________________
નિર્ભય અને નિરંજન પણ છે. નિર્મળ અને નિર્લિપ્ત છે. નિરાધાર અને નિર્વિકલ્પ છે. અને નિષ્ઠાવાન છે. આ શિવની ઉપાસના માટે કહેવાયું છે કે 'शिवो भूत्या शिवंयजेत'
સ્તુતિ માટે સ્તોત્રની માંગણી કરતાં તંડિએ કહ્યું કે ‘‘કોઈ વિશેષ સ્તુતિસ્તોત્રનું મહત્વ હોતું નથી. મહત્ત્વ તો મનના સમર્પણ ભાવનું છે. સ્તોત્ર તો એક સ્તુતિ છે. સ્તુતિ એ વાણીનો વિષય છે. વાણી નિષ્કપટ હોવી જોઈએ. કેવળ વાક્ચાતુર્ય જેવી વાણીની શોભાથી મનનું પરિક્ષણ થતું નથી. અવ્યક્ત મનમાં જો શિવતત્ત્વ બિરાજમાન ન હોય તો ઉપાસના કેવળ વાણીવિલાસ બની જશે.
કોટિ-કોટિ ફળ આપનાર તંડિના આ નિર્મળ વચનોને કારણે આ ક્ષેત્રને કોટિ તીર્થ કહે છે. દેવોમાં શ્રેષ્ઠ વિષ્ણુ, રૂષિઓમાં શ્રેષ્ઠ તંડિ અને નદિયોમાં શ્રેષ્ઠ સરસ્વતી આ ત્રણેના સંગમ સ્થાનનો મહિમા અદ્વિતિય મનાએલો છે.
મેરૂપાદ ક્ષેત્ર વર્ણન
આ વિશાળ ઉપવનમાં અનેક પ્રકારનાં વૃક્ષો છવાયેલાં છે. કદંબ, કંદુક, અર્જુન, અને બિલીનાં વૃક્ષોથી ઊભરાતા વનમાં સફેદ બલવાન વાનરોના ઝુંડના ઝુંડ નજર આવે છે. વાનરોની ચિચિયારીઓથી આ વન હંમેશ ગુંજતુ રહે છે. આ ક્ષેત્ર ગાયના પુંછડા જેવું લંબક્ષેત્ર છે. અહીં વાંસના મુળિયાઓની ઝાડીમાંથી સરસ્વતી વહે છે અને પ્રથમ દક્ષિણ તથા પાછળથી પશ્ચિમ તરફ વહે છે.
૧૪. ઉદ્ગમઘટ તીર્થ
ભાદરવા માસની અમાસે પિતૃવાસનાઓ તૃપ્ત કરવા અસંખ્ય લોકો અહીં વિશેષ આવે છે. પિતૃતર્પણ માટે સરસ્વતી સ્નાન-દાન અને પૂજાનો મહિમા અહીં ખૂબ પ્રચલિત છે.
૧૫. તારક તીર્થ
ઉદ્ગમ ઘટ તીર્થતી સરસ્વતીના માર્ગ પર અનેક મંદિર અને તીર્થ આવેલાં છે. પ્રાચીન સમયથી એક લોકોકિત ચાલી આવે છે. એક ચક્રવાત પક્ષીનું જોડું અહીંથી સદેહે સ્વર્ગ ગયું હતું. અહીં સરસ્વતી પ્રકટ વહે છે. ચક્રવાત પક્ષીને પણ તારવાનું સામર્થ્ય આ ભૂમિ ૫૨ સરસ્વતિના સંયોગથી થયેલું છે તેથી તેને તા૨ક તીર્થ કહે છે.
૧૬. ધારેશ્વર
ઘારાઘરની બાજુમાં આવેલ આ ક્ષેત્રને ઘારેશ્વર તીર્થ કહે છે. અહીં સરસ્વતી
૧૧