________________
છે. ઉત્તર-ગુજરાતનો એક ભાગ છે.
12. શ્રીસ્થલ :- મોક્ષેશ્વરથી અનેક નાના મોટા તીર્થને પાવન કરી સરસ્વતી શ્રીસ્થલમાં આવે છે. શ્રીસ્થલ અને તેની માસપાસના વિસ્તારમાં દસ તીર્થો આવેલાં છે. સરસ્વતીના પાંચ પ્રમુખ તીર્થોમાં તે એક છે.
13. વટેશ્વર :- શ્રીસ્થલનું સમીપવર્તા તીર્થ છે. સરસ્વતીના કિનારે આવેલ છે. સિદ્ધપુરથી આઠ કિ.મી. દૂર છે. આદિ પુરાણ રચનાકાર મહર્ષિ વ્યાસ અને પાંડવોની મુલાકાતનાં વર્ણનો મળે છે.
14. મુંડીશ્વર :- સરસ્વતી અને આખર્દકી નદીનું સંગમ સ્થાન છે પુરાણપ્રસિદ્ધ સ્થાન છે. એક ઐતિહાસિક પ્રસંગ મુજબ સિદ્ધરાજના પિતૃવ્યક પ્રેમરાજે અહીં ઉત્તરકાળ ગાળી તપ કર્યું હતું. -
15. માંડવ્યેશ્વર :- મુંડીશ્વર પછી સરસ્વતીના કિનારે માંડવ્યેશ્વરનું પ્રાચીન સ્થાન છે. માંડવ્યેશ્વર પછીના તીર્થસ્થાનો પાટણ સહસ્ત્રલિંગ તળાવમાંથી સરસ્વતી બહાર નીકળી આગળ વધે છે. રસ્તામાં પિલુપર્ણિક, ધારાવતી, ગોવત્સ તીર્થ, ઝિલ્લતીર્થ, લોહયષ્ઠિતીર્થ, વિગેરે તીર્થોમાં થઈ સરસ્વતી કચ્છના રણમાં લુપ્ત થાય છે.
નોંધ : લોહપાષ્ટિ એટલે હાલના લોટેશ્વર મહાદેવ એવા સંકેત મળે છે. હાલ લોટેશ્વરથી સરસ્વતી ત્રણ માઈલ જેવી દૂર છે. ચૌદમી સદી સુધી અહીં પ્રવાહ હતો એવા ઐતિહાસિત સંકેત મળે છે. આ સ્થાન રાધનપુર પાસે છે
-ગોવત્સતીર્થ સંબંધે પઢિયારમાં કચ્છના રણ પાસે વાછડા સોલંકી સ્થાન છે જ્યાં સરસ્વતીનો પ્રવાહ પણ છે અને શિવાલય (પ્રાચીન) છે. તેની ધારણા છે. કેટલાક વિવેચકો અડિયા મહાદેવના સ્થાનને પણ ગણે છે.
-ઝિલ્લતીર્થ સંબંધે રાધનપુર પાસે આવેલ ઝીલવાણા ગામે એક મોટા ખાડામાં સરસ્વતીનો જળપ્રવાહ એટલા જોરથી ફરે છે કે પત્થર નાંખવાથી પત્થર પણ બહાર ફેંકાઈ જાય છે.
16. પ્રભાસ : કચ્છના રણમાંથી લુપ્ત સરસ્વતી ખદિરવનમાં પ્રકટ થાય છે. ખદિરવન સંબંધે એવું કહેવાય છે કે ગીરની પર્વતમાળામાં ખદિરના વૃક્ષો ખૂબ છે. તેથી ગીરના ડુંગરો પૈકી કાંટાસૂળીયા અને મથુરામાળના ડુંગરાઓમાંથી સરસ્વતી વહે છે. આ રીતે ખદિરવન ગીરનો જ પ્રદેશ છે. ખદિરવનમાંથી સરસ્વતી કૃતસ્મર પર્વતને બાળી પ્રભાસમાં જાય છે. ખદિરા મોટ ઉપરથી પ્રભાસનો ઘુઘવતો સાગર દેખાય છે. કૃતમ્મર પર્વત પ્રત્યે સ્કંદપુરાણમાં સોમનાથથી શિવાલયની પૂર્વમાં ત્રણસો ધનુષ દૂર હતો એવા ઉલ્લેખ મળે છે. પ્રભાસમાં સરસ્વતીના જે પાંચ પ્રવાહોનું વર્ણન પુરાણમાં છે તે પાંચેય પ્રવાહો આમ તો સ્વતંત્ર વહેલા જણાય છે. પરંતુ તેમનું ઉદગમ સ્થાન, ખદિરવનના આ ડુંગરાઓજ છે.
17. પ્રભાસમાં પ્રાચી સરસ્વતી પ્રાચી તીર્થ પ્રભાસથી લગભગ ચૌદ માઈલ દૂર સરસ્વતીના કાંઠા ઉપર આવેલું છે. ત્યાંથી સરસ્વતી પ્રાચી બની પ્રભાસમાં વહે છે.
૫૫