________________
ઉષા કાળની મંગળા આરતીથી શયન આરતી સુધીના ત્રણે કાળના દર્શનકિર્તન માટે અહીં દરરોજ ભારે ભીડ રહે છે. આ ભગવાન વિષ્ણુના માહાભ્યને કારણે જ રૂષિમુનિયોએ શ્રીસ્થલનું બીજું નામ પ્રાચીમાઘવ તીર્થ કહેલું છે.
શ્રી રણછોડ રવરૂપ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ નામ રણછોડ છે. સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીની પ્રેરણાથી લગભગ સો વર્ષ ઉપરાંતથી શ્રીકૃષ્ણ નવરાત્રિના સમયે શ્રી રણછોડ સમક્ષ સતત ચોવીસે કલાક ખડા પગે મહારાષ્ટ્રીયન ભાઈબહેનો આ મંદિરમાં નામ-સંકીર્તન સંગતવર્ષાની સાપ્તાહિક હેલી વર્ષાવે છે.
મંડીચોક પાસે આ મંદિર આવેલું છે. રણછોડ શબ્દનો ગુઢાર્થ જીવનના લક્ષ્યની યાદ અપાવે છે. રણ શબ્દના અનેક પર્યાય છે. સંસારને પણ રણ કહે છે. સંસારમાં મનુષ્ય સમાજ પ્રત્યેનું એક ઋણ લઈને આવે છે. આપણે ત્યાં તેને ઋષિઋણ કહે
સતુ-અસતુ વચ્ચેના દ્વન્દયુદ્ધમાં સ-ના પક્ષધારી બની સતને વિજય અપાવી શ્રીકૃષ્ણ સંસારને છોડી દીધો હતો. સમાજનું આ પણ ફેડી જે સંસારને અલવિદા આપે છે. એજ સાચો રણછોડ છે. આ કર્તવ્યપૂર્તિ એ જ રણછોડની ભક્તિ છે.
રણછોડનો વાચ્યાર્થ રણમાંથી પલાયન થનાર એવો થાય છે. પણ તે આપણો રણછોડ નથી. જે શ્રીકૃષ્ણ યુદ્ધમાંથી પલાયન થવા તૈયાર થયેલ અર્જુનને “3 સૈન્ય ન પતાયન'' નો મંત્ર આપી કર્તવ્યપૂર્તિ માટે યુદ્ધ કરવા પ્રેરેલો છે. તે શ્રીકૃષ્ણ માટે આ યુક્તિસંગત કે ન્યાયસંગત નથી.
સદ્ પ્રવૃત્તિઓ આ નગરના આધ્યાત્મિક દરજ્જાને ધ્યાનમાં રાખી દેશભરના સાધુ-સંતોના મઠોના આશ્રયસ્થાનો અહીં આવેલ છે. તદુપરાંત બહારના અનેક દાની સદગૃહસ્થોએ અહીં દાનની પરબો ઊભી કરેલી છે. મુંબઈના કાનજી ખેતજી ટ્રસ્ટ દ્વારા સંન્યાસિઓને ઉતરવા જમવાના પ્રબંધ સાથેનો એક ભવ્ય પ્રાસાદ પસવાદળની પોળે આવેલ છે. જે ચૌધરી બાગ નામે પ્રખ્યાત છે. આ સ્થાનમાં આવેલ એક પ્રાચીને સુર્યકુંડ મરમ્મત કરાવી તૈયાર કરાવેલો છે. તદુપરાંત અનેક નામોથી અનેક ધર્મશાળાઓ યાત્રિકો માટે બહારના સંગ્રહસ્થો દ્વારા બંધાવાયેલી છે.
શહેરમાં છેલ્લા દોઢસો વર્ષ ઉપરાંતથી ઉપેક્ષિત મૂંગા પશુઓની સેવા-સુશ્રુષા માટે સિદ્ધપુર મહાજન સંચાલિત પાંજરાપોળ પ્રશંસનીય સેવાઓ આપી રહેલ છે. સિદ્ધપુર મહાજન સંલગ્ન વિભીન્ન સંસ્થાઓમાં સક્રિય ચાણક્ય નેતૃત્વ સંભાળનાર