________________
આ સ્થાન નદીના પશ્ચિમ કિનારે આવેલા નવા આરાથી શરૂ થાય છે. હાલ જ્યાં ભગ્નાવશેષ રૂદ્રમહાલય છે તે તેનું કેન્દ્રસ્થાન છે.
૩૪. અશ્વીર્થ
શ્રીસ્થલની સરસ્વતીને પૂર્વ કિનારે પુરાણપ્રસિદ્ધ એક અશ્વતીર્થ આવેલું છે. સરસ્વતીના તટને અડકીને આ સ્થાન છે. બ્રહ્માએ આ સ્થળ ઉપર એક સમયે અશ્વમેઘ યજ્ઞ કરેલો હોઈ પુરાણોમાં તેને અશ્વતીર્થ તરીકે વર્ણવેલું છે. યજ્ઞમાં યજ્ઞ સમાપ્તિના અંતે અવભૃથ સ્નાનનું વિધાન કરાયેલું હોઈ બ્રહ્મા દ્વારા અહીં એક બ્રહ્મકુંડ તૈયાર કરાયેલો છે. આ બ્રહ્મકુંડમાં સરસ્વતીનું જળ મળે એવી ગોઠવણ સાથેનો આ બ્રહ્મકુંડ બનાવેલો હતો.
યજ્ઞ પૂર્ણ થયા બાદ બ્રહ્માએ આ બ્રહ્મકુંડના જળથી સ્નાન કરી તેની સમીપમાં એક શિવલિંગ સ્થાપિત કરી તેની પુજા-અર્ચના કરેલી છે. સર્વ પ્રથમ બ્રહ્મા દ્વારા પુજાયેલું આ શિવલિંગ અનેક ઋષિ-મુનિઓ દ્વારા સેવાયેલું છે. બ્રહ્મા દ્વારા પ્રતિષ્ઠિત આ શિવલિંગ બ્રહ્માન્ડેશ્વ૨ નામે ઓળખાયું છે. જે શિવલિંગ સ્વયં અેવો દ્વારા પ્રસ્થાપિત થઈ તેમના દ્વારા સર્વપ્રથમ પુજાએલ છે તે શિવલિંગ પૃથ્વી ઉપર સ્વયંભૂ શિવલિંગ ગણાય છે.
આ સ્થાન વિશાળ ભૂમિમાં વિસ્તરેલું છે. પૂરાતત્ત્વીય અવશેષો મળી શકે એવા અણસાર વરતાય છે. પ્રાકૃતિક શોભા તેમજ આલ્હાદાયક શાંતિ આપી શકે એવું મનોહર સ્થાન પૂજા-તપ અને ધ્યાન માટે સિદ્ધપુરનું એક મહત્વનું સ્થાન છે. ૩૫. વાલ્યખિલ્યેશ્વર
અશ્વતીર્થથી સ્ટેજ દક્ષિણે આ તીર્થભૂમિ છે. પ્રાચીન મતાનુસાર વાલેખલ્ય મુનિઓએ સરસ્વતીને પૂર્વ કિનારે પોતાનો વસવાટ કરેલો છે. અને શ્રીસ્થળને તપોભૂમિ બનાની છે. આ મુનિયો શિવના પરમ ઉપાસક હતા.
શ્રીસ્થળમાં મહાલય તીર્થ હોવાથી તેઓએ આ ભૂમિને ઉપાસના માટે પસંદ કરેલી છે.
પ્રાચીન ઇતિહાસ અનુસાર વાલ્યખિલ્ય મુનિઓ દક્ષના યજ્ઞમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાયની ખરીના આકાર જેવો જળપ્રવાહ જોયો. આ જળ પ્રવાહ તરીને પાર કરવાના વિચારમાં ઊભા હતા એટલામાં આકાશ માર્ગથી ઇન્દ્ર તેના વિમાન દ્વારા તેમના ઉપ૨થી ઉડીને ચાલી ગયો. ઇન્દ્રના આ પગલાને પોતાનું અપમાન સમજી ઇન્દ્રને શિક્ષા કરવા એક નવો ઇન્દ્ર તૈયાર કરવા મુનિઓ વિચારવા લાગ્યા. બ્રહ્માના સમજાવવાથી વાલ્યખિલ્ય મુનિઓએ ઇન્દ્રના આ કૃત્યને માફ કર્યું.
બ્રહ્માના કહેવાથી જ આ વાલ્યખિલ્ય મુનિઓએ અહીં સરસ્વતીના કિનારે
૩૧