________________
હતી. રૂપ, યૌવન, અંગ સૌષ્ઠવ તેમજ સુંદર મુખ કાન્તિવાળી એક સુંદર સ્ત્રી આ રૂષિની ધર્મપત્ની હતી..
એક દિવસ કામલોલુપ ચન્દ્ર આ સ્ત્રીના રૂપૌવનથી મોહિત થઈ રૂષિની અનુપસ્થિતિમાં ઘ૨માં ઘૂસી ગયો હતો. બહારથી આવેલા આ ઉત્તુંગ મુનિએ દુરાત્મા ચન્દ્રના આ કૂકર્મને જાણી ક્રોધની જ્વાલાઓમાં ફેરવાઈ ગયા હતા. યજ્ઞકુંડનાં લાલ અંગારા જેવી આંખો વાળા આ મુનિએ યજ્ઞકુંડમાંના કરકને પકડી ચન્દ્ર પર જોરદાર પ્રહાર કર્યો. પ્રહારની ચોટથી ચન્દ્રના મુખમંડળ પર કાળો ધબ્બો પડ્યો. ચન્દ્ર નિસ્તેજ બની ગયો. તપ્ત કરકના દાહથી ચન્દ્રનું શરીર કાળું બની ગયું. પ્રભાવિહીન બન્યું. પ્રભાને પુન: પ્રાપ્ત કરવા તેણે પ્રમથનાથની આરાધના કરી. સોમનાથની કૃપાથી ચન્દ્રને પ્રભાનું દાન મળ્યું. જે ક્ષેત્રમાં તેણે મહાદેવ સોમેશ્વરની ઉપાસના કરેલી તે ક્ષેત્ર પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. આજે પણ રાતના સમયે ચન્દ્રના મુખમંડળ પરનો કાળો ડાઘ દેખાય છે.
ચન્દ્રને પ્રભાનું દાન દેવાથી રૂષિઓએ શિવનું નામ પ્રભાસ રાખ્યું છે. પાંચપાંચ કોશ સુધીના વિસ્તારોમાં આ એકજ પુણ્યક્ષેત્ર છે.
તે તીર્થના બ્રહ્મકુંડમાં જે એકવાર પણ સ્નાન કરે છે.પિતૃતર્પણનું કર્મ કરે છે તે અક્ષય કાંતિ અને સંતતિ પ્રાપ્ત કરે છે.
સરસ્વતીનાં જળ સર્વત્ર પુણ્યકારી છે પણ પાંચ પ્રમુખ તીર્થોમાં તેનું માહાત્મ્ય અજોડ છે. આ પાંચમાં રૂદ્રાવર્ત-કુરુક્ષેત્ર-પુષ્કર-શ્રીસ્થલ અને પ્રભાસ પ્રમુખ તીર્થો છે. દેવો દ્વારા દુંદુભિયોના કરાયેલા મંગળનાદ સાથે સરસ્વતીએ સાગરને વડવાનલ અર્પણ કર્યો. વડવાનલથી ગભરાયેલા સાગર અને તેના જીવોની રક્ષા માટેના પ્રબંધનો મર્મ સમજાવી અચ્યુતે સૌમાં આનંદ પ્રકટાવ્યો.
L
૫૦