________________
આગમનનાં એંધાણ વરતાતાં હતાં. રાતના સમયે આગળ વધવાનું ઉચિત ન માની એક વિશાલ વૃક્ષની છાયામાં આરામ વિશ્રામ લેવાનો સંકલ્પ કર્યો. આ ઝાડની છાયામાં ઉપવસ્ત્રનું આસન બિછાવી તે તેના નીચે બેઠ્યો. ચારે બાજુ નજર ધૂમાવતાં ધૂમાવતાં તેણે જોયું કે તે બેઠો હતો તેના ઉપર જ એક ડાળી પર મોટું પેટ અને વિશાળ કાયાવાળું પ્રાણી ઉંધા મસ્તકે લટકતું હતું. મનમાં ભય તો લાગ્યો પરંતુ મેં તેનું કશુંજ બગાડ્યું નથી એવો મનોમન દિલાસો મેળવી રાત ત્યાંજ ગુજારવાનું તેણે નક્કી કર્યું. રાતના કાળા ઓળા છવાઈ ગયા. ઉંઘ તો આવા અજાણ અને ભયાનક સ્થાનમાં આવે નહીં પરંતુ પગ લાબાં કરી સુઈ ગયો. ઉંઘના અભાવમાં મન અનેક અટકળોમાં ચકરાવે ચઢ્યું.
મધ્યરાત્રી જેવો સમય શરૂ થયી હશે એટલામાં શહનાઈઓના સ્વરો સંભળાયા. ઉઠી બેસી આમતેમ જોવા લાગ્યો તો માણસોની હિલચાલ નજરે પડી. રથ, ઘોડા, હાથી આવ્યા. બંધાયા. જોતજોતામાં એક રાજાનું સૈન્ય ત્યાં મૂકામ માટે રોકાયું. એક માણસે એક પલંગ જેવું સુવાનું આસન આ બ્રાહ્મણના પાસે જ બિછાવી દીધું. આ માણસે તેના બીજા નોકરને હુકમ કર્યો કે આ બ્રાહ્મણને પણ સુખચેનથી રાતભર રાખો. જોતાં-જોતાં તો ડાળ પરનું પેલું પ્રાણી નીચે પલંગમાં પડ્યું.
રાજાના નોકરોએ બ્રાહ્મણને પણ મોજમજા સાથે સુખશય્યાનો આનંદ આપ્યો. સુખમૈયાના સેવનથી બ્રાહ્મણ ઉંઘી ગયો. સવાર પડતાં જ્યાં સુર્ય નારાયણના કિરણો પૃથ્વીને પ્રકાશ્તિ કરવાં લાગ્યાં તો આ બ્રાહ્મણ પણ જાગી ગયો. જાગતાં જ તેણે જોયું તો રાત્રે જે જોયેલું તેમાંનું કશું જ ત્યાં જોવામાં ન આવ્યું. એજ ઉપવસ્ત્રની પથારી અને એજ નિર્જન વન. વૃક્ષ પર નજર કરી તો એજ પ્રાણી એજ સ્થિતિમાં ત્યાં લટકતું હતું. આ બ્રાહ્મણનું મન ચકરાવે ચઢ્યું. તેણે વિચાર કર્યો કે જે જોવામાં આવ્યું; અનુભવવામાં આવ્યું; તે સ્વપ્ન તો નહોતું જ. તો શું હતું તે ? કોઈ ઇન્દ્રજાળ હતી ? માયાવી રાક્ષસમાયા હતી ? ચકરાવે ચઢેલા બ્રાહ્મણના મને મનોમન નક્કી કર્યું કે આ બધું મેં જે જોયું તે સ્વપ્ન નહીં પણ પ્રત્યક્ષ અનુભવ છે. જાગૃત અવસ્થામાંનું જ દર્શન છે.
કોને પુછવું કે આ શું હતું ? ડાળ ઉપર લટકતા પ્રાણી સિવાય કોઈ હાજર નહોતું. બ્રાહ્મણે પેલા પ્રાણીને આ અંગે પૂછ્યું.
પ્રાણીએ કહ્યું કે કોઈ અપરિચિતને વિના જાણ્યે કંઈ કહેવાય નહીં. તું અહીં રહે. રોકાવ. તારો પરિચય થશે પછી જણાવીશ. પરિચયથી સંબંધ બંધાય છે. સંબંધથી ઓળખ દ્રઢ થાય છે. અને ઓળખથી અંતરની વાતો કરાય છે. ઓળખાણને લઈ એકબીજાને ઉપયોગી પણ થવાય છે. બ્રાહ્મણ બે ત્રણ દિવસ ત્યાં રોકાઈ ગયો. પેલા પ્રાણીએ જણાવ્યું કે તું ધનની શોધમાં નીકળ્યો છે તો હું તને ધન બતાવીશ. પણ તે પહેલાં તું મારું એક કામ કર. અહીંથી થોડે દૂર જઈશ ત્યાં એક મુનિનો આશ્રમ આવશે. રાતના સમયે મુનિ એક ખોપરીમાં સંગમનું જે જળ ભરી
૪૧