________________
શ્રી જગન્નાથ લાલુભાઈ ઠાકરનું નામ પણ નગરના ઇતિહાસમાં મશહુર કારકિર્દી ધરાવે છે. તેમના અનુગામી તરીકે એ જ ક્ષેત્રમાં નગરના એક વિદ્વાન સિનીયર વકીલ શ્રી લાભશંકર ૨. દવેની સેવાઓ પણ પ્રશંસનીય કામગીરી સૂચવે છે.
સિદ્ધપુર મહાજનના વરિષ્ઠ આગેવાન શ્રી જગન્નનાથ લાલુભાઈ ઠાકર વગેરેની પ્રેરણાથી શહેરના એક સદ્દગૃહસ્થ હેરૂ પરિવારે શ્રીગોવિંદમાઘવની નગર પરિક્રમા માટે એક વિશાળ ચાંદીનો રથ તૈયાર કરાવી ભગવાનને અર્પણ કરેલો છે. અષાઢ સુદ બીજને રથયાત્રાના દિવસે આ રથમાં સવાર થઈ શ્રીગોવિંદમાઘવ ભગવાન નગરપરિક્રમા માટે નીકળે છે. ચાંદીના સિંહાસન અને ઘોડાઓવાળો ઘૂઘરીયોથી ઘમઘમતો આ રથ એક અજબ નગરપરિક્રમાની યાદ અપાવે છે. રાધે ગોવિંદ રાધે... ના જયજયકારોથી શહેરનો આબાલવૃદ્ધ આ પરિક્રમામાં રસતરબોળ જોવા મળે છે.
શહેરના એક સુપ્રસિદ્ધ ધનિક વણિક શેઠ લક્ષ્મીચંદ સુંદરજીની દાનવૃત્તિમાંથી વિજ્ઞાન પ્રવાહ સાથેનું એક લ. સું. વિદ્યાલય શહેરનું પ્રથમ કક્ષાનું વિદ્યાલય છે અને શહેરની મધ્યમાં જ સ્વતંત્ર માલિકીનું એક લ. સું. સાર્વજનિક પુસ્તકાલયવાંચનાલય ઘણા વર્ષોથી શૈક્ષણિક સેવાઓ આપી રહ્યું છે.
શેઠ મગનલાલ પ્રભુદાસ ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલમંદિરથી બારમાં ધોરણ સુધીનું એક ભવ્ય શૈક્ષણિક સંકુલ શહેરની મધ્યમાં સેવા આપી રહ્યાં છે.
શેઠ માઘવલાલ મુળચંદ પ્રાથમિક કન્યા વિદ્યાલયે તો સર્વપ્રથમ કન્યા કેળવણી ક્ષેત્રે પદાર્પણ કરેલું છે. આ સંગ્રહસ્થના નામે એક ધર્મશાળા નદી કિનારે સુંદર વ્યવસ્થા પૂરી પાડે છે.
પી. જે. ઠાકરના દાનપ્રવાહથી પ્રારંભ થયેલ પી. જે. ગર્લ્સ હાઈસ્કૂલ પણ આજે એક માતબર સંસ્થાનું સ્થાન લઈ રહી છે. વિદ્યોત્તેજક મંડળ દ્વારા અભિનવ હાઈસ્કૂલ પણ શૈક્ષણિક સંસ્કાર સેવાનું કાર્ય કરી રહી છે.
- રાધેશ્યામ ભટ (અમેરિકાવાળા)ના માતબર દાન-પ્રવાહથી પ્રારંભિત લાલન સરસ્વતી ધામ નામે એક આવાસી વિદ્યાલયનો પ્રોજેક્ટ પણ ભારતીય સંસ્કૃતિના સંસ્કાર સિંચન સાથે આધુનિક કેળવણીની વિકાસશીલ કેડી પર ગતિમાન છે.
ઉત્તર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટનાં સરસ્વતી શિખું મંદિરો અને પ્રાથમિક કેળવણીની શાળાઓ ઉન્નતિના પગલે અગ્રેસર છે.
લાલન સરસ્વતી ધામ, અભિનવ હાઈસ્કૂલ, સરસ્વતી શિશુમંદિરો અને પ્રાથમિક કેળવણીની શાળાઓની પ્રવૃત્તિઓ અખિલ ભારતીય વિદ્યા ભારતી સંસ્થાનના શૈક્ષણિક નેતૃત્વના ઉપવીતથી સંકળાયેલ છે.
નાનાલાલ ભટ્ટના મા. અનંતરાય કાળે / મા. કાશીનાથ બાગડે