________________
હતો. સ્ત્રીના સ્વમાન અને આદરને આઘાત પહોંચાડવામાં તે અધર્મ સમજતો હતો. દૈનદિનના વ્યવહારમાં પણ બંને આત્મસંયમથી કામ ચલાવતા હતા. ખાનપાન તેમજ અન્ય ઉપભોગના વિષયોમાં તેમના સ્વભાવમાં સંતોષ અને સંયમના ગુણો ઝબકતા હતા. અપ્રાપ્ય સુખોની લાલસાઓથી દૂર રહી પ્રાપ્ય પદાર્થોનો સંતોષપૂર્વક ઉપભોગ કરવાનું સ્વસ્થ માનસ તેમણે કેવળ્યું હતું. લાલસાઓ કેળવવી અને તે પૂર્ણ કરવા નિષિદ્ધ કર્મોમાં પ્રવૃત્ત થવાનો તલભાર વિચાર બંનેના મનને સ્પર્શો પણ ન હતો. મનમાં થતા આવા સ્પર્શને જ તેઓ અસ્પૃશ્યતા સમજતાં હતા. મનને દુષિત કરે એવા વિચાર દોષોને તેઓ સ્વાધ્યાય સદ્ ચિંતન અને સત્સંગના સ્પર્શથી છેટે રાખતા હતા. સંતોષ અને સંયમના સ્વભાવે તેમને ચિંતા અને ઉદ્વેગના અગ્નિથી દૂર રાખ્યા હતા. ઈશ્વર પર વિશ્વાસ અને દંભરહિત ચારિત્ર્યના પ્રભાવે તેમને જીવનમાં ઈશ્વર-સાન્નિધ્યના આનંદનો અનમોલ સ્વાનુભવ થતો હતો.
એક સમયે સૌભાગ્યવશ તેમના ઘેર પુત્રજન્મનો પ્રસંગ આવ્યો. આનંદઉલ્લાસથી બંને પુલકિત થઈ ગયા. પુત્ર જન્મથી જીવનમાં નૂતન આનંદ જન્મ્યો. નંદ-જસોદા જેવા ભાવવિભોર બની બંને પુત્રનું લાલન પાલન કરતા. દમની જીવથી પણ અધિક આ નવજાત શિશુનું જતન કરતી.
એક દિવસ સોમશર્મા બળતણ માટે સૂકાં જલાઉ લાકડાં લેવા જંગલમાં ગયેલો હતો. ઘેર દમનીએ બાળકને સ્તનપાન કરાવી સુવાડી દીધો હતો. અને પોતે રસોઈના કામમાં લાગી હતી. દરમ્યાન પતિ લાકડાનો ભારો લઈ પાછો ફર્યો અને મકાનના પાછળના ભાગે વાડામાં માથેથી ભા૨ો પટકી એક અન્ય કામ માટે ગામમાં ચાલ્યો ગયો.
ભારાના જોરદા૨ ધમાકાથી લાગેલા આઘાતથી ચમકી શિશુનું પ્રાણપખેરું ઉડી ગયું. આ ધડાકાથી રસોઈ બનાવતી દમની પણ ચોંકી ઊઠી. તે બહાર દોડી આવી પણ પતિ ન દેખાયો. ભારો પડેલો હતો. પાછી ઘરમાં જઈ જ્યાં બાળકને ચુંબન કરવા ઉઠાવે છે ત્યાં તો તેનું મોં કરમાઈ ગયું જોયું તો તે શિશુ ન હતો પણ કેવળ શવ હતું. દમનીનું મન ચકરાવે ચઢ્યું. તેને ન સમજાયું કે આમ કેમ બન્યું ? હવે શું કરવું તેની દુવિધામાં મન ગુંચવાઈ ગયું. તે સમજી ગઈ કે પતિએ પટકેલા ભારાના જોરદાર ધડાકાના આઘાતથી આમ બન્યું છે.
પણ હવે શું ? જે નિર્મીત હતું તે નિર્માણ થયું. આવા સમાચારથી પતિને જો વાકેફ કરવામાં આવશે તો પતિનું મન વજ્રાઘાતથી કમકમી ઉઠશે. પુત્રહત્યાના દોષનો ડાઘ દિલ પર સદાને માટે જડાઈ જશે. જીવનભર પશ્ચાતાપનો અગ્નિ પતિના મનમાં પ્રજ્વલિત રહેશે. શું કરવું શું કહેવું. તેવા, વિચારમંથનમાં દમની અટવાઈ ગઈ.
એટલામાં જ પતિના પગલાં દેખાયા. બાળકને ખોળામાં સુવાડી તદ્દન શૂનમૂન હાલતમાં બેઠેલી પત્નીને જોઈ પતિ વિસ્મય પામ્યો. તેને ન સમજાયું કે શું બન્યું
૧૪