________________
ગયો. વનના વિકટ રસ્તે ચાલતાં ચાલતાં રસ્તામાં તેને એક નિર્ધન બ્રાહ્મણનો ભેટો થયો. બ્રાહ્મણે પોતાનું દરિદ્રય ફોડવા બે અશ્વોની યાચના કરી. અશ્વો દાનમાં બ્રાહ્મણને સોંપી દઈ બાળકોને રથમાં બેસાડી બંને પતિ-પત્ની રથને ખેંચતા વાટે આગળ વધ્યા. સ્હેજ આગળ વધતાં અન્ય એક દરિદ્ર યાચક હાથ જોડી ગળગળા સ્વરે રથની યાચના કરવા લાગ્યો. પ્રારબ્ધના હેતુને સમજી લઈ ધનકેતુએ રથ પણ સોંપી દઈ પરિવાર સહ પગપાળા ચાલવા માંડ્યું. વનના મધ્યમાં જળ-ફળ-મૂળની સુંદર સુવિધા જોઈ ધનકેતુએ ત્યાં જ પર્ણકુટિ બાંધી રહેવાનો નિશ્ચય કર્યો. પર્ણકૂટિ બનાવી જળ-ફળ અને કંદમૂળના સેવનથી તેઓ આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા. સવાર પડતાં પત્ની કંદમૂળ-ફળ લેવા વનમાં નીકળી પડતી, બાળકો આંગણામાં રમતાં કિલ્લોલ કરતાં. ધનકેતુ ધ્યાન-પુજામાં વ્યસ્ત રહેતો. આ વનમાં કપિલ નામે એક કુટિલ બ્રાહ્મણ પણ રહેતો હતો. તેને તેની ફળસ્નાતા પત્ની માટે એક પરિચારિકાની જરૂર હતી. પણ ધનની સગવડ માટે તે વેતમાં હતો.
એક દિવસ સવારે લાગ મળતાં કપિલ ધનકેતુ પાસે પહોંચી ગયો. ધનકેતુને, પ્રસન્ન મુદ્રામાં જોઈ કપિલે ધનની યાચના કરી. આપી શકાય એવું કોઈ પણ ધન પાસે ન હોવાથી ધનકેતુએ નમ્રતાપૂર્વક લાચારી દર્શાવી. કપિલ ક્રુટિલ બુદ્ધિમાં ઉણો ઉતરે તેમ ન હતો. તેણે ધન નહીં તો આ બે બાળકોની માંગણી કરી. બાળકોના વેચાણમાંથી ધન મેળવી તે ધન દ્વારા પોતાની જરૂરીયાત પૂરી કરવાનો મનસૂબો ગોઠવ્યો.
કપિલના વલોપાત ભર્યાં વલખાંથી પીગળી જઈ ધનકેતુએ બે પુત્રોને દાનમાં સોંપી દીધા. આનંદના ઉભરાથી મલકાતો કપિલ બે પુત્રોને લઈ બાજુના રાજ્યમાં પહોંચી ગયો. નગરના એક ચોતરે બાળકોને ખડા કરી કપિલ જોરશોરથી વેચાણ માટે બૂમાબૂમ કરવા લાગ્યો. બે સુંદર લિલાઉં બાળકોની ચર્ચા ચોખૂંટ ચકરાવે ચડી. વાત ઠેઠ રાજદરબાર સુધી પહોંચી. ધનકેતુના ચાલ્યા ગયા બાદ પરિવાર સુખના સ્વાદ વિના શૂઢમૂઢ બનેલા તેના પિતાને આ બે બાળકો ખરીદી આનંદ મેળવવાનો તાલ જાગ્યો. તેણે તે બંને બાળકોને ખૂબ ધન આપી મંગાવી લીધા. નજર પડતાં જ બાળકોને કુશકેતુ ઓળખી ગયો. બાળકો પણ મા-બાપની પાસે પહોંચવા આક્રંદ કરવા લાગ્યા. કુશકેતુ પરિસ્થિતિને પામી ગયો. બાળકોને સાથે રાખી વનમાંથી ધનકેતુને શોધી કાઢી રાજ્યમાં ફરી તેડી લાવવાનો તેણે નિર્ધાર કર્યો.
પ્રભાત થતાં ધનકેતુની શોધ માટે કુશકેતુ પોતાના મંત્રીઓ અને બાળકો સાથે નીકળી પડ્યો.
ધર્મનું નિરીક્ષણ અને પરીક્ષણ કરનારો દેવ ધર્મરાજા છે. ધર્મરાજાએ ધનકેતુની અંતિમ પરીક્ષા માટે એક પાસો ફેંક્યો. ધર્મરાજા એક તેજસ્વી મુનિના વેશમાં ધનકેતુને બારણે જઈ ઊભા રહ્યા. સેવા-સશ્રુષા માટે તેમણે તેની પત્નીની માંગણી કરી. મુનિના તપના તેજથી પ્રભાવિત બનેલ ધનકેતુએ સ્ટેજ પણ ખચકાટ વિના પત્નીને સોંપવા ધનકેતુએ પ્રસન્નતા જાહેર કરી.
૩૪