________________
હું આનંદમાં નાચું નહિ તો શું કરું ?
શંકરે મુનિના મનનું રહસ્ય જાણી લીધું. શંકરે જોયું કે-મુનિની પ્રસન્નતાના આવરણમાં અહંનો અંકુર ફૂટી રહ્યો છે. શંકરે મુનિને કહ્યું કે આમ માત્ર લોહીનો રંગ-સુગંધ બદલાવાથી આટલો આનંદ કેમ? કહેવ્વામાં આવ્યું છે કે આહાર અનુસાર લોહીના રંગ-ગંઘ બનતા હોય છે. જુઓ. હું પણ એક તપસ્વી છું. કેવળ ભસ્મનો જ આહાર કરું છું. તો મારા શરીરમાં ભસ્મ જ ભસ્મ ભરેલી છે. શંકરે તુર્તજ પોતાના નખ વડે પેટને ચીરી તેમાંથી ભસ્મ કાઢી બતાવી. આ દશ્ય સુનાભ આભો બની જોઈ જ રહ્યો. દશ્યને જોતાં જ સુનાભના આનંદ પાછળ સુપ્ત અહંનો પાયો ઓગળી ગયો. શંકરે તૂર્તજ મુનિ સમક્ષ સ્વ-સ્વરૂપ પ્રકટ કર્યું. શંકરના સ્વરૂપ દર્શનથી કૃતકૃત્ય સુનાભે ત્યાં જ દેહાભિમાન સાથે દેહને પણ સમર્પિત કરી શિવ સાયુજ્ય મેળવ્યું.
સુનાભ સમક્ષ શંકરે જ્યાં સ્વ-સ્વરૂપ પ્રકટ કર્યું તે સ્થાન ભૂતીશ્વર નામે વિખ્યાત છે. અહીં સરસ્વતીમાં સ્નાન, ભૂતીશ્વરના દર્શન અને શંકરની ભસ્મનો મહિમા સુવિખ્યાત છે. અહીંની ભસ્મ ધારણ કરવાથી ભૂત-પ્રેત-પિશાચ અને રાક્ષસ યોનિની અડચણોથી મુક્ત થવાય છે. આ ક્ષેત્રને પોતાને જળ સિંચનથી તૃપ્ત કરી સરસ્વતી શ્રીકંઠ દેશ તરફ નીકળી.
૫. શ્રીકંડ દેશ (રૂદકોટિ તીર્થ) આ તીર્થ ભૂતીશ્વરથી દક્ષિણ-પશ્ચિમમાં આવેલું છે. દક્ષે અહીં એક યજ્ઞનું આયોજન કરી યજ્ઞમાંથી શંકરનું સ્થાન અને ભાગ ટાળવાની પેરવી ગોઠવી હતી. પૌરાણિક ઇતિહાસ અનુસાર આ દક્ષને પચ્ચીસ કન્યાઓ હતી. જેમાંથી એક સતિનો વિવાહ શંકર સાથે થયો હતો. આ
પિતાના ઘેર આયોજિત વિશળ યજ્ઞમાંથી પતિનું સ્થાન અને ભાગ હટાવી દેવાના પિતાના મિજાજ ઉપર સતિ ખૂબ ક્રોધે ભરાઈ હતી. દક્ષે પતિ સાથે સતિને પણ આમંત્રણ મોકલ્યું નહોતું. સતિએ પિતાને સમજાવવા ગોકર્ણ નામના એક દૂતને પિતા પાસે મોકલ્યો. ગોકર્ષે સતિના મનનું દુ:ખ તેમજ શંકરની અવજ્ઞાથી ઉત્પન્ન થનારા અનિષ્ટ સંકેતો તરફ દક્ષનું ધ્યાન દોર્યું. પરંતુ ધમંડથી ઘેરાયેલા દક્ષના મને ગોકર્ણની વાતને અનસુની કરી તેને વિદાય આપી દીધી.
ગોકર્ણે આવી સતિને દક્ષના મનનો સર્વ વૃત્તાંત સંભળાવ્યો. શંકર તો ભૂતપ્રેત-પિશાચ અને રમશાનનો સંગી છે. નાચગાન અને નિર્લજ્જતાનો વ્યવહાર કરે છે. એવા તેને યજ્ઞ જેવા પવિત્ર કાર્યમાં આમંત્રિત કરાય નહીં. યજ્ઞભાગ માટે તે યોગ્ય નથી.
પિતાના મુખે બોલાયેલી પતિની નિંદાના આ વચનો સાંભળી સતિના મનનો ક્રોધ પારાવાર ઉભરાવા લાગ્યો. આઘાતજનક આ વચનોથી, તે બેચેન બની ગઈ.