________________
રાખે છે તેના પ્રભાવથી મને રાત્રે રાજાના સુખનો આસ્વાદ મળે છે. દિવસે ખોપરી ખાલી પડી રહે છે. ખોપરી સાથે સરસ્વતીના જળના સમ્પર્ક સમયે તો મને આ આનંદ મળે છે. પરંતુ દિવસે હું મારા કર્મોની સજા ભોગવું છું. પૂર્વજન્મમાં એક શિકારીના રૂપમાં મેં અસખ્ય પ્રાણીઓની હત્યાઓ કરેલી છે. એક દિવસે એક હિંસક પ્રાણીથી મારી હત્યા થયેલી છે. મારાં અસ્થિઓ સંગમના સ્થળે વેરાએલાં પડેલાં છે. ખોપરી મુનિના આશ્રમમાં છે. આ ખોપરી મેળવી અસ્થિઓ અને હાડપિંજરને અગ્નિસંસ્કાર આપી તેની ભસ્મને તું આ સંગમ જળમાં પધરાવી દે. પછી અહીં આવ હું તને ધન બતાવીશ.
બ્રાહ્મણ પ્રાણીના આ વચનો સાંભળી ઉંડા વિચારમાં પડી ગયો. તે ઊઠ્યો અને પ્રાણીએ કહેલી દિશા તરફ ચાલવા લાગ્યો. આશ્રમ જોવામાં આવ્યો. આશ્રમમાં જઈ આ સર્વ વૃત્તાંત મુનિને પણ સંભળાવ્યો. મુનિ પણ વિસ્મય પામ્યા. મુનિ પાસેથી
ખોપરી મેળવી તે નદી કિનારે આવ્યો. વીણી વીણી અસ્થિઓ ભેગાં કરી તેને તેણે અગ્નિ સંસ્કાર આપ્યો. રાખ નદીમાં પધરાવી પાછો તે વૃક્ષ તરફ વળ્યો.
ત્યાં જઈને જોયું તો એક દિવ્ય પુરુષ ત્યાં ઉભો હતો. તેણે આ બ્રાહ્મણને દૂર એક વૃક્ષ નીચે ખોદી ધન મેળવવાનું કહ્યું. આ દિવ્ય પુરુષ વિદાય થઈ ગયો. બતાવેલા સ્થળે ખોદતાં હાથ લાગેલ સોનામહોરોનો ગગરો લઈ ખૂશબૂશ થઈ બ્રાહ્મણ ચાલતો થયો.
૪૧. માંડવ્યતીર્થ
સરસ્વતીના કિનારે એક માંડવ્ય રૂષિનો પણ આશ્રમ હતો. હાલ આ સ્થાને માંડેલ્મેશ્વર શિવલિંગનું સ્થાન છે. જંગમ તીર્થ સમાન માંડવ્યની સ્મૃતિમાં આ સ્થાન છે. આ સંબંધમાં માંડવ્ય રૂષિનો એક પ્રેરણાત્મક ઇતિહાસ પ્રસિદ્ધ છે.
માંડવ્ય શિવભક્ત હતા. શિવપુજન અને શિવચિંતન તેમનો નિત્ય ક્રમ હતો. એક દિવસે ઉંડા અરણ્યમાં બિલીપત્રો લેવા એક કરંડિયો લઈ તેઓ જંગલમાં ગયેલા. બિલી વૃક્ષની એક ડાળ પર આ ટોકરીને ઠરાવી બિલીપત્રો તોડી તેમાં એકઠા કરતા
હતા.
આ વનની નિકટમાં જ સરસ્વતી વહેતી હતી. ધર્મવર્મા નામે રાજાની રાણી સખિયો સાથે સરસ્વતી સ્નાન માટે અહીં આવી હતી. દૂર-દૂર રાજાના સેવકો રાણીની રક્ષા માટે ઉભા હતા. રાણી પોતાના કપડાં પરનો સોનાનો કંદોરો ઉતારી કિનારે મૂકી સખિઓ સાથે સ્નાનક્રિડા કરી રહી હતી. દરમ્યાન એવું બન્યું કે આકાશમાં ઉંચે ઉડતા ચીલ નામના એક પક્ષીની નજર માંસના ટૂકડા જેવા ચળકતા આ કંદોરા પર પડી. ચીલ ઝડપે નીચે ઉતરી ચાંચમાં ઘાલી તે પક્ષી ચાલતું થઈ ગયું. દૂર એક વૃક્ષ ૫૨ ઉંચે બેસી તેણે તે ખાવા ચાંચમાં દબાવ્યું. પણ ખાઈ ન શકાય એવો કઠણ પદાર્થ જાણી તેણે તેને છોડી દીધું.
૪૨