________________
પડે છે. અર્પણનો ગુણ કેળવ્યા વિના મનોવાંછિત ફળો પ્રાપ્ત થઈ શકે જ નહીં.
રાજ્યમાં રિપુમર્દન નામે એક શુભંકર હાથી હતો. રાજા તેમજ પ્રજા બધા જ આ રિપુમર્દનને રાજ્યનું સૌભાગ્ય ચિન્ડ-લેખતા. આ હાથીને કારણે રાજ્યમાં સુખ-શાંતિ તેમજ સમૃદ્ધિની બોલબાલા હતી. એક પડોસી રાજાને આ રિપુમર્દન મેળવી સમૃદ્ધ થવાની લાલસા જાગી. તે સ્વયં તો બળમાં ફાવી શકે તેમ નહોતો. તેથી કોઈ કચાલ દ્વારા મેળવવાનો પેંતરો ગોઠવ્યો.
તેણે એક લોભી બ્રાહ્મણ શોધી કાઢ્યો. પુષ્કળ ધન આપવાની લાલચ બતાવી દાનમાં રિપુમદન મેળવી લઈ આપવાની તેણે પેરવી ગોઠવી. આ બ્રાહ્મણ ધનકેતના ઉંબરે પહોંચ્યો. તેણે દાનમાં રિપુમદનની માંગણી કરી. ધનતુએ રિપુમર્દન સિવાય અન્ય મનમાગ્યું ધન મેળવવા બ્રાહ્મણને ખૂબ વિનાવ્યો. પરંતુ દુરાશય સિદ્ધ કરવા આવેલ આ બ્રાહ્મણે તેની અવળચંડાઈ છોડી નહીં. કાં તો રિપુમર્દન કાં તો ખાલી હાથે પાછા ફરવાની અકડાઈ પર અણનમ રહ્યો. આ અડબંગ બ્રાહ્મણની યાચના અને દાનવૃત્તિના પાલન અંગેની દુવિધામાં ધનકેતુ અટવાઈ ગયો. પરંતુ તુર્ત જ પ્રબળ દાનવૃત્તિના એક જ ઝટકેથી મમત્વના બંધનને કાપી નાંખી રિપુમર્દન બ્રાહ્મણને સોંપી દીધો. બ્રાહ્મણ રિપુમર્દનને લઈ પેલા રાજા પાસે પહોંચી ગયો અને ઘનના બદલામાં સુપરત કરી દીધો.
રિપુમર્દનના દાનની વાત અને પડોસી રાજાના આ ષડયંત્રના સમાચાર ચોતરફ ફેલાઈ ગયા. રાજ્યના મંત્રીઓ નારાજ થયા. મંત્રીઓએ આ યંત્રની યુવરાજને જાણ કરી. અને કોઈપણ ભોગે રિપુમર્દનને પરત મેળવવા વિનંતી કરી. પેલા બ્રાહ્મણને બોલાવી તેને અઢળક ધનના બદલામાં રિપુમર્દન પરત મેળવી લેવાની યોજના સમજાવી.
રિપુર્મદન એ રાજ્ય માટે શુભંકર હાથી છે. માટે પેલો બ્રાહ્મણ તેમજ રાજા પણ જો હઠે ચઢે તો બળથી પણ રિપુમર્દન પરત મેળવી લેવાનું યુવરાજ સમક્ષ સુચન
કર્યું.
પરંતુ એકવાર અર્પણ કરેલું દાન પરત મેળવવાની ઇચ્છા માટે યુવરાજે સાફ નન્નો સંભળાવી દીધો. દાન સંબંધે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી મંત્રીઓએ અભિપ્રાય મેળવ્યો. શાસ્ત્ર મતાનુસાર કેવળ વાજપેય યજ્ઞમાં જ ગુરૂને હાથીના દાનનો મહિમા છે. આ દાન કપટબુદ્ધિથી લેવાએલું હોઈ તેને યોગ્ય બદલો આપી પરત મેળવી શકાય. પુરોહિતોની આ વાતથી યુવરાજના પિતા કુશકેતુ પ્રસન્ન થયા અને યુવરાજ જો ન માને તો પણ રિપુમર્દન મેળવવા મક્કમ બન્યા. યુવરાજના અટલ નિર્ણયને જાણી ક્રોધે ભરાએલા પિતાએ યુવરાજને સંભળાવી દીધું કે તારા વિના રાજ્યને ચાલશે પણ રિપુમર્દન વિના હરગિજ નહીં ચાલે. તારે જો આવા જડ નિર્ણયને વળગી રહેવું હોય તો રાજ્ય છોડી ચાલ્યો જા.
પિતાના મન અને વચનના ફરમાનને માથે ચડાવી બીજા જ દિવસે યુવરાજ પોતાની પત્ની અને બે બાળકોને સાથે લઈ એક રથમાં બેસી રથને વન તરફ હંકારી
૩૩