે છે. આ અપૌરુષેય મન એજ ઈશ્વરીય મન છે. ઈશ્વરીય મનના ગુણો સંપાદન કરવાનું શિક્ષણ એ ધર્મ કાર્ય છે.
ગ્
8. મિત્ર હોવો જોઈએ તે જરૂરી છે પણ કુટુંબનો જ સભ્ય બની જાય એવો મિત્ર- વ્યવહાર નિષિદ્ધ મનાયેલો છે. કુટુંબ તે કુટુંબ જ છે. મિત્રતા તેનાથી એક અલગ વ્યવહારની પરિભાષા ધરાવતો શબ્દ છે. કુટુંબના સર્વ સભ્યો સાથે કુટુંબના સભ્યોની સમાન ગુંથાઈ જનાર મિત્ર કોઈક સમયે કુટુંબ માટે હાનિકારક પણ બની શકે છે. વૈયક્તિક લાલસાઓ તેમાં નિમિત્ત પણ બને છે. ઘરના રંગમાં સંગ થવા મિત્રતા નથી પણ એકબીજાના પ્રાસંગિક કાર્યોમાં મદદરૂપ બનવા મિત્રતા કેળવવાની હોય છે. કુટુંબના સભ્યો સિવાય ઘનિષ્ઠ આત્મીયતા કેળવી તેમને ઘરના વાતાવરણમાં ઘનિષ્ટ રીતે સાંકળી દેવા તેના ખૂબ જોખમો છે. સમાજ સામે તેના અત્યંત ખરાબ પરિણામોનાં દાંતો હોય જ છે. અનેક હેતુઓથી મિત્રો ધનિષ્ઠ સંબંધો કેળવવા આતુરતા બતાવતા હોય છે. પણ કુટુંબ સાથેના સમન્વયમાં મિત્રો માટે લક્ષ્મણરેખાની જરૂર રહે છે.
સાધુ હોય કે રાક્ષસ હોય પણ સીતાના રક્ષણ માટે દોરેલી લક્ષ્ય રેખાના ઉલ્લંઘનનું પરિણામ સર્વવિદિત છે. વસ્ત્રો બદલી, કેશવ ધારી, માળાઓ પહેરી, ભસ્મ ચોળી કે પવિત્ર મીઠી મીઠી વાણીથી આકર્ષનારા ઉત્તમ લોકો જેવા દેખાતા લોકોમાં પણ ઉપરોક્ત વસ્તુઓ દંભ અને આડંબરના માત્ર સાધનો પણ નજરે પડે છે. બાહ્ય દેખાવ નહીં પણ અંદરના મનને ઓળખવાની દૃષ્ટિ એજ સાચી જ્ઞાન દૃષ્ટિ છે.
10. જ્ઞાન દૃષ્ટિના ક્ષેત્રો ખૂબ વિશાળ છ. પ્રત્યેક પદાર્થોના ગુણો પણ હોય છે તેમ દોષો પણ હોય છે. અનેક વાર એવું બને છે કે ગુણના આકર્ષણથી અતિરેકના ફંદામાં ફસાઈ જવાય છે. આ અતિરેકના ફંદામાં ફસાવું નિષિદ્ધ છે. તે નિષિદ્ધ
૦૨