________________
છે તે વેદરક્ષક બ્રાહ્મણોથી આ ભૂમિ ઉભરાવા લાગી. સમસ્ત ગુજરાતમાં શ્રીસ્થલ વિચાર અને આચારના આદર્શોની એક મૂર્તિમંત નગરી તરીકે પૂજાવા લાગી.
શ્રીસ્થલ માટે હજાર વર્ષ પૂર્વેની સંસ્કૃતિ માટે કહેવાયું છે કે
आदौसिद्धपुरंप्रसिद्धनगरं स्वर्गोपमसुन्दरम् । विद्यागद्यविवेकज्ञानचतुरं तीर्थंचकाशीसमं ॥ विश्वामित्रप्रभृतिभि: सेव्यंच प्राचीतटम ।
વીમાધવરુદ્રદેવ સહિત તીર્થક્ષુટમમુમિ | (ઓ. પ્રકાશ)
શ્રીસ્થલમાં પ્રાચી માઘવનાં દર્શન ભોગ અને મોક્ષ બંને દેનાર છે. માઘવના મનોહર દર્શન માત્રથી નર્કના દુઃખોથી દૂર રહી શકાય છે. શ્રીસ્થલમાં પ્રવેશથી જ પાપો તત્કાલ નાશ પામે છે. માઘવના દર્શન અને પ્રદક્ષિણાના માહાસ્ય માટે એક પૂર્વ ઇતિહાસ પ્રકાશમાં આવેલો છે.
રાજાવિભાવસુ દક્ષિણ દેશમાં વિભાવસુ નામે એક પ્રબળ સત્તાસમ્પન્ન રાજા હતો. અઢળક સમૃદ્ધિ માટે તેનું રાજ્ય ચોતરફ પ્રસિદ્ધ હતું. એક સમયે રાણી કાંતિમતી સાથે રાજા પોતાના નિવાસ સ્થાને વાર્તા-વિનોદ કરી રહ્યો હતો ત્યારે પૃથ્વી પર વિચરતા નારદમુનિએ ત્યાં પ્રવેશ કર્યો. રાજારાણીએ સન્માનપૂર્વક નારદમુનિનું સ્વાગત કર્યું. ઉત્તમ આસન આપ્યું. આસન પર બેસતાં જ નારદ ધ્યાનમાં ગરકાવ થઈ ગયા. આંખો ખોલતાં વિભાવસુએ નારદજીને તેમની ગંભીર મુખમુદ્રા માટે પુછ્યું. નારદજીએ રાજાની ધનસંપત્તિના વખાણ કરી પ્રસન્નતા વ્યક્ત કરી. રાજાએ પણ પોતાની સંપત્તિના ઐશ્વર્ય માટે પ્રસન્નતા દર્શાવી. રાજાએ નારદજીને આ વિપુલ ધનસંપત્તિના ઐશ્વર્ય પ્રાપ્તીનું કારણ પુછ્યું.
નારદજીએ વિભાવસુના પૂર્વજન્મનો એક વૃત્તાંત સંભળાવ્યો. નારદે કહ્યું કે પૂર્વજન્મમાં એક કદંબવૃક્ષનો તારો અવતાર હતો. કોઈ સમયે તારું એક ડાળું ભાંગી પૃથ્વી ઉપર પડ્યું હતું. સમય જતાં ડાળું સૂકાઈ ગયું હતું. કોઈ એક સમયે એક પારઘી શિકાર માટે ફરતો ફરતો ત્યાં આવી ચડ્યો એટલામાંજ વીજળી અને વરસાદનું ભીષણ તોફાન શરૂ થયું. ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા. આ કદંબવૃક્ષને આશ્ચર્ય પારધી લપાઈને બેસી ગયો. તે ઠંડીથી થરથર ધ્રુજવા લાગ્યો. તોફાન શમ્યું એટલે જવા તૈયાર થયો. પેલું સૂકું ડાળું જોઈ તાપવાના ઇરાદે તેણે ઉઠાવી લીધું. અગ્નિ મળે તો પ્રકટાવી ઠંડી ઉડાવવાના વિચાર કરતો તે આગળ વધ્યો. દૂર નજર પડતાં ધૂમાડો દેખાયો. ધૂમાડાની દિશાએ આગળ વધ્યો તો ત્યાં એક મંદિર બહાર બુઝાતો અગ્નિ જોયો. આ અગ્નિની મદદથી તેણે પેલું ડાળું સળગાવી ટાઢ ઉડાડી ખૂબ તાપ્યો ઘણા
૨૧