________________
વાઘે કહ્યું કે શાસ્ત્રોમાં કહેલું છે કે વિવાહ, યુદ્ધ અને પ્રાણસંકટના પ્રસંગે જુઠ બોલવામાં મહા અપરાધ નથી અને ઈશ્વર પ્રત ભક્ષને જતો કરનારથી અન્ય કોઈ મુર્ખ નથી. દેવ, મનુષ્ય, પ્રાણી, યક્ષ કે પિશાય કોઈપણ આપત્તિ સમયે સત્ય બોલતા નથી. તું આ સત્ય જ કહે છે તેનું પ્રમાણ શું ? કોઈ સોગંદ લઈને તું સ્તનપાન કરાવવા જઈ શકે છે..
વાઘના આવા દયાભર્યા વચનથી ગાયે નીચે મુજબ સોગંદના વચનો કહ્યાં. બ્રાહ્મણનો જન્મ લઈને જે સ્નાન, સંધ્યા, સ્વાધ્યાય, સત્ય અને શૌચનું પાલન કરતો નથી. જે વિક્રય માટે અનુચિત ચીજોનો વિક્રય કરે છે. ન માંગવાના સ્થાને જે માંગે છે. જે શવભોજન અને સૂતક ભોજન કરે છે. જે શૈય્યાદાન ગ્રહણ કરે છે. જે માતપિતાનો નિર્વાહ કરતો નથી. જે ઈરાદાપૂર્વક નિત્ય લસણ, પ્યાજ વગેરે કરે છે. જે અભક્ષણનું ભક્ષણ કરે છે. છેદન અને જે વૃત્તિછેદન અને વૃક્ષછેદન કરે છે. જે બ્રાહ્મણ થઈને પરસ્ત્રી સાથે ભાર્યા સમાન વ્યવહાર કરે છે. જે કુતરા તેમજ રજસ્વલાથી અડકાયેલી રસોઈનું ભોજન કરે છે. મોહને તાબે થઈ જે રજસ્વલા અને કુમારિકા સાથે સુખશૈચ્યા માણે છે. જે કૃતઘ્ન બને છે. કપટના ખેલ ખેલે છે. મિત્રદ્રોહ અને ચોરી કરે છે. જે બાલહત્યા, સ્ત્રીહત્યા અને ગૌહત્યાના કર્મ કરે છે. જે બીજાને ઝેર આપે છે. જે પુત્ર કે કન્યાના વિક્રયથી ધન મેળવે છે. જે સત્કર્મમાં વિધ નાંખે છે. તેમજ કન્યાને એક સ્થાનથી બીજે બેસાડે છે.
ઉપરોક્ત તમામ પાપો કરવાથી જે ફળ મળે છે તે ફળ જો હું અસત્ય નીવડું તો મને પ્રાપ્ત થાય. ગાયે કહ્યું કે તમામ પાપોમાં વિશ્વાસઘાત સૌથી મહાન પાપ છે. ગાયના વચનોમાં વિશ્વાસ રાખી વાઘે તેને સ્તનપાન માટે રજા આપી. ગાય અને વાઘના આ સંવાદ સમયે સત્ય પરિક્ષણ માટે ધર્મરાજ પણ ગુપ્ત વેષે ત્યાં ઉપસ્થિત હતા. બાળકને સ્તનપાન કરાવી ગાય તૂર્તજ પાછી ઉપસ્થિત થઈ અને પોતાનો ભક્ષ બનાવવા વાઘને કહેવા લાગી.
ગાયની સત્યનિષ્ઠાને પારખી વાઘ પ્રસન્ન થઈ કહેવા લાગ્યો. કે હે કલ્યાણી; તારું નામ શું છે ? નંદા નામ સાંભળતાં જ વાઘ શાપમુક્ત બની એક પ્રભંજન રાજા તરીકે નંદા સમક્ષ નતમસ્તક થઈ તેના ચરણોમાં પડ્યો.
એક પશુના આવા સત્ય અને ધર્મનિષ્ઠ વ્યવહારને જોઈ ઉપસ્થિત ધર્મરાજ પણ ઘડીબર દિંગ થઈ ગયા. ધર્મરાજ નંદા અને તેના શિશુને સ્વર્ગમાં સાથે લઈ ગયા. આ ક્ષેત્રમાં નન્દાના સત્પ્રભાવને કારણે અહીં સરસ્વતી ના સરસ્વતી નામે પ્રસિદ્ધ છે.
૧૧. મર્કટ તીર્થ
મેરૂપાદ ક્ષેત્ર એક વિશાળ તપોવન ભૂમિ છે. પ્રાચીન સમયમાં માર્કંડેય ઋષિની તપોભૂમિ તરીકે સુખ્યાત છે. તેમાં એક મર્કટ તીર્થ છે. આ તીર્થના વિષયમાં માર્કડેયે પોતાના શિષ્ય સુમતિને એક પ્રાચીન ઇતિહાસ સંભળાવ્યો હતો.
७