________________
તો વિચાર જ નથી. આ પુતળું મારો પુત્ર બને તેવું કરો.-------
પાર્વતીજીના આગ્રહથી દેવાધિદેવ મહાદેવે જીવસુક્ત અને સૃષ્ટિસુક્તના મંત્રોનો પાઠ શરૂ કર્યો. મંત્રો ભણતાં-ભણતાં શંકરે આ પૂતળાના શરીરને સ્પર્શ કર્યો. મંત્રોના આવાહનથી પૂતળામાં જીવ દાખલ થયો. પૂતળામાં બ્રહ્મ ચૈતન્ય પ્રવેશ કર્યો. બ્રહ્મ ચૈતન્યના પ્રવેશથી પૂતળું ચૈતન્યમય બની ગયું. પાર્વતી તો હર્ષઘેલી બની. સર્વ દેવો પણ મહાદેવના આ પુરુષાર્થથી પ્રસન્ન બન્યા. શંકરના મંત્રબળથી ઉત્પન્ન થનાર ગણપતિને તમામ દેવોએ સર્વપ્રથમ દેવ તરીકે સ્વીકાર્યા. આ ગણપતિએ તારકાસુરના વધ માટે ખેલાયેલા યુદ્ધમાં કાર્તિકેયની પડખે રહી જે પરાક્રમ સર્જેલું છે તે પરાક્રમથી સર્વ દેવો વિસ્મય પામેલા છે. દેવોના રાજા ઇન્દ્ર ગણપતિના રૂધિરથી ખરડાયેલા અને ક્ષત-વિક્ષત દેહને જોઈ પ્રસન્નતાથી સર્વપ્રથમ પૂજન કરેલું છે. અને સર્વ દેવોના પહેલાં તેમના પૂજનનો મહિમા પ્રસ્થાપિત કરેલો છે. શ્રીસ્થલની ભૂમિના આ અલક્ષ્ય ગણપતિનું માહાભ્ય છે.
આ અલક્ષ્ય ગણપતિ પ્રાચી સરસ્વતી તટે પૂજાયેલા છે. ઇતિહાસ એમ કહે છે કે વિશ્વામિત્રે બ્રાહ્મણપણું પ્રાપ્ત કરવા જ્યારે મહાદેવજીને પ્રસન્ન કર્યા ત્યારે તે સિદ્ધિ મેળવવા મહાદેવજીએ ગણપતિના યજન-પૂજનથી બ્રાહ્મણ પણું મેળવવાનો રાહ ચીંધ્યો છે. વિશ્વામિત્રે પ્રાચી સરસ્વતી તટે એક વર્ષ ઉપાસના કરી ગણપતિના વરદાનથી બ્રાહ્મણપણું પ્રાપ્ત કરેલ છે. માર્કન્ડેય મુનિએ રોહીતાક્ષ નામના રાજાને પણ શ્રીસ્થલમાં જઈ અલક્ષ્ય ગણપતિની પ્રસન્નતા માટે તપ કરવાનો રાહ બતાવેલો છે. રોહીતાફ રાજાએ ગણપતિની પ્રસન્નતા કેળવી રિદ્ધિ-સિદ્ધિ મેળવ્યાનો ઇતિહાસ પ્રસિદ્ધ છે.
કોઈપણ દેવની ઉપાસનાનો પણ વિધિ હોય છે. જે દિવસે મહાદેવે સૃષ્ટિસૂક્ત અને જીવસૂક્તનો પાઠ ભણી ગણપતિમાં બ્રહ્મચૈતન્યનું સર્જન કરેલું તે દિવસ માઘમાસની શુક્લ ચતુર્થીનો હતો. ગણપતિને રીઝવવા માઘમાસની શુક્લ ચતુર્થીએ તેમનાં દર્શન-પૂજન કરવાં સિદ્ધિદાયક મનાય છે. પ્રત્યેક માસની શુક્લ ચતુર્થીનો દિવસ વિનાયક ચતુર્થી ગણાય છે. વિનાયક ચતુર્થીના દિવસે ગણપતિની ઉપાસના રિદ્ધિ-સિદ્ધિ દાતા ગણાયેલી છે. તેનું એક વ્રત વિજ્ઞવિનાશક વ્રત તરીકે ઓળખાય છે. કૃષ્ણપક્ષની ચતુર્થી સંકષ્ટચતુર્થી છે. આગામી સંકટોના નિવારણ માટે તે પણ મુકરર દિવસ છે.
માઘશુક્લ ચતુર્થીથી એક વર્ષ પર્યત ગણપતિની ઉપાસના “વિબ વિનાશક વ્રત' તરીકે બતાવેલું છે. બની શકે તો પોડષોપચાર પૂજા શ્રેષ્ઠ છે. દર્શન-અર્ચન અને તેમનું સતત સ્મરણ પણ ફળદાયી છે. આ વ્રત પાલનથી સર્વ મનોરથ સિદ્ધ થાય છે. માતા પાર્વતીજીએ તેમના એક હાથમાં પરશુ અને બીજા હાથમાં મોદક મૂકેલો છે.
પરશુ અનિષ્ટોના સંહાર માટે છે, મોદક અંતરાત્માની પ્રસન્નતા માટે છે.