________________
આ ગુરૂદેવથી સત્સંગ અને પ્રેરણાત્મક સંવાદ કરી ગયેલા છે. આ સ્થાનની ઉત્તર પૂર્વમાં અરવલીની ગિરીમાળાઓ આવેલી છે. સ્થાનના પ્રાંગણમાં ઊભા-ઊભા કલકલ કરતી વહેતી સરસ્વતીનાં સુરમ્ય દર્શનનો પણ લાભ મળે છે. સરસ્વતીના વિશાળ તટ અને જળ તેમજ જળથી પલ્લવિત પ્રાકૃતિક સૌન્દર્યની શોભા અંતરાત્માને પ્રસન્ન બનાવે છે. સરસ્વતીને કિનારે જ જળના સાનિધ્યમાં આ ગુરૂદેવે આસન લગાવી વર્ષોના વર્ષની ત્રણ વિવિધ રૂતુઓની વિવિધ સંધ્યાદેવિના દર્શન કરેલાં છે.
૩૦. શ્રીસ્થલ અર્થાત્ પ્રાચીમાઘવ તીર્થ (મહિમા)
શ્રીસ્થલની ઉત્પત્તિ અંગે એક પૂર્વોક્ત ઇતિહાસ પુરાણોમાં છે. ત્રેતાયુગમાં દુર્વાસા મુનિના શાપને કારણે લક્ષ્મીજી સમુદ્રમાં પડ્યાં. જ્યારે સમુદ્રમંથન યોજાયું ત્યારે લક્ષ્મીજી પણ બહાર આવ્યાં અને પુન: શ્રીહરિને વર્યાં. શ્રી તેમજ શ્રી હરિ ગરુડ ૫૨ સવાર થઈ વૈકુંઠ ભણી જઈ રહ્યાં હતાં તે સમયે નીચે પૃથ્વી ઉપર સુમધુર કોલાહલ સંભળાયો. વેણુથી ઉત્પન્ન કવણ-કવણ મધુર કલકલાટના દૃશ્યને નજરે નિહાળવા લક્ષ્મીએ આગ્રહ કરતાં ગરૂડસહિત બધાં પૃથ્વી પર ઉતર્યાં. અહીં તો દેવો, યક્ષો, કિન્નરો, ગંધર્વો સાથે શ્રીમહાદેવજી અને પાર્વતી સંમોહક તાંડવનૃત્યુ કરી રહ્યાં હતાં. ડમરું, વેણુ અને અનેક વાદ્યોના મધુર સ્વરો અને અંગ-પ્રત્યંગની ચપળ સ્ફૂર્તિભર્યા નૃત્ય મહોત્સવને જોઈ લક્ષ્મીજી તો આનંદવિભોર બની ગયા. નૃત્યમાં ફરતાં-ફરતાં ધૂમરીઓ લેતાં પાર્વતીજીએ શ્રીલક્ષ્મીજીના ગળામાં મઘમઘાટ પુષ્પોનો એક હાર પહેરાવી દીધો. નૃત્યના મનમોહક-વાતાવ૨ણે લક્ષ્મીજીના મનમાં આ ભૂમિ ૫૨ મહાદેવ પાર્વતી સાથે વસવાનો મોહ જગાડી દીધો. લક્ષ્મીજીએ શ્રી હરિને મનની વાત કહી નાંખી. શ્રી હરિએ શ્રીના મનને જાણી ભૂમિ પર રહેવા એક સુંદર નગર બનાવવા વિશ્વકર્માને આદેશ કર્યો. શ્રી હરિએ કહ્યું કે શ્રીની ઇચ્છાથી આ નગરનું નિર્માણ થયું છે; તેથી હવેથી આ નગર શ્રીસ્થલ નામથી ઓળખાશે શ્રી સાથે શ્રીહરિના નિવાસને કારણે રૂષિ-મુનિયોએ તેને પ્રાચીમાધવ તીર્થનું પણ નામ આપેલું છે. શ્રીહરિના નિવાસને કારણે નિવાસના ચારે દરવાજે શ્રીહરિના દર્શન માટે દેવો અહીં અહર્નિશ આવાગમન કરે છે.
એવું કહેવાય છે, કે સામ્બ સદાશીવ તો હિમાલયમાં રહે છે. તો આ ભૂમિ વળી સામ્બ સદાશીવનું મહાલય તીર્થ કેવી રીતે ? આ પ્રશ્ન રૂષિઓએ સુત પુરાણીને પણ પૂછેલો છે. સુત પુરાણીએ રૂષિઓને આ સંબંધે એક પ્રાચીન ઇતિહાસ સંભળાવેલો છે. સુત પુરાણીએ સ્ફોટ કરતાં કહ્યું કે ઉનાળો તેમજ ચોમાસાના આઠ મહિના મહાદેવજી હિમાલયમાં રહે છે પરંતુ શિયાળાના ચાર મહિના આ શ્રીસ્થલની ભૂમિ પર આવી રહે છે. રૂષિ મુનિયોએ આતુરતા પૂર્વક આ રહસ્યને સમજવા બીજો
૧૯