________________
પ્રભુ સહજાનંદ સ્વામી પણ આ શહેરમાં સત્સંગનો લાભ આપી ગયા છે. આ ભૂમિ પર પ્રભુનું શિખરબંધ દેવાલય પણ બનેલું છે જે હાલ સ્વામી નારાયણ સમ્પ્રદાયનું શ્રદ્ધા કેન્દ્ર છે. | નદીના ઘાટ પર હાટકેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય છે. આજથી એકસો છ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રના અવધૂત સંત પૂ. વાસુ દેવાનંદ સરસ્વતીએ આ મંદિરમાં ચાર્તુમાસ ગાળી સત્સંગ કરાવેલો છે.
પૂર્વાશ્રમના મૂળશંકર એવા સ્વામી દયાનંદ સરસ્વતી શ્રી નીલકંઠ મહાદેવ ના સ્થાનમાં રોકાઈ તીર્થયાત્રા કરી ગયા છે.
પૂ. દંદિપરિવ્રાજક માઘવાતીર્થ સનાતન શંકર મતના પ્રણેતા પૂ. આદ્ય શંકરાચાર્ય મહારાજ પ્રણિત દંડિ સન્યાસીઓને ઉતરવા માટે એક સન્યસ્તાશ્રમ બ્રાહ્મણીયા પોળે આવેલ છે. પીઠના એક સમર્થ પરિવ્રાજક વિદ્વાન સન્યાસી પૂ. માધવતીર્થ દ્વારિકાપીઠના શંકરાચાર્ય પદે પણ વરાયેલા છે.
- પરમહંસ સન્યાસીઓને ઉતરવા માટે ગોવિંદમાઘવના મહાડમાં એક મઠ પણ આવેલ છે. અનેક સન્યાસી અહીં ચાતુર્માસ રહી સત્સંગનો લાભ આપે છે.
સિદ્ધનાથ મહાદેવ
નદીના પશ્ચિમ કિનારે સિદ્ધનાથ મહાદેવનું એક વિશાળ મંદિર આવેલું છે. વિશાળ પ્રાંગણ, વિશાળ સભામંડપ, વિશાળ ગર્ભગૃહ તેમજ વિશાળ સ્વતંત્ર નંદિના સ્થાન માટે આ શિવાલય ગુજરાતભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સુપ્રસિદ્ધ એવા આ સ્થાનનો જીર્ણોદ્ધાર જૂના વડોદરા રાજ્ય તરફથી દિવાન શ્રી બાબાજીએ કરાવેલ હોઈ આ સ્થાન બાબાજીની વાડી નામે ઓળખાય છે.
પ્રાચી માઘવ
આ નગરના ગ્રામ દેવતા ગણાતા પ્રાચીમાઘવ શ્રી ગોવિંદમાઘવનું વિશાળ મંદિર શહેરની મધ્યમાં આવેલું છે. આ પ્રાચીમાઘવ દેવનો ઠાઠમાઠ રાજવૈભવની ઝાંખી કરાવે છે. માઘવ ભગવાન વિષ્ણુનું એક નામ છે. તેમના અનેક નામો ગુણો પ્રમાણેનાં છે. તેમાનું એક નામ અય્યત પણ છે. અશ્રુતનો અર્થ જે કદી ચલિત ન થાય તેમ છે. અય્યતની ભક્તિ અમ્રુત બનીને જ કરાય. અશ્રુત બનનારને અશ્રુત અવશ્ય દર્શન દે છે. ભગવાન વિષ્ણુ માટે કર્દમના અશ્રુત તપબળ વડે જ અશ્રુત કર્દમ સમક્ષ ઉપસ્થિત થયેલા છે. કેવળ દર્શન જ નહિ પણ તેમના પુત્રરૂપે અવતાર લેવાનું વિષ્ણુએ કદમને વચન આપેલું હતું.