________________
અપૂર્વ પ્રાકૃતિક સૌન્દર્ય. સરસ્વતીનો કલકલમધુર ધ્વનિ આ સર્વશ્રેષ્ઠ આવરણ સહિત કેદારનું મનોમન સ્મરણ પણ વ્યક્તિને સમાધિ દર્શનનું સામર્થ્ય પૂરું પાડે છે. અહીંથી સરસ્વતી સુગંધ તીર્થમાં પ્રકટ થાય છે.
૩. સુગંધતીર્થ અહીં સરસ્વતી કુંડમાં પ્રસ્તુરિત છે. સાથે સંલગ્ન રેખાચિત્ર અનુસાર કેદારથી દક્ષિણે ગૌરીકુંડનું સ્થાન છે. માકડેયના મતાનુસાર આ પ્રાચીન સુગંધતીર્થ સ્થાન છે. આ તીર્થના મુડમાં નીચે ઉતરી સ્નાન કરનારને સમાધિસ્થ બ્રહ્મદર્શનનો લાભ મળે છે. ઉપરથી દર્શન કરનારને અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે એવી પુરાણ માન્યતા છે. તેના માહાભ્યમાં એવું કહેવાયું છે કેઅહીં શાકનું દાન કરવાથી પિતૃ વાસનાઓ તૃપ્ત થઈ તેમને અક્ષય આનંદ મળે છે. પિતૃવાસનાઓની તૃપ્તિથી મનવાંછિત ફળ મળે છે. અહીંથી સરસ્વતી દક્ષિણ-પશ્ચિમે આવેલા ભૂતિશ્વરમાં પ્રકટ થાય છે.
૪. ભૂતીશ્વર આ સ્થાન સુગંધ તીર્થ (ગૌટિકુંડ)થી દક્ષિણ-પશ્ચિમે છે. હાલ આ સ્થાન ત્રિજુગીનાથ નામે નકશામાં ઉલ્લેખિત છે. ત્રિજુગીનાથનો મહિમા ભૂતીશ્વર માહાભ્યનોજ સંકેત કરે છે. સમસ્ત ભૂતો (પ્રાણી)ના નાથ ભૂતનાથ અહી સ્વયંભૂ શિવલિંગના રૂપમાં ઉપસ્થિત છે. આ તીર્થક્ષેત્રના એક પૂર્વોકત ઇતિહાસ મુજબ પૂર્વે સુનાભ નામે એક તપસ્વી ઋષિનું આ સ્થાન છે. સુનાભે કેવળ બિલ્વ પત્રો અને ફળોને જ આહાર બનાવી મહાદેવની પ્રસન્નતા માટે કચ્છ તપવ્રત કર્યું હતું. એક દિવસે બિલ્વપત્રો લેવા તેઓ જંગલમાં ગયા હતા. ત્યારે પગમાં એક કાંટો વાગ્યો. લોહી બહાર આવ્યું. મુનએ જોયું તો લોહીનો રંગ અને સુગંધ બિલ્વ ફળનો રસ જ જાણે જોઈ લો. મુનિ આનંદવિભોર બની ગયા. ' લોહીના રંગ ને ગંધને પોતાની તપશ્ચર્યાનો ચમત્કાર જાણી મુનિ આનંદમાં નાચવા લાગ્યા. મુનિને નાચતા જોઈ તે વિસ્તારના સર્વ જીવો પણ આનંદમાં નાચવા કૂદવા લાગ્યા. ચારે તરફ ભારે કોલાહલ મચ્યો. આ કોલાહલ પાર્વતિપતિ શંકરના ધ્યાનમાં આવ્યો. એક તપસ્વી મુનિના વેષમાં શંકર તે વનમાં જઈ પહોંચ્યા:
પોતાના સમક્ષ મુનિને આવતા જોઈ સુનામે નમસ્કાર અને સ્વાગત કરી પુન: નાચવા લાગ્યા. મુનિના વેશમાં ઉપસ્થિત શંકરે આ આનંદ અને નાચગાનનું કારણ પુછ્યું સુનાભે કહ્યું. અરે, જુઓ તો ખરા મારા તપથી પ્રસન્ન શંકરે મારા લોહીનો રંગ અને સુગંધ બિલ્વ ફળના રસમાં ફેરવી નાંખ્યો. મારું જીવન કૃતાર્થ બની ગયું. આ નાચગાન મારી પ્રસન્નતાની અભિવ્યક્તિ છે. પ્રસન્ન મન શું-શું નથી કરતું ?